101 રનની તોફાની ઈનિંગમાં છગ્ગા અને ચોગ્ગાની મદદથી બનાવ્યા 72 રન

|

Dec 26, 2024 | 6:48 PM

બિગ બેશ લીગની 11મી લીગ મેચમાં સિડની સિક્સર્સે મેલબોર્ન સ્ટાર્સને 8 વિકેટે હરાવ્યું હતું. જેમ્સ વિન્સે શાનદાર સદી ફટકારી અને અંત સુધી અણનમ રહ્યો. તેની તોફાની ઈનિંગના કારણે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર એક મોટો રેકોર્ડ બની ગયો છે.

101 રનની તોફાની ઈનિંગમાં છગ્ગા અને ચોગ્ગાની મદદથી બનાવ્યા 72 રન
James Vince
Image Credit source: CA/Cricket Australia via Getty Images

Follow us on

કહેવાય છે કે રેકોર્ડ બનાવતાની સાથે જ તોડી નાખવાનો હોય છે અને બિગ બેશ લીગની 11મી મેચમાં પણ આવું જ જોવા મળ્યું હતું. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં સિડની સિક્સર્સે મેલબોર્ન સ્ટાર્સને 8 વિકેટે હરાવ્યું હતું. મોટી વાત એ છે કે સિડનીની ટીમે 195 રનનો વિશાળ લક્ષ્યાંક હાંસલ કર્યો જે એક રેકોર્ડ છે.

જેમ્સ વિન્સની આકર્ષક સદી

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર T20માં પ્રથમ વખત આટલા મોટા લક્ષ્યનો પીછો કરવામાં આવ્યો છે અને તે પણ જેમ્સ વિન્સના કારણે. આ ઈંગ્લિશ બેટ્સમેન સિડની સિક્સર્સ માટે ઓપનિંગ કરવા આવ્યો હતો અને આ ખેલાડીએ 58 બોલમાં અણનમ 101 રન બનાવ્યા હતા અને ટીમને જીત તરફ દોરી ગયો હતો.

 12 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા

જેમ્સ વિન્સે જોશ ફિલિપી સાથે મળીને ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 48 બોલમાં 83 રન જોડ્યા હતા. ફિલિપી 23 બોલમાં 42 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ વિન્સ વિકેટ પર ટકી રહ્યો હતો. આ ખેલાડીએ 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી પોતાની સદી પણ પુરી કરી અને ટીમને જીત તરફ દોરી ગયો. જોર્ડન સિલ્કે પણ 19 બોલમાં અણનમ 34 રન બનાવીને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે, જેમ્સ વિન્સે બિગ બેશ લીગમાં પ્રથમ વખત સદી ફટકારી છે. તેણે આ ટૂર્નામેન્ટમાં 74 ઈનિંગ્સમાં 2088 રન બનાવ્યા છે. આ સદી પહેલા તેણે 10 અડધી સદી ફટકારી હતી.

1 મહિના સુધી ચા ન પીવો તો શરીરમાં શું ફેરફાર થાય? જાણો
ભારતના 1 લાખ રૂપિયા બાંગ્લાદેશમાં જઈ કેટલા થઈ જાય ?
Video : ગ્રહોની શાંતિ માટે દેવરાહા બાબાએ જણાવ્યો ગુપ્ત મંત્ર, જાણી લો ફાયદા
આખી સિરીઝમાં એકપણ મેચ ન હારી ભારતની મહિલા ક્રિકેટરોએ જમાવ્યો રંગ
ચેક પર તમે શું લખો છો Lakh કે Lac,સાચું શું છે જાણો
દર મહિને SBI અભિષેક બચ્ચનને આપે છે 18 લાખ રૂપિયા

બેન ડકેટ-મેક્સવેલની ઈનિંગ્સ બેકાર ગઈ

મેલબોર્ન સ્ટાર્સની ઈનિંગની વાત કરીએ તો ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીએ 29 બોલમાં 68 રનની ઈનિંગ રમી હતી. મોટી વાત એ છે કે બેન ડકેટે પોતાની ઈનિંગમાં સતત 6 ચોગ્ગા ફટકાર્યા હતા. ડકેટનો સ્ટ્રાઈક રેટ 234.48 હતો. મેક્સવેલે પણ 17 બોલમાં 32 રનની ઈનિંગ રમી હતી. મેલબોર્ન સ્ટાર્સની ટીમે 20 ઓવરમાં 194 રન બનાવ્યા, પરંતુ આ સ્કોર પણ સિડની સિક્સર્સ માટે ઘણો નાનો સાબિત થયો. સિડની સિક્સર્સે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીની ત્રણેય મેચ જીતી છે. જ્યારે મેલબોર્ન સ્ટાર્સ અત્યાર સુધી રમાયેલી ચારેય મેચ હારી ચૂકી છે.

આ પણ વાંચો: ડેબ્યૂ ટેસ્ટ મેચના પ્રથમ બોલ પર જ બનાવ્યો રેકોર્ડ, 135 વર્ષમાં પહેલીવાર થયો આ કમાલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article