Cricket: વિરાટ કોહલી માટે વાંકુ બોલતો માઇકલ વોન, ઋત્વિક રોશનને શોધતો રહી જાય એવો સણસણતો જવાબ મળ્યો

|

May 15, 2021 | 5:26 PM

ઇંગ્લેંડના પૂર્વ કેપ્ટન માઇકલ વોન (Michael Vaughan) એ વિરાટ કોહલી (Virat Kohli) અને ઇંન્ડીયન ક્રિકેટ પ્રત્યેના ઇર્ષા ભાવને વ્યક્ત કર્યો હતો. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) ના વખાણ કરતા નિવેદન દરમ્યાન તેણે કોહલી અને ઇન્ડીયન ક્રિકેટ તરફનો પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.

Cricket: વિરાટ કોહલી માટે વાંકુ બોલતો માઇકલ વોન, ઋત્વિક રોશનને શોધતો રહી જાય એવો સણસણતો જવાબ મળ્યો
Michael-Vaughan-Jaffer

Follow us on

ઇંગ્લેંડના પૂર્વ કેપ્ટન માઇકલ વોન (Michael Vaughan) એ વિરાટ કોહલી (Virat Kohli) અને ઇંન્ડીયન ક્રિકેટ પ્રત્યેના ઇર્ષા ભાવને વ્યક્ત કર્યો હતો. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) ના વખાણ કરતા નિવેદન દરમ્યાન તેણે કોહલી અને ઇન્ડીયન ક્રિકેટ તરફ નો પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. વોન એ વિલિયસનને ભારતીય હોત તો વિરાટ કોહલી કરતા પણ સારો અને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ખેલાડી હોવાનો ગણાવ્યો હતો. તેના આ પ્રકારના વલણને લઇને વાસિમ જાફરે (Wasim Jaffer) તેને જબરદસ્ત અંદાજમાં જવાબ સણસણતો વાળ્યો હતો.

વાસિમ જાફરે તેની જબરદસ્ત કોમેન્ટ કરવાને લઇને જાણીતો છે, તે જ પ્રમાણે તેના અંદાજથી માઇકલ વોનને જવાબ વાળ્યો હતો. જાફરે ટ્વીટ કરતા કહ્યુ હતુ કે, “એક્સ્ટ્રા આંગળી ઋત્વીક રોશન પાસે છે અને અને છતાં કરે છે માઇકલ વોન”. જાફરે તેની આ સણસણતી કોમેન્ટ વડે માઇકલ વોનની બોલતી બંધ કરી દીધી હતી. આ પહેલા પણ ઇંગ્લેંડ અને ભારત વચ્ચેની સિરીઝ દરમ્યાન વોન સોશિયલ મીડિયામાં ટ્વીટ કરતો રહેતો હત અને ચર્ચાઓ જગાવતો રહેતો હતો. વોન એ હવે ભારતીય ટીમના ઇંગ્લેંડ પ્રવાસ પહેલા જ ફરી એકવાર આ પ્રકારના રીત શરુ કરી દીધી છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Wasim Jaffer Tweet

વોન એ કહ્યુ હતુ કે, હું એટલા માટે આમ કહી રહ્યો છુ કે, ન્યુઝીલેન્ડનો આ ખેલાડી ત્રણેય ફોર્મેટમાં શ્રેષ્ઠ છે. જોકે તે વિરાટ કોહલીની બરાબરી નથી કરી શકતો, કારણ કે તે ઇન્સ્ટાગ્રામ પર 100 મિલીયન ફોલોઅર્સ નથી ધરાવતો. તે બ્રાન્ડ એંડોર્સમેન્ટ દ્રારા મોટી રકમ ની કમાણી પણ કરી નથી શકતો. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ આગામી 18 જૂન થી રમાનારી છે. ઇંગ્લેંડના સાઉથમ્પટન માં રમાનારી ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમની કેપ્ટનશીપ કેન વિલિયમસન નિભાવશે.

Next Article