Cricket: ટીમ ઈન્ડીયામાંથી પત્તુ કપાતા કુલદીપ યાદવને દર્દ છલકાયુ, ધોનીની યાદ સતાવવા લાગી

|

May 12, 2021 | 5:52 PM

ભારતીય ક્રિકેટ ટીમમાં બોલર કુલદિપ યાદવ (Kuldeep Yadav) પોતાનું સ્થાન મેળવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમ્યાન તેને ભારતીય ટેસ્ટ ટીમ (Indian Test team)માં સ્થાન મળી શક્યુ નથી.

Cricket: ટીમ ઈન્ડીયામાંથી પત્તુ કપાતા કુલદીપ યાદવને દર્દ છલકાયુ, ધોનીની યાદ સતાવવા લાગી
Kuldeep Yadav

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમમાં બોલર કુલદિપ યાદવ (Kuldeep Yadav) પોતાનું સ્થાન મેળવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમ્યાન તેને ભારતીય ટેસ્ટ ટીમ (Indian Test team)માં સ્થાન મળી શક્યુ નથી. તેને બહાર રાખવાને લઈને કેટલાક પૂર્વ ક્રિકેટરોએ પણ તે યોગ્ય નિર્ણય નહીં હોવાનું ગણાવ્યુ છે.

 

જોકે તેને સ્થાન નહીં મળવાનું કારણ એ પણ હોઈ શકે કે તે હાલમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. આઈપીએલ 2021 દરમ્યાન કલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) તરફથી મેચમાં રમવાનો કોઈ મોકો મળી શક્યો નથી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

કુલદિપ યાદવે આ દરમ્યાન એક ઈન્ટરવ્યુમાં બતાવ્યુ હતુ કે તે વિકેટની પાછળ એમએસ ધોનીને ખૂબ મિસ કરે છે. ધોનીએ ભારત માટે પોતાની આખરી મેચ જુલાઈ 2019માં રમી હતી, ત્યારબાદ તેણે વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો હતો. જોકે ધોનીના સંન્યાસ બાદ સતત કુલદીપ યાદવની બોલીંગ પર પણ અસર જોવા મળી રહી છે. તેની બોલીંગમાં હવે પહેલા જેવી ધાર રહી નથી.

 

હવે કુલદીપ યાદવે કહ્યું હતુ કે માહી ભાઈના ગાઈડન્સને મિસ કરુ છુ. કારણ કે તેમની પાસે ખૂબ અનુભવ હતો. તે વિકેટની પાછળથી અમને બતાવતો હતો કે, અમારે શું કરવાનું છુ. તે સતત બોલતા રહેતા હતા અને હવે હું એ વાતો ખૂબ મિસ કરી રહ્યો છું.

 

કુલદીપ યાદવે કહ્યું હતુ કે, જ્યારે માહિ ભાઈ ટીમમાં હતા, ત્યારે હું અને ચહલ રમી રહ્યા હતા. જ્યારથી માહિ ભાઈ ગયા છે, ત્યારથી હું અને ચહલ સાથે કોઈ મેચ નથી રમ્યા. મને કેટલીક મેચોમાં મોકા મળ્યા અને મેં કુલ 10 મેચ રમી હશે. જેમાં મેં હેટ્રીક પણ મેળવી હતી. આ મેચોમાં મારુ પ્રદર્શન ઠીક રહ્યું હતુ. કુલદીપ યાદવના આંતરરાષ્ટ્રીય કરિયરને જોવામાં આવે તો તેણે ભારત માટે 7 ટેસ્ટમાં 26, 63 વન ડેમાં 105 અને 20 ટી20 મેચમાં કુલ 39 વિકેટ ઝડપી છે. કુલદીપ હાલમાં ટીમ ઈન્ડીયાનો હિસ્સો નથી.

 

આ પણ વાંચો: Cricket: એકવાર ઠોકર ખાધા બાદ કોઈ કચાસ રાખવા નથી માંગતુ BCCI, ટીમ ઈન્ડીયા માટે કરી આકરી વ્યવસ્થા

Next Article