T20 World Cup: ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં વિરાટ કોહલી બાબર આઝમને પાછળ છોડી શકે છે, માત્ર 1 ડગલું દૂર

|

Oct 31, 2021 | 11:50 AM

જો વિરાટ કોહલી દુબઈમાં ન્યુઝીલેન્ડ (IND vs NZ) સામે ટીમ ઈન્ડિયાની બીજી મેચમાં અડધી સદી કે તેથી વધુ રન ફટકારે છે, તો તે બાબર આઝમને પાછળ છોડી દેશે. બાબર કેપ્ટન તરીકે આ ફોર્મેટમાં 14 વખત 50+ સ્કોર પણ છે.

T20 World Cup: ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં વિરાટ કોહલી બાબર આઝમને પાછળ છોડી શકે છે, માત્ર 1 ડગલું દૂર
virat kohli

Follow us on

T20 World Cup: ટી20 વર્લ્ડ કપ-2021માં ભારતીય ટીમ તેની આગામી મેચમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. 31 ઓક્ટોબર એટલે કે રવિવારે યોજાનારી આ મેચમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી (Captain Virat Kohli) મોટી ઉપલબ્ધિ હાંસલ કરી શકે છે. ખાસ વાત એ છે કે, આ સિદ્ધિ પોતાના નામે કરતા જ તે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પાછળ છોડી દેશે. ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) વચ્ચેની સુપર-12 તબક્કાની મેચ દુબઈમાં રમાશે.

વિરાટ કોહલી (Virat Kohli)એ હાલમાં T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં કેપ્ટન (Captain)તરીકે 14 વખત 50 પ્લસ સ્કોર બનાવ્યો છે. તેણે છેલ્લી મેચમાં પણ પાકિસ્તાન (Pakistan)સામે ફિફ્ટી ફટકારી હતી. જો વિરાટ દુબઈમાં ન્યુઝીલેન્ડ સામે અડધી સદી કે તેથી વધુ રન બનાવશે તો તે બાબર આઝમને પાછળ છોડી દેશે. બાબરે પણ આ ફોર્મેટમાં 14 વખત કેપ્ટન તરીકે 50+ સ્કોર કર્યા છે.

આ સિવાય જો વિરાટ પોતાની ઈનિંગમાં 9 સિક્સર ફટકારે છે તો રોહિત શર્મા બાદ તે T20 ઈન્ટરનેશનલમાં 100 સિક્સર મારનાર બીજો ભારતીય બેટ્સમેન બની જશે. વિરાટે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 91 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે 85 ઈનિંગ્સમાં 3216 રન બનાવ્યા છે. તેણે કુલ 29 અડધી સદી ફટકારી છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

જો હાર્દિક પંડ્યા પણ આ મેચમાં 4 સિક્સર ફટકારે છે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર (International cricket career)માં 100 સિક્સર પૂર્ણ કરી લેશે. હાર્દિક વધુ 5 રન બનાવતાની સાથે જ T20 ઈન્ટરનેશનલમાં તેના 500 રન પૂરા કરી લેશે. જો ભારતીય ઓપનર કેએલ રાહુલ વધુ 29 રન બનાવે છે તો તે T20 ક્રિકેટમાં 5500 રન પૂરા કરી લેશે.

સુપર-12 તબક્કામાં ભારતીય ટીમ ગ્રુપ-2માં 5માં નંબર પર છે, જ્યારે ન્યૂઝીલેન્ડ તેનાથી એક સ્થાન ઉપર છે. ખાસ વાત એ છે કે બંને ટીમો અત્યાર સુધી 1-1 મેચ રમી ચુકી છે અને બંને ટીમના ખેલાડીઓ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. પાકિસ્તાન પોતાની ત્રણેય મેચ જીતીને આ ગ્રુપમાં ટોપ પર છે.

આ પણ વાંચો : IND vs NZ, T20 World Cup, LIVE Streaming: આજે ભારત vs ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે નિહાળી શકશો મેચ

Next Article