Cricket: ભારતમાં રમાયેલી ટેસ્ટ મેચ ફિક્સીંગને ICC એ નકાર્યુ, તપાસમાં કોઇ પૂરાવા હાથ ના લાગ્યા

|

May 18, 2021 | 12:57 PM

ICC એ એક મીડિયા રિપોર્ટસના મેચ ફિક્સીંગ (Match Fixing) ના દાવાને લઇને પ્રતિક્રિયા દર્શાવી હતી. એક મીડિયા સંસ્થા દ્રારા 2018માં ડોક્યુમેન્ટરી પ્રદર્શીત કરવા દરમ્યાન દાવો કરવામાં આવ્યો હતો કે, 2016માં ચેન્નાઇમાં ઇંગ્લેંડ અને ભારત (England vs India) તેમજ 2017માં રાંચીમાં ઓસ્ટ્રેલીયા અને ભારત (Australia vs India) વચ્ચેની ટેસ્ટ મેચ ફીક્સ હતી.

Cricket: ભારતમાં રમાયેલી ટેસ્ટ મેચ ફિક્સીંગને ICC એ નકાર્યુ, તપાસમાં કોઇ પૂરાવા હાથ ના લાગ્યા
ICC

Follow us on

ICC એ એક મીડિયા રિપોર્ટસના મેચ ફિક્સીંગ (Match Fixing) ના દાવાને લઇને પ્રતિક્રિયા દર્શાવી હતી. એક મીડિયા સંસ્થા દ્રારા 2018માં ડોક્યુમેન્ટરી પ્રદર્શીત કરવા દરમ્યાન દાવો કરવામાં આવ્યો હતો કે, 2016માં ચેન્નાઇમાં ઇંગ્લેંડ અને ભારત (England vs India) તેમજ 2017માં રાંચીમાં ઓસ્ટ્રેલીયા અને ભારત (Australia vs India) વચ્ચેની ટેસ્ટ મેચ ફીક્સ હતી. આઇસીસી એ કહ્યુ કે તે રમતને જે રિતે ફિક્સ બતાવવામાં આવી છે તેને ફિક્સ કહેવીએ અકલ્પનીય છે.

જે પ્રમાણે એક ચોક્કસ મીડિયા એ દર્શાવેલ પાંચ લોકોને આઇસીસીએ ક્લીન ચીટ આપી હતી, તેમનુ વર્તન ભલે શંકાસ્પદ હોય પરંતુ તેમની સામે કોઇ જ પૂરાવા મળ્યા નથી. પ્રદર્શિત ડોક્યુમેન્ટરીમાં સટ્ટોડીયા અનિલ મુનવ્વરને એમ દાવો કરતો દર્શાવવામા આવ્યો હતો કે, તેમનો ફિક્સીંગનો ઇતિહાસ રહ્યો છે. ફિક્સ મેચમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી ભારતીય ટીમની પણ બે મેચ છે. આઇસીસીએ તે દાવાઓની તપાસ હાથ ધરી હતી.

આઇસીસીએ કહ્યુ હતુ કે, તેણે ચાર સ્વતંત્ર સટ્ટેબાજી અને ક્રિકેટ વિશેષજ્ઞો દ્રારા તપાસ હાથ ધરી હતી. ચારેય એ કહ્યુ હતુ કે, જે હિસ્સાને કથિત રીતે ફિક્સ કહેવામાં આવી રહ્યો છે તે, પુરી રીતે અપેક્ષીત હતો તેને ફિક્સ ના ગણી શકાય. આઇસીસી એ જે વ્યક્તિઓના નામના ખુલાસા નથી કર્યા જેમને ક્લીન ચિટ આપવામાં આવી છે. જોકે સુત્રોનુ કહેવુ છે કે, તેમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર હસન રઝા, શ્રીલંકાના થરંગા ઇંડીકા અને થારિંડુ મેંડિસ સામેલ હતા. તેમણે આઇસીસીની તપાસમાં ભાગ લીધો હતો.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

મુંબઇના પ્રથમ શ્રેણીના ક્રિકેટર રોબિન મોરિસનો પણ તેમાં ઉલ્લેખ હતો , જો કે તે તપાસનો હિસ્સો નહોતો. આઇસીસી એ કહ્યુ હતુ કે, આઇસીસીની ભ્રષ્ટાચાર નિરોધક સંહિતા ના રુપે આ પાંચેય સામે કોઇ આરોપ નથી બનતો. તેમની સામે કોઇ જ મજબૂત અને વિશ્વસનીય પૂરાવા નથી. આઇસીસી ના જનરલ મેનેજર (ઇન્ટીગ્રીટી) એલેક્સ માર્શલ એ કહ્યુ હતુ કે, કાર્યક્રમમાં જે દાવા કરવામાં આવ્યા, તે નબળા હતા. તેની તપાસ કરવાને લઇને જાણકારી મળી કે, તે વિશ્વસનીય પણ નથી. ચારેય વિશેષજ્ઞોનુ પણ આ જ માનવુ છે.

Next Article