Cricket: પૂર્વ ક્રિકેટર અને BCCIના રેફરી રાજેન્દ્રસિંહ જાડેજાનું કોરાનાને લઈને અવસાન

|

May 16, 2021 | 9:10 PM

સૌરાષ્ટ્રના પૂર્વ ઝડપી બોલર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના રેફરી રાજેન્દ્રસિંહ જાડેજા (Rajendrasinh Jadeja)નું કોરાના સંક્રમણને લઈને નિધન થયુ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ (Saurashtra Cricket Association)એ આ જાણકારી આપી છે.

Cricket: પૂર્વ ક્રિકેટર અને BCCIના રેફરી રાજેન્દ્રસિંહ જાડેજાનું કોરાનાને લઈને અવસાન
Rajendrasinh Jadeja

Follow us on

સૌરાષ્ટ્રના પૂર્વ ઝડપી બોલર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના રેફરી રાજેન્દ્રસિંહ જાડેજા (Rajendrasinh Jadeja)નું કોરાના સંક્રમણને લઈને નિધન થયુ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ (Saurashtra Cricket Association)એ આ જાણકારી આપી છે.

 

જાડેજા 66 વર્ષીય હતાં. SCAએ નિવેદનમાં કહ્યુ હતુ કે રાજેન્દ્રસિંહ જાડેજાના નિધનથી SCAમાં સૌ કોઈ દુ:ખી છે, જે સૌરાષ્ટ્રના અતિતના સૌથી શાનદાર ક્રિકેટરોમાંથી એક છે. કોવિડ 19ના સામે લડાઈ લડતા આજે નિધન થયુ હતુ.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

 

જાડેજા જમણેરી ઉમદા ઝડપી બોલર હોવા ઉપરાંત સારા ઓલરાઉન્ડર પણ હતા. તેમણે 50 પ્રથમ શ્રેણી અને 11 લિસ્ટ એ મેચમાં ક્રમશઃ 134 અને 14 વિકેટ ઝડપી હતી. તેમણે બંને ફોર્મેટમાં 1536 અને 104 રન બનાવ્યા હતા. જાડેજા 53 પ્રથમ શ્રેણી, 18 લીસ્ટ એ અને 34 ટી20 મેચમાં BCCI ના અધિકારીક રેફરી પણ રહ્યા છે. તેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘના પસંદગીકાર, કોચ અને ટીમ મેનેજર પણ રહ્યા છે.

 

બીસીસીઆઈ અને એસસીએના પૂર્વ સચિવ નિરંજન શાહે કહ્યું હતુ કે રાજેન્દ્ર સિંહ જાડે સ્તર, શૈલી, નૈતિકતા અને શાનદાર ક્રિકેટ ક્ષમતાવાળુ વ્યક્તિત્વ ધરાવતા હતા. ક્રિકેટ પ્રત્યે તેમનુ સમર્પણ અને યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.

 

એસસીએ અધ્યક્ષ જયદેવ શાહે પણ તેમના નિધનને લઈને શોક વ્યક્ત કર્યો હતો. આ વિશ્વ ક્રિકેટને મોટુ નુકશાન છે. રાજેન્દ્ર સર જે લોકોને હું મળ્યો તે પૈકીના તેઓ શાનદાર વ્યક્તિ હતા. હું ભાગ્યશાળી રહ્યો હતો કે, અમારા મુખ્ય કોચ. મેનેજર અને માર્ગદર્શક રહેતા મે અનેક મેચ રમી હતી.

 

આ પણ વાંચો: Cricket: ઇંગ્લેંડ પ્રવાસ સાથે આ ખેલાડીઓને પોતાના ભવિષ્ય જોખમમાં મુકાવવાનો ભય, જાણો

Next Article