Cricket: એબી ડિવિલયર્સની વાપસીની ચર્ચાને લઇને માર્ક બાઉચરે કહ્યુ, નિવૃત રહેવાના નિર્ણયનું સન્માન છે

|

May 19, 2021 | 5:27 PM

સાઉથ આફ્રિકા (South Africa) ની ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન એબી ડિવિલીયર્સ (AB de Villiers) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફરીથી રમશે કે કેમ તેને લઇને ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ આ ચર્ચા કેમ પકડાઇ અને એબી કેમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરવા માંગતો નથી તેવા અનેક સવાલો પણ ફેન્સને થઇ રહ્યા છે.

Cricket: એબી ડિવિલયર્સની વાપસીની ચર્ચાને લઇને માર્ક બાઉચરે કહ્યુ, નિવૃત રહેવાના નિર્ણયનું સન્માન છે
AB de Villiers-Mark Boucher

Follow us on

સાઉથ આફ્રિકા (South Africa) ની ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન એબી ડિવિલીયર્સ (AB de Villiers) આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ફરી થી રમશે કે કેમ તેને લઇને ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ આ ચર્ચા કેમ પકડાઇ અને એબી કેમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરવા માંગતો નથી તેવા અનેક સવાલો પણ ફેન્સને થઇ રહ્યા છે. ક્રિકેટ સાઉથ આફ્રિકા (Cricket South Africa) એ પણ એબીના પરત ફરવાને લઇને સ્પષ્ટતા કરી લીધી હતી. બોર્ડ દ્રારા સ્પષ્ટ બતાવવામાં આવ્યુ હતુ કે, તે નિવૃત્તી પર કાયમ છે.

હવે એબી ડિવિલીયર્સ એ ફરી થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરવા થી કેમ ઇન્કાર કર્યો, તે અંગે આફ્રિકાના કોચ માર્ક બાઉચરે (Coach Mark Boucher) ખુલાસો કર્યો છે. બાઉચર એ કહ્યુ હતુ કે, એબી ને પોતાના કેટલાક કારણો છે, જેમનુ હું સન્માન કરુ છુ. દુર્ભાગ્ય થી તે હવે ટીમમાં નથી, હું તે વાતને દુર્ભાગ્ય હોવાનુ કહી રહ્યો છુ. કારણ કે એબી હજુ પણ બેસ્ટ ખેલાડીઓમાંથી એક છે. તેણે એ પણ ચિંતા દર્શાવી કે, જો તે એમ કરવા થી અન્ય ખેલાડીઓના આગળ આવવાને લઇને ચિંતીત હોવાનો સંકેત આપ્યો હતો. જે સિસ્ટમનો હિસ્સો રહ્યા છે. મને લાગે છે કે, આ બાબત જ તેની વાપસીની આડે આવી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

માર્ક બાઉચર એ કહ્યુ કે, તે એબીના નિર્ણયનુ સન્માન કરુ છું. હવે આગળ વધવાનો સમય છે. એક કોચ હોવાને નાતે મારી ફરજ છે કે, હું ટીમના માટે બેસ્ટ ખેલાડીઓ સામે લાવુ. એબી એવો ખેલાડી છે, જે કોઇ પણ કંડીશનમાં ટીમ માટે એનર્જી બુસ્ટર છે. જોકે તેમણે જે કારણ દર્શાવ્યુ તેનુ હું સન્માન કરુ છુ. એબીએ વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી હતી. જોકે ત્યાર બાદ પણ ટી20 ક્રિકેટમાં વિસ્ફોટક બેટ્સમેન ગણાતો હતો.

Next Article