Cricket: અશ્વિનને અચાનક વ્હાઇટ બોલ યાદ આવ્યો, વાસિમ અક્રમનો વિડીયો શેર કરી પુછી લીધુ આમ

|

May 16, 2021 | 12:36 PM

ભારતીય દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) લાંબા સમય થી મર્યાદિત ઓવરની ક્રિકેટ થી દુર છે. ટીમ ઇન્ડીયા (Team India) વતી તે વ્હાઇટ બોલ ક્રિકેટ સાથે લાંબા સમય થી ફેનને મેદાનમાં જોવા મળ્યો નથી.

Cricket: અશ્વિનને અચાનક વ્હાઇટ બોલ યાદ આવ્યો, વાસિમ અક્રમનો વિડીયો શેર કરી પુછી લીધુ આમ
Ravichandran Ashwin

Follow us on

ભારતીય દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) લાંબા સમય થી મર્યાદિત ઓવરની ક્રિકેટ થી દુર છે. ટીમ ઇન્ડીયા (Team India) વતી તે વ્હાઇટ બોલ ક્રિકેટ સાથે લાંબા સમય થી ફેનને મેદાનમાં જોવા મળ્યો નથી. આઇપીએલ 2021માં પણ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વતી થી રમી રહ્યો હતો. પંરંતુ તેમના પરિવારમાં કેટલાક સદસ્યો કોરોનામાં સપડાઇ જવાને લઇને આઇપીએલ 2021 થી બ્રેક લીધો હતો. હાલમાં અશ્વિને ટ્વીટર પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર વાસિમ અક્રમ (Wasim Akram) બોલીંગ કરતો નજર આવી રહ્યો છે. જે રિવર્સ સ્વિંગ કરાવતો જોવા મળી રહ્યો છે.

અશ્વિન એ ટ્વીટર વિડીયોને શેર કરતા લખ્યુ છે કે, હેલો વ્હાઇટ બોલ, આજકાલ ક્યાં છે ? આ 44 મી ઓવર છે અને કિંગ વાસિમ અક્રમની રિવર્સ સ્વિંગ શાનદાર છે. આ વિડીયો જૂનો છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે આ વન ડે મેચ રમાઇ રહી છે. પોતાની રિવર્સ સ્વીંગ બોલીંગ માટે જાણીતા વાસિમ અક્રમ ઇનીંગની 44 મી ઓવરમાં શાનદાર રીતે રિવર્સ સ્વિંગ કરાવી રહ્યો છે. બેટ્સમેનો પાસે તેમની રિવર્સ સ્વિંગ નો કોઇ જવાબ નજર નથી આવી રહ્યો છે.

https://twitter.com/ashwinravi99/status/1393596592385454088?s=20

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

જુલાઇ 2017 દરમ્યાન 34 વર્ષીય અશ્વિન એ ભારત તરફ થી આખરી વાર મર્યાદીત ઓવરની મેચ રમી હતી. અશ્વિન એ આ વર્ષે એક ઇન્ટરવ્યુમાં પણ કહ્યુ હતુ કે, તમારે પોતાના થી પ્રતિસ્પર્ધા કરવાની જરુર છે. મે નિશ્વિત રુપ થી સંતુલન કર્યુ છે અને જીવનમાં ઘણું બધુ શિખ્યુ છે. જ્યારે પણ વન ડે અથવા ટી20 ટીમમાં વાપસી માટે પુછવામાં આવે છે, તો મને લાગે છે કે તે સવાલ હસવાને યોગ્ય છે.

ટી20 આંતરરાષ્ટ્રીય ની વાત કરવામાં આવે તો, અશ્વિન ભારત માટે સૌથી વધારે વિકેટ લેવાના મામલામાં ત્રીજા સ્થાન પર છે. અશ્વિને 46 ટી20 મેચમાં 52 વિકેટ ઝડપી છે. જો વન ડેની વાત કરવામાં આવે તો, 111 વન ડે વિકેટ ધરાવે છે, જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં તે 400 થી વધારે વિકેટ ધરાવે છે.

Next Article