સ્કૂટર લઈને બાળક ચાલુ મેચમાં મેદાનમાં ઘુસ્યો, મેચ અધવચ્ચે રોકવી પડી જુઓ Video

|

May 10, 2022 | 4:27 PM

ઈંગ્લેન્ડમાં એક ક્લબ ક્રિકેટ મેચ દરમિયાન એક બાળક સ્કૂટર લઈને પીચ પર પહોંચ્યો ત્યારે તમામ ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તેને કોઈએ રોક્યો નહીં અને તેણે પીચ પર સ્કૂટર પણ ચલાવ્યું, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યો છે.

સ્કૂટર લઈને બાળક ચાલુ મેચમાં મેદાનમાં ઘુસ્યો, મેચ અધવચ્ચે રોકવી પડી જુઓ Video
સ્કૂટર લઈને બાળક ચાલુ મેચમાં મેદાનમાં ઘુસ્યો
Image Credit source: TWITTER VIDEO SCREENSHOT

Follow us on

Video: ઘણીવાર ચાહકો (Pitch invasion) ક્રિકેટના મેદાનમાં પ્રવેશ કરે છે. તેમના મનપસંદ ખેલાડીઓ સાથે હાથ મિલાવવા માટે તેઓ સુરક્ષા વ્યવસ્થાને તોડીપિચ સુધી પહોંચે છે, જેના કારણે રમત બંધ કરવી પડે છે. પરંતુ ઈંગ્લેન્ડમાં એક મેચ દરમિયાન હદ થઈ ગઈ હતી. ત્યાં એક ક્લબ ક્રિકેટ (Cricket)મેચ દરમિયાન બાળક માત્ર મેદાન જ નહીં પરંતુ પીચ પર પણ પહોંચી ગયો હતો. નવાઈની વાત એ છે કે આ બાળક સ્કૂટર લઈને પીચ પર પહોંચ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોવા મળે છે કે ખેલાડીઓ પીચ પર ઉભા છે અને ત્યારે જ એક બાળક પોતાનું સ્કૂટર ચલાવીને પીચ પર પહોંચે છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?

 

બાળકને જોઈને તમામ ખેલાડીઓ દંગ રહી જાય છે. કોઈ તેને કશું કહેતું નથી. અમ્પાયરો પણ આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આખરે સુરક્ષા તોડીને બાળક કેવી રીતે પીચ સુધી પહોંચ્યું? બાળકના કારણે રમત અટકી જાય છે. બાળકને કોઈ કંઈ બોલે તે પહેલા તે પોતાનું સ્કૂટર ફેરવીને પાછો ચાલ્યો જાય છે.

રણજી મેચ દરમિયાન કાર મેદાનમાં ઘુસી ગઈ હતી

તમને જણાવી દઈએ કે, બાળક સ્કૂટર લઈને પ્રવેશ્યું છે, પરંતુ રણજી ટ્રોફી દરમિયાન એક વ્યક્તિ જીપ લઈને મેદાનમાં ઘુસ્યો હતો. મોટી વાત એ છે કે આ મેચમાં ગૌતમ ગંભીર, ઈશાંત શર્મા, સુરેશ રૈના, ઋષભ પંત જેવા ખેલાડીઓ પણ રમી રહ્યા હતા. આ મેચ દિલ્હીના પાલમ એરફોર્સ ગ્રાઉન્ડ પર રમાઈ રહી હતી. સાંજની રમત ચાલી રહી હતી અને એક કાર પીચ પર પહોંચી. આ ઘટના બાદ ભારે હોબાળો મચી ગયો હતો કારણ કે, આ મેદાનના મુખ્ય દરવાજા પર કોઈ સુરક્ષા ન હતી. જોકે, બાદમાં કાર ચલાવનાર વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યો હતો.

જાર્વોએ મેદાનમાં પ્રવેશ કર્યો હતો

તમને જણાવી દઈએ કે ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ડેનિયલ જાર્વિસ ઉર્ફે જાર્વો મેદાનમાં ઘૂસણખોરી કરીને જ ખૂબ લોકપ્રિય થઈ ગયો હતો. લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન જાર્વો જ્યારે મેદાનમાં ઉતર્યો ત્યારે બધા દંગ રહી ગયા હતા. આ પછી તે ઓવલ ટેસ્ટ દરમિયાન પણ મેદાનમાં ઉતર્યો હતો. આટલું જ નહીં જાર્વોની ટક્કર જોની બેયરસ્ટો સાથે પણ થઈ હતી. આ ઘટના બાદ બેયરસ્ટો પર ઓવલમાં પ્રવેશવા પર આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડની પીચ પર ઘુસણખોરો વિરુદ્ધ નિયમો ઘણા કડક છે.

Next Article