વેસ્ટ ઈન્ડીઝ ટીમમાં કોરોનાનો ફફડાટ, બાંગ્લાદેશ પ્રવાસ માટે 12 ખેલાડીઓનો નનૈયો

|

Dec 30, 2020 | 5:27 PM

વેસ્ટ ઈન્ડીઝ (West Indies)ના બાંગ્લાદેશ પ્રવાસ (Bangladesh Tour)ને લઈને ટીમનું એલાન થઈ ચુક્યુ છે. જેમાં ટેસ્ટ ટીમના કેપ્ટન જેસન હોલ્ડર (Jason Holder), વાઈસ કેપ્ટન રોસ્ટન ચેઝ (Roston Chase) અને T20 તેમજ વન ડે ટીમ માટેના કેપ્ટન કાયરન પોલાર્ડ (Kieran Pollard)ના નામ નથી. કારણ કે કોરોના વાયરસને લઈને હાલના સમયમાં તેમણે પોતાના નામ પરત લીધા છે. […]

વેસ્ટ ઈન્ડીઝ ટીમમાં કોરોનાનો ફફડાટ, બાંગ્લાદેશ પ્રવાસ માટે 12 ખેલાડીઓનો નનૈયો

Follow us on

વેસ્ટ ઈન્ડીઝ (West Indies)ના બાંગ્લાદેશ પ્રવાસ (Bangladesh Tour)ને લઈને ટીમનું એલાન થઈ ચુક્યુ છે. જેમાં ટેસ્ટ ટીમના કેપ્ટન જેસન હોલ્ડર (Jason Holder), વાઈસ કેપ્ટન રોસ્ટન ચેઝ (Roston Chase) અને T20 તેમજ વન ડે ટીમ માટેના કેપ્ટન કાયરન પોલાર્ડ (Kieran Pollard)ના નામ નથી. કારણ કે કોરોના વાયરસને લઈને હાલના સમયમાં તેમણે પોતાના નામ પરત લીધા છે. તેમના સિવાય ડેરેન બ્રાવો, શામરાહ બ્રુક્સ, શેલ્ડન કોટ્રોલ, એવિન લુઇસ, શે હોપ, શિમરોન હેટમાયર અને નિકોલસ પૂરન પણ બાંગ્લાદેશના પ્રવાસે નહી જવાનો નિર્ણય કર્યો છે. ત્યાં ફાબિયન એલન અને શેન ડાવરિચ એ પણ વ્યક્તિગત કારણોસર પોતાને અલગ કરી લીધા છે.

વેસ્ટ ઈન્ડીઝના આમ 12 જેટલા ખેલાડીઓએ બાંગ્લાદેશ પ્રવાસ કોરોનાકાળમાં ખેડવાથી હટી જવાનુ પસંદ કર્યુ છે. તેને લઈને પ્રવાસના આકર્ષણ પર પણ અસર પડી શકે છે. આવી સ્થિતીમાં કેગ બ્રેથવેટને ટેસ્ટ અને જેસન મહંમદને વન ડે ટીમના કેપ્ટન બનાવાયા છે. બ્રેથવેટે વર્ષ 2018માં બાંગ્લાદેશ પ્રવાસમાં કેપ્ટનશીપ સંભાળી હતી તો મંહમદની પણ બે વર્ષ બાદ વાપસી થઈ છે.

ક્રિકેટ વેસ્ટ ઈન્ડીઝની પોલીસી છે કે કોઈ ખેલાડી સુરક્ષાને લઈને વિદેશ પ્રવાસથી પોતાનું નામ પરત લઈ શકે છે. તેનાથી ભવિષ્યમાં પસંદગી કરવા પર કોઈ અસર પડી શકે નહીં. આ પહેલા બ્રાવો અને હેટમાયર પણ જુલાઈ-ઓગષ્ટમાં ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પોતાનું નામ પરત લીધુ હતુ. બંનેએ પારિવારીક કારણ રજુ કરીને પ્રવાસથી હટી ગયા હતા. બાંગ્લાદેશ પ્રવાસ દરમ્યાન મુખ્ય 10 ચહેરાઓ નહીં હોવાને લઈને અનેક નવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. કાવેમ હોઝ અને શેન મૂસલીને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યુ છે. 26 વર્ષના મૂસલીને હાલમાં જ ટીમ સાથે જ હતો. તે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ પ્રવાસ પર રિઝર્વ બેટ્સમેન તરીકે સામેલ હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ન્યુઝીલેન્ડની સામે ટી20 ડેબ્યુ કરનારા કાઈલ માયર્સને ટેસ્ટ ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. તેણે 2019-20માં વેસ્ટ ઇન્ડીઝ માટે પ્રથમ શ્રેણીની ક્રિકેટમાં 15 ઈનીંગમાં 50.30ની સરેરાશથી 654 રન બનાવ્યા હતા. ટીમમાં ચાર સ્પિનર છે. ઝડપી બોલરોમાં કેમાર રોચ અને શેનોન ગ્રેબિયલ સામેલ છે.

Published On - 5:17 pm, Wed, 30 December 20

Next Article