Brisbane Test પર વધ્યો વિવાદ, ધમકીના સ્વરમાં ઓસ્ટ્રેલીયાના આરોગ્ય પ્રધાને કહ્યુ ‘ના આવવુ હોય તો ના આવો’

|

Jan 03, 2021 | 5:06 PM

ઓસ્ટ્રેલીયાના ક્વિસલેન્ડ (Queensland)માં આકરા ક્વોરન્ટાઈન નિયમોને લઈને ભારતીય ક્રિકેટ ટીમ બ્રિસબેન (Brisbane) જવાથી અણગમો વ્યક્ત કરવાથી ઓસ્ટ્રેલીયામાં હલચલ મચી ગઈ છે.

Brisbane Test પર વધ્યો વિવાદ, ધમકીના સ્વરમાં ઓસ્ટ્રેલીયાના આરોગ્ય પ્રધાને કહ્યુ ના આવવુ હોય તો ના આવો
Indian cricket team

Follow us on

ઓસ્ટ્રેલીયાના ક્વિસલેન્ડ (Queensland)માં આકરા ક્વોરન્ટાઈન નિયમોને લઈને ભારતીય ક્રિકેટ ટીમ બ્રિસબેન (Brisbane) જવાથી અણગમો વ્યક્ત કરવાથી ઓસ્ટ્રેલીયામાં હલચલ મચી ગઈ છે. ભારત અને ઓસ્ટ્ર્લીયા (Australia) વચ્ચે બ્રિસબેનમાં 15 જાન્યુઆરીથી ટેસ્ટ સીરીઝની ચોથી અને આખરી મેચ રમાનારી છે. પરંતુ જાણકારી સામે આવવા લાગી હતી કે ભારતીય ટીમ બ્રિસબેન જવાની અનિચ્છા રાખે છે. જોકે હજુ સુધી ભારતીય ટીમ કે BCCI દ્વારા આ અંગે કોઈ જ અધિકારીક બયાન સામે આવ્યુ નથી. આ દરમ્યાન ક્વિસલેન્ડ સરકારના મંત્રીના નિવેદનને લઈને વિવાદ વકરવા લાગ્યો છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઓસ્ટ્રેલીયાના રાજ્ય ક્વિસલેન્ડ એ ન્યુ સાઉથ વેલ્સને જોડતી પોતાની સીમાઓને બંધ કરી દીધી છે. ન્યુ સાઉથ વેલ્સના સિડની શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાઈરસના નવા કેસ સામે આવ્યા છે. જ્યાં સિડનીમાં જ બંને દેશો વચ્ચે સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રમાનારી છે. જો કે ક્વિસલેન્ડ સરકાર દ્વારા બ્રિસબેન ટેસ્ટ માટે બંને ટીમો અને બ્રોડકાસ્ટિંગ સભ્યોને કેટલીક છુટછાટ સાથે આવવાની પરવાનગી આપી હતી. જોકે સાથે જ કેટલીક સખ્તાઈ ભર્યા નિયમો પણ લાગુ કર્યા છે.

 

સખ્ત પાબંધીઓને લઈને જ ભારતી ટીમ નાખુશ દેખાઈ રહી છે. બ્રિસબેનના બદલે સિડનીમાં જ રહીને અંતિમ બંને ટેસ્ટ મેચ રમવાની ઈચ્છા રાખી રહી છે. જોકે આ અંગે બંને દેશના ક્રિકેટ બોર્ડ કે ટીમ દ્વારા કોઈ જ અધિકારીક નિવેદન સામે આવ્યુ નથી. ક્વિસલેન્ડ સરકારના મંત્રી દ્વારા ભડકાઉ નિવેદનોને લઈને મામલો વધુ પેચિદો બનતો લાગી રહ્યો છે.

 

મીડિયામાં પણ ભારતીય ટીમના હવાલાથી આવેલા સમાચારો પર ક્વિસલેન્ડના આરોગ્ય પ્રધાને તો એટલે સુધી કહી દીધુ કે, ટીમ ઈન્ડીયાએ આવવાની જરુરીયાત નથી. ક્વિસલેન્ડના આરોગ્ય પ્રધાન રોસ બેટ્સ (Ross Bates)એ પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્વારા પોતાનો જ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે આ જ મુદ્દા પર પુછવામાં આવેલા એક સવાલ પર જવાબ આપી રહ્યા છે. પોતાના જવાબમાં કહ્યુ છે કે, જો ભારતીય ટીમ નિયમોના હિસાબથી નથી ચાલવા માંગતા તો તે ના આવે.

 

ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલીયન બોર્ડના વચ્ચે શનિવારથી માહોલ ગરમાયેલો છે. ટીમ ઈન્ડીયાના વાઈસ કેપ્ટન રોહિત શર્મા સહિત પાંચ ભારતીય ખેલાડીઓને આઈસોલેશનમાં મોકલી દેવાયા છે. તેમની પર બાયો સિક્યોરીટી પ્રોટોકોલના ઉલ્લંઘનના આરોપો બાદ અલગ કરી દેવામાં આવ્યા હતા. બંને બોર્ડ દ્વારા પ્રોટોકોલ તોડવાના સંદર્ભમાં હકીકત જાણવાની તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. જો કે BCCI તમામ આરોપોને રદ કરી ચુકી છે અને કહ્યુ હતુ કે ભારતીય ખેલાડીઓને નિયમોને સારી રીતે જાણકારી છે અને પ્રવાસ દરમ્યાન તેમણે નિયમોનું યોગ્ય રીતે પાલન કર્યુ હતુ.

Next Article