AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Exclusive: ગુજ્જુ ખેલાડી પ્રજ્ઞા મોહન અઘરી મનાતી ગેમ્સનો હિસ્સો બની છે, ટ્રાયથ્લોન કેટલી મુશ્કેલ રમત છે સમજો તેના જ શબ્દોમાં-Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2022 | 8:06 PM
Share

TV9 Exclusive: ત્રણ તબક્કા એટલે કે ત્રણ કોઠા વિંધીને લક્ષ્ય સુધી પહોંચવા સમાન આ ગેમ છે, પ્રજ્ઞા મોહને (Pragnya Mohan) વિશેષ વાતચીત દ્વારા ટ્રાયથ્લોનના પડકાર સહિતની વાતો કરી છે. સાથે જ ગુજરાત સરકારના રમત ગમત ક્ષેત્રે કરેલા નવા પ્રયાસો અંગે પણ વાત કહી હતી.

કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022) ની શરુઆત થઈ ચુકી છે અને ભારતીય ખેલાડીઓ તેમનુ કૌશલ્ય દર્શાવી રહ્યા છે. ભારતીય ટીમમાં ગુજરાતી ખેલાડીઓ પણ સામેલ છે. અમદાવાદની પ્રજ્ઞા મોહન પણ (Pragnya Mohan) હિસ્સો લઈ રહી છે. તે ભારતીય ટ્રાયથ્લોન ટીમ (Triathlete) ની હિસ્સો છે. આ ગેમ્સને ખૂબ જ અઘરી માનવામાં આવે છે. આ ગેમમાં ખેલાડીએ પ્રદર્શન કરવુ એ ખરા અર્થમાં એક પડકાર રહે છે. તેણે ગેમ્સના ત્રણ તબક્કાને પસાર કરવા એ ત્રણ કોઠા વિંધીને લક્ષ્ય સુધી પહોંચવા સમાન છે. પ્રજ્ઞા મોહને TV9 ગુજરાતી સાથે વિશેષ વાતચીત કરી હતી. તેણે ગુજરાત સરકારના રમત ગમત ક્ષેત્રના સારા પ્રયાસ અને ખેલ મહાકુંભને લઈને પણ પોતાની વાત કરી હતી.

કેટલી મુશ્કેલ છે ટ્રાયથ્લોન ગેમ્સ, જાણો પ્રજ્ઞાના શબ્દોમાં

પ્રજ્ઞા મોહને કરેલી વિશેષ વાતચીતમાં પોતાની આ રમતના પડકારને સમજાવ્યો હતો. તેણે કહ્યુ કે, આ રમત એક મિશ્ર સ્પર્ધા છે. જેમાં સ્વીંમીંગ, સાઈકલીંગ અને રનિંગ એક બાદ એક સળંગ કરવાનુ હોય છે. જે રમતનો હિસ્સો છે. એટલે કે ખેલાડીએ સૌથી પહેલા તો 750 મીટર સ્વીંમીગ કરવાનુ હોય છે અને ત્યાર બાદ તે પૂર્ણ થતા જ તુરત જ 20 કિલોમીટર સાયકલીંગ કરવાની હોય છે. જે પૂર્ણ થતા જ 5 કિલોમીટરની દોડ પૂરી કરવાની હોય છે. આ બધુ જ એક બાદ એક સળંગ કરવાને લઈ શરીરને જાણે કે એક મુશ્કેલ પડકારમાંથી પાર કરાવવાનુ હોય છે.

તેણે કહ્યુ હતુ કે, અહીં કોમનવેલ્થમાં ઠંડા પાણી ધરાવતા તળાવમાં સ્વીંમીંગ કરવાનુ છે. જે કુદરતી તળાવ હોઈ તેમાં જાનવરોનો પણ ડર રહેતો હોય છે માટે તરતી વખતે એ પણ સતત ધ્યાન રાખવુ પડે છે, કે કોઈ જાનવાર કે અન્ય કોઈ અડચણ ના આવે. ત્યાર બાદ ડ્રેસિંગ ચેન્જ કરીને તુરત જ સાયક્લીંગ કરવાની હોય છે. અને તે પૂર્ણ થતા જ દોડ લગાવવાની હોય છે. આ એક મુશ્કેલ છે કે, તમારે શરીરને તેની સાથે તાલમેલ અપાવવો પડે છે અને આ દરમિયાન તુરત જ ડ્રેસિંગ પણ બદલવાના. આ બધુ જ પુર્ણ કરીને લક્ષ્ય હાંસલ કરવાનુ હોય છે.

સરકારે ત્રુટીઓ પુછી, જેથી દૂર કરી શકાય-પ્રજ્ઞા

અમદાવાદમાં રહીને આ પ્રકારની રમતની તાલીમ મેળવવા કેવી સુવિધા રહે છે, એવા સવાલના જવાબમાં કહ્યુ હતુ કે, કોચ સ્વીંમીંગ, સાયક્લીંગ તેમજ રનીંગના સારા મળ્યા છે. તેઓ આ બધી જ ગેમ્સની સારી તૈયારી કરાવે છે. ગુજરાત સરકારે પણ હવે આ દીશામાં ખૂબ જ સારી મદદ કરવાની શરુઆત કરી છે. પહેલા તો ઓછા પ્રમાણમાં સરકારી સુવિધા ઉપલબ્ધ હતી, પરંતુ હવે ખેલ મહાકુંભ અને અન્ય યોજનાઓ અમલમાં આવતા જ સવલતો મળવી શરુ થઈ છે, સાથે જ ખેલ મહાકુંભને લઈ લોકોમાં પડેલ કૌશલ્યને શોધાઈ રહ્યુ છે. એટલે કે પ્રતિભા બહાર આવી રહી છે. આ ખૂબ જ મહત્વનો ભાગ રમત માટે બની રહ્યો છે. જેના થકી રાજ્યના ખેલાડીઓ નેશનલ અને ઈન્ટરનેશનલ સ્તરે મોટા પ્રમાણમાં બહાર આવી રહ્યા છે. અને તે હવે સ્પર્ધા આપતા જોવા મળશે.

રમત ગમત પ્રધાન હર્ષ સંઘવીથી લઈને સરકારના પ્રતિનિધીઓ હવે સીધી વાતચીત કરે છે. હાલમાં જ આ રીતે પ્રધાને સૂચનો આવકાર્યા હતા, કે તમને કઈ ત્રુટીઓ જણાય છે. શુ કરવુ જોઈએ રમતો માટે એ તમામ બાબતોની ઉંડાણ અને રસપૂર્વક પૂછી હતી. જે રમતોના અને ખેલાડીઓના ભાવી માટે મહત્વની વાત છે.

ચાર્ટડ એકાઉન્ટ છે પ્રજ્ઞા

ગુજ્જુ ખેલાડી મોહને આ મુશ્કેલ રમત માટે દિવસના પાંચ કલાક જેટલી તાલિમ લેવા સાથે અભ્યાસ પણ લગન થી કર્યો છે. મોહન ચાર્ટડ એકાઉન્ટ થઈ છે. તેણે સારુ શિક્ષણ મેળવવા સાથે રમતમાં પણ ખૂબ જ સારુ પ્રદર્શન કર્યુ છે. તે વર્તમાન અને બહુવિધ વખત સાઉથ એશિયન અને નેશનલ ટ્રાયથલોન ચેમ્પિયન છે અને તેણે સાઉથ એશિયન ગેમ્સ અને નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.2015માં તેને એકલવ્ય એવોર્ડ , રાજ્યના સર્વોચ્ચ રમત પુરસ્કારથી નવાજવામાં આવી હતી.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">