CWG 2022: સુશીલા દેવીનો 8 વર્ષનો વનવાસ સમાપ્ત, પોલીસ દળમાં ફરજ બજાવતી PSI એ વધુ એક મેડલ અપાવ્યો

|

Aug 02, 2022 | 1:28 AM

ભારતીય જુડો ખેલાડી સુશીલા દેવી (Shushila Devi) એ કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માં સિલ્વર મેડલ જીત્યો હતો. સુશીલા એકમાત્ર ભારતીય મહિલા જુડોકા છે જેણે CWGમાં મેડલ જીત્યો છે.

CWG 2022: સુશીલા દેવીનો 8 વર્ષનો વનવાસ સમાપ્ત, પોલીસ દળમાં ફરજ બજાવતી PSI એ વધુ એક મેડલ અપાવ્યો
Sushila Devi મણીપુરમાં PSI તરીકે ફરજ બજાવે છે

Follow us on

વેઈટલિફ્ટિંગમાં જીતનો ઝંડો લહેરાવ્યા બાદ હવે ભારતની વધુ એક દીકરીએ કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022) માં દેશને મેડલ અપાવ્યો છે. બર્મિંગહામમાં ભારતની બેગમાં સિલ્વર મેડલ મુકનાર જુડોકા સુશીલા દેવી (Shushila Devi) વિશે વાત કરી રહ્યા છીએ. સુશીલા દેવીએ જુડોની 48 કિગ્રા વર્ગમાં આ મેડલ જીત્યો હતો. સોમવાર 1 ઓગસ્ટના રોજ યોજાયેલા દંડમાં સુશીલા દક્ષિણ આફ્રિકાની જુડોકા સામે હારી ગઈ હતી. મણિપુરની આ ખેલાડી પ્રિસિલા મોરેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. આ રીતે 8 વર્ષ બાદ સુશીલાએ CWG માં ફરી મેડલ જીત્યો છે. જોકે, આ વખતે પણ ગોલ્ડ માટે તેની રાહ ચાલુ રહી.

કોમનવેલ્થ ગેમ્સમાં સુશીલા દેવીનો બીજો મેડલ

તમને જણાવી દઈએ કે સુશીલા દેવીએ બીજી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો છે. પ્રથમ વખત તે ગ્લાસગોમાં યોજાયેલી ગેમ્સમાં ઉતરી હતી. 2014માં સુશીલાએ સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે, તે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા જુડોકા બની હતી. પરંતુ છેલ્લી વખત ગોલ્ડ કોસ્ટમાં 2018ની કોમનવેલ્થ ગેમ્સમાં જુડો રમત ન હતી, તેથી સુશીલા દેવી ભાગ લઈ શકી ન હતી. પરંતુ હવે પુરા 8 વર્ષ પછી સુશીલા દેવીને કોમનવેલ્થ ગેમ્સમાં પોતાને સાબિત કરવાનો મોકો મળ્યો અને તે તે કરવામાં સફળ પણ રહી.

સુશીલા દેવીની સફર

સુશીલા દેવી મણિપુરના છે. વર્ષ 1995માં જન્મેલી સુશીલાએ માત્ર 8 વર્ષની ઉંમરે જ જુડોની તાલીમ શરૂ કરી હતી. તેના કાકા પોતે આંતરરાષ્ટ્રીય જુડો ખેલાડી રહી ચૂક્યા છે. તે જ સમયે, તેનો મોટો ભાઈ જુડોમાં બે વખતનો સુવર્ણ ચંદ્રક વિજેતા છે, જે હાલમાં બીએસએફમાં નોકરી કરે છે. સુશીલા દેવીએ પોતે 2017માં મણિપુર પોલીસમાં નોકરી મેળવી હતી અને હાલમાં તે ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહી છે. મણિપુર પોલીસની આ મહિલા ઈન્સ્પેક્ટરે હવે બર્મિંગહામમાં કમાલ કરી બતાવી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સુશીલા દેવી ભારતની દિગ્ગજ જુડોકા

સુશીલા દેવીની વાત કરીએ તો તે ભારતના મહાન જુડોકામાંની એક છે. આ ખેલાડીએ વર્ષ ૨૦૧૫માં ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાય કર્યું હતું અને તે આ સિદ્ધિ મેળવનારી ભારતીય ઈતિહાસની એકમાત્ર ખેલાડી છે. આ સિવાય સુશીલા દેવીએ વર્ષ 2019 કોમનવેલ્થ જુડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો. આ ખેલાડીએ એશિયન ઓપન ચેમ્પિયનશિપ 2018 અને 2019માં સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે, ગયા વર્ષે તાશ્કંદ ગ્રાન્ડ સ્લેમમાં સુશીલા બીજા રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ હતી. પરંતુ હવે તેણે બર્મિંગહામમાં પોતાની ક્ષમતા બતાવી છે.

Next Article