CWG 2022: વિનેશ ફોગાટની ગોલ્ડન હેટ્રિક, ટેબલ ટેનિસ ટીમનું દમદાર પ્રદર્શન, CWG માં આ 4 રમતમાં ફરી જોવા મળ્યો ગોલ્ડન સમય

|

Aug 09, 2022 | 8:14 AM

બર્મિંગહામ ગેમ્સમાં ભારતને કુલ 22 ગોલ્ડ મેડલ મળ્યા છે. જેમાંથી મોટાભાગના ખેલાડીઓએ પ્રથમ વખત આ સફળતા હાંસલ કરી હતી. પરંતુ 4 ઈવેન્ટ્સ સતત બીજી વખત ભારત માટે ગોલ્ડ લઈને આવ્યા હતા.

CWG 2022: વિનેશ ફોગાટની ગોલ્ડન હેટ્રિક, ટેબલ ટેનિસ ટીમનું દમદાર પ્રદર્શન, CWG માં આ 4 રમતમાં ફરી જોવા મળ્યો ગોલ્ડન સમય
Vinesh Phogat (PC: PTI)

Follow us on

કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) પૂર્ણ થઈ ગઈ છે. ઈંગ્લેન્ડના પ્રખ્યાત શહેર બર્મિંગહામમાં 11 દિવસ સુધી આ ગેમ્સનો ભવ્ય અને સફળ કાર્યક્રમ યોજાયો હતો. રમતગમતની દૃષ્ટિએ આ રમતો ભારત માટે પણ સારી સાબિત થઈ. શૂટિંગ જેવી રમતની ગેરહાજરી હોવા છતાં ભારતે અન્ય રમતો દ્વારા દમદાર પ્રદર્શન કર્યું અને કુલ 61 મેડલ (2018માં 66 મેડલ) જીત્યા. ઘણા ખેલાડીઓએ પ્રથમ વખત મેડલ જીત્યા હતા. કેટલાકે તેમના મેડલનો રંગ બદલ્યો હતો. પરંતુ 4 ખેલાડીઓ અથવા ટીમો એવા હતા જેમણે આ વખતે પણ ચાર વર્ષ પહેલા જીતેલા ગોલ્ડ મેડલને જાળવી રાખ્યો હતો.

4 ઇવેન્ટ્સ જ્યા 4 વર્ષ બાદ પણ ગોલ્ડન સમય જોવા મળ્યો

  1. મીરાબાઈ ચાનુઃ આ વખતે ભારત તરફથી ગોલ્ડ મેડલની સૌથી મોટી ગેરંટી જો કોઈ પાસે હોય તો તે મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) હતી. ભારતની સ્ટાર વેઇટલિફ્ટરે 2018 ગોલ્ડ કોસ્ટ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યાર બાદ તે ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર જીતવામાં પણ સફળ રહી હતી. આવી સ્થિતિમાં તેની પાસેથી સોનાની અપેક્ષા હતી અને તેણે નિરાશ ન કર્યા. મીરાબાઈ ચાનુએ બર્મિંગહામ ગેમ્સમાં દેશ માટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો અને પોતાની સફળતાનો સિલસિલો જારી રાખ્યો.
  2. મેન્સ ટીમ ઈવેન્ટ ટેબલ ટેનિસઃ ભારતની મેન્સ ટેબલ ટેનિસ ટીમ પણ નિરાશ ન થઈ અને 2018માં ચેમ્પિયન બનીને 2022માં તે ટાઈટલનો બચાવ કર્યો. આ વખતે પણ ભારતીય ટીમમાં અનુભવી ખેલાડી અચંતા શરથ કમલ, જી સાથિયાન, હરમીત દેસાઈ અને સાનિલ શેટ્ટી હતા. તેમણે TT માં ભારત માટે બર્મિંગહામ 2022નો પહેલો મેડલ જીત્યો હતો, તે પણ ગોલ્ડ.
  3. બજરંગ પુનિયાઃ બર્મિંગહામ 2022ની સૌથી મહત્વની બાબત ભારતીય કુસ્તીબાજોનું પ્રદર્શન હતું. મહિલા અને પુરૂષો સહિત કુલ 12 કુસ્તીબાજો મેટ પર ઉતર્યા અને બધાએ કેટલાક મેડલ જીત્યા. જેમાં ભારતને 6 ગોલ્ડ મળ્યા હતા અને એક ગોલ્ડ બજરંગ પુનિયાના નામે હતો. અનુભવી ભારતીય કુસ્તીબાજએ સતત ત્રીજી વખત ગેમ્સમાં મેડલ જીત્યો હતો. જેમાં તેણે સતત બીજી વખત ગોલ્ડ કબજે કરીને પોતાનું ગૌરવ જાળવી રાખ્યું હતું.
  4. વિનેશ ફોગાટઃ આ ગેમ્સ કેટલાક ખેલાડીઓ માટે ખૂબ જ ખાસ હતી. જેમના ગયા વર્ષના ઓલિમ્પિકના પ્રદર્શન બાદ સવાલો ઉઠી રહ્યા હતા. તેમાં અનુભવી કુસ્તીબાજ વિનેશ પણ સામેલ હતો. વિનેશ ફોગાટ ટોક્યોથી ખાલી હાથે પાછી આવી હતી. પરંતુ બર્મિંગહામમાં તેણે પોતાને અને દેશને નિરાશ ન થવા દીધું. વિનેશે સરળતાથી પોતાનો ગોલ્ડ મેડલ જીતી લીધો. આ રીતે વિનેશે સતત બીજી વખત નહીં પરંતુ સતત ત્રીજી વખત CWG ગોલ્ડ જીતીને પોતાની હેટ્રિક પૂરી કરી.
  5. ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
    ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
    તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
    જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
    Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
    શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
Next Article