CWG 2022: Para Powerlifting: Sudhir એ ભારતને છઠ્ઠો ગોલ્ડ મેડલ અપાવ્યો, પેરા પાવરલિફ્ટિંગમાં ઇતિહાસ રચ્યો

|

Aug 05, 2022 | 7:57 AM

પેરા પાવરલિફ્ટિંગમાં આ ગેમ્સમાં ભારત તરફથી આ પહેલો મેડલ છે. સુધીરે ગોલ્ડ સાથે ગેમ્સ રેકોર્ડ પણ બનાવ્યો હતો.

CWG 2022: Para Powerlifting: Sudhir એ ભારતને છઠ્ઠો ગોલ્ડ મેડલ અપાવ્યો, પેરા પાવરલિફ્ટિંગમાં ઇતિહાસ રચ્યો
Sudhir, Para Powerlifting (PC: TV9)

Follow us on

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) તરફથી ભારત માટે સતત સારા સમાચાર છે. વેઈટલિફ્ટર્સના ઉદય બાદ ભારતે પેરા પાવરલિફ્ટિંગમાં પણ સફળતા હાંસલ કરી છે. ભારતના સુધીરે (Sudhir) પેરા પાવરલિફ્ટિંગ (Para Powerlifting) માં દેશ માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. સુધીરે ગુરુવાર 4 ઓગસ્ટની મોડી રાત્રે પુરૂષોની હેવીવેઇટ કેટેગરીમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 134.5 પોઈન્ટ સાથે કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે આ ગેમ્સમાં ભારતના ગોલ્ડ મેડલની સંખ્યા 6 અને કુલ મેડલ 20 પર પહોંચી ગયા છે.

સુધીરે રેકોર્ડ સાથે રચ્યો ઇતિહાસ

સુધીર કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં પેરા પાવરલિફ્ટિંગ ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય પણ બન્યો હતો. પેરા પાવરલિફ્ટિંગમાં વિજેતાનો નિર્ણય પોઇન્ટના આધારે કરવામાં આવે છે. જેમાં ભાગ લેનારના શરીરના વજન અને તેના દ્વારા ઉઠાવવામાં આવેલા વજનના આધારે પોઇન્ટ નક્કી કરવામાં આવે છે. 87 કિલોગ્રામ સુધીરે તેના પ્રથમ પ્રયાસમાં 208 કિલો વજન ઉઠાવ્યું અને 132થી વધુ પોઈન્ટ મેળવીને પ્રથમ સ્થાને રહ્યો હતો. જો કે આ સમય દરમિયાન તેને નાઈજિરિયન પાવરલિફ્ટર તરફથી પડકારનો સામનો કરવો પડ્યો હતો. જેણે સુધીરને તેના બીજા પ્રયાસ સાથે બીજા સ્થાને ધકેલી દીધો હતો.

નાઇઝીરિયાના ખેલાડીએ આપ્યો હતો પડકાર

ભારતીય એથ્લેટે પોતાનો આત્મવિશ્વાસ જાળવી રાખ્યો અને બીજા પ્રયાસમાં 212 કિલો વજન ઉપાડીને રેકોર્ડ 134.5 પોઈન્ટ હાંસલ કર્યા. નાઈજીરીયાનો ઈકેચુકવુ ક્રિશ્ચિયન ઉબીચુકુ તેના છેલ્લા પ્રયાસમાં 203 કિલો વજન ઉપાડવામાં નિષ્ફળ રહ્યો. જેના કારણે સુધીરનો ગોલ્ડ મેડલ જીત્યો.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

સુધીર તેના છેલ્લા પ્રયાસમાં 217 કિલો વજન ઉપાડવામાં નિષ્ફળ રહ્યો. પરંતુ તેની અસર પરિણામ પર પડી નહીં અને તેણે આ ગેમ્સમાં ભારત માટે એકંદરે છઠ્ઠો ગોલ્ડ મેડલ જીત્યો હતો. નાઈજીરીયાના ઈકેચુકુ ક્રિશ્ચિયન ઉબીચુકુએ 133.6ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે સ્કોટલેન્ડના મિકી યુલે 130.9ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ક્રિશ્ચિયને 197 કિગ્રા જ્યારે યુલે 192 કિગ્રા વજન ઉપાડ્યું હતું.

કઇ રીતે મળે છે પોઇન્ટ્સ

પાવરલિફ્ટિંગમાં વેઈટ લિફ્ટિંગ શરીરના વજન અને ટેકનિક પ્રમાણે પોઈન્ટ આપવામાં આવે છે. સમાન વજન ઉપાડવા માટે શારીરિક રીતે ઓછા વજનવાળા ખેલાડીને બીજા કરતા વધુ પોઈન્ટ મળતા હોય છે.

અન્ય મેચોમાં નિરાશા

જોકે ગુરુવારથી જ શરૂ થયેલી અન્ય પેરા પાવરલિફ્ટિંગ ઈવેન્ટ્સમાં ભારતને સફળતા મળી નથી. મનપ્રીત કૌર અને સકીના ખાતૂન મહિલાઓની લાઇટવેટ ફાઇનલમાં અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને રહીને મેડલ મેળવવાથી ચૂકી ગયા હતા. જ્યારે પુરુષોની લાઇટવેઇટ ફાઇનલમાં ત્રણેય પ્રયાસો નિષ્ફળ જતાં પરમજીત કુમાર છેલ્લા સ્થાને રહ્યા હતા.

Next Article