CWG 2022 Para Table Tennis: Bhavina Patel નુ શાનદાર પ્રદર્શન, ભારતને અપાવ્યો 13મો ગોલ્ડ મેડલ

|

Aug 07, 2022 | 2:10 AM

ભાવિના પટેલે (Bhavina Patel) ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો હતો અને આ વખતે તેને CWGમાં ગોલ્ડ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.

CWG 2022 Para Table Tennis: Bhavina Patel નુ શાનદાર પ્રદર્શન, ભારતને અપાવ્યો 13મો ગોલ્ડ મેડલ
Bhavina Patel એ ગોલ્ડ મેડલ જીત્યો

Follow us on

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games) નો 9મો દિવસ પણ ભારત માટે શાનદાર સાબિત થયો. કુસ્તીબાજોના સુવર્ણ પ્રદર્શન બાદ ભારતની સ્ટાર પેરા ટેબલ ટેનિસ (Para Table Tennis) ખેલાડી ભાવિના પટેલે (Bhavina Patel) અપેક્ષાઓ સાચી પુરવાર કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. એક વર્ષ પહેલા ઓગસ્ટમાં ટોક્યો પેરાલિમ્પિક્સમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીતીને દેશભરમાં પોતાની ઓળખ બનાવનાર ભાવિનાએ કોમનવેલ્થ ગેમ્સમાં તેનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે ભારતની બેગમાં પેરા ટેબલ ટેનિસનો પહેલો જ્યારે કુલ 13મો ગોલ્ડ આવ્યો.

સોનલબેને બ્રોન્ઝ જીત્યો

ભારતીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી સોનલબેન મનુભાઈ પટેલે મહિલા સિંગલ્સ કેટેગરીમાં 3-5 થી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ખેલાડીએ બ્રોન્ઝ મેડલ પ્લે-ઓફમાં ઈંગ્લેન્ડની સુ બેઈલીને 11-5, 11-2, 11-3થી હરાવ્યો હતો.

Published On - 1:47 am, Sun, 7 August 22

Next Article