CWG 2022 Medal Tally: ભારત પર મેડલનો વરસાદ, જાણો હવે મેડલ ટેબલમાં ક્યાં છે

|

Aug 07, 2022 | 9:52 AM

CWG 2022 નો નવમો દિવસ ભારત માટે સૌથી સફળ રહ્યો અને ભારતીય ખેલાડીઓએ કુસ્તીથી લઈને પેરા ટેબલ ટેનિસ સુધીના 4 ગોલ્ડ સહિત કુલ 14 મેડલ જીત્યા.

CWG 2022 Medal Tally: ભારત પર મેડલનો વરસાદ, જાણો હવે મેડલ ટેબલમાં ક્યાં છે
Medal Tally at CWG 2022 (PC: TV9)

Follow us on

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) નો નવમો દિવસ ભારતીય એથ્લેટ્સ માટે સારો રહ્યો અને પરિણામે ભારતે મેડલ ટેબલમાં પણ પોતાનું પ્રદર્શન સુધાર્યું. 6 ઓગસ્ટ શનિવારના રોજ ભારતના ખાતામાં કુસ્તીથી લઈને એથ્લેટિક્સ અને લૉન બોલમાં કુલ 14 મેડલ આવ્યા. આ રીતે આ રમતોમાં ભારત માટે તે સૌથી સફળ દિવસ હતો. તો બોક્સિંગ, ટેબલ ટેનિસ, ક્રિકેટ અને હોકીમાં ભારતના ઘણા મેડલની મહોર મારી હતી. નવમા દિવસના અંતે ભારતે કુલ 13 ગોલ્ડ સાથે પાંચમા સ્થાને પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું.

એથ્લેટિક્સ-લોન બોલ્સમાં ઇતિહાસ રચ્યો

શનિવારે ભારત માટે પહેલો મેડલ ટ્રેક પરથી આવ્યો હતો. જ્યાં અવિનાશ સાબલે 3000 મીટર સ્ટીપલચેસમાં સિલ્વર જીતીને બધાને ચોંકાવી દીધા હતા. ત્યાર બાદ ટ્રેક પરથી જ પ્રિયંકા ગોસ્વામીએ પણ 10,000 મીટર વોકમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તો લૉન બોલના પુરૂષોની ટીમમાં ભારતીય ટીમ મહિલાઓની સફળતાનું પુનરાવર્તન કરી શકી નહી. પરંતુ પ્રથમ વખત પુરુષોને પણ સિલ્વર મળ્યો છે. પછી કુસ્તીબાજોએ ગોલ્ડન ધૂમ મચાવી હતી. વિનેશ ફોગાટ, રવિ દહિયા અને નવીને ગોલ્ડ જીતીને ભારતની સ્થિતિ મજબૂત કરી હતી. આ સાથે જ ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ જીત્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

કુશ્તીમાં મેડલનો વરસાદ, બોક્સરોએ લગાવી મોહર

શુક્રવારે કુસ્તીના પ્રથમ દિવસની જેમ બીજા દિવસે પણ ભારત ના તમામ કુસ્તીબાજોએ મેડલ જીત્યા હતા. ફરી એકવાર ભારતને કુસ્તીમાં 6 મેડલ, ત્રણ ગોલ્ડ અને 3 બ્રોન્ઝ મળ્યા છે. બોક્સિંગ માં નિખત ઝરીન, અમિત પંઘાલ, નીતુ અને સાગરે ફાઇનલ ટિકિટ જીતી હતી. જ્યારે મોહમ્મદ હુસમુદ્દીન, રોહિત ટોકસ અને જાસ્મિન સેમિ ફાઇનલમાં હારી ગયા હતા. પરંતુ ચોક્કસપણે કાંસ્ય જીત્યો હતો. આ રીતે 6 ઓગસ્ટ પછી ભારત ના મેડલની સંખ્યા 40 ને પાર પહોંચી ગઈ છે. જેમાં 13 ગોલ્ડ, 11 સિલ્વર અને 16 બ્રોન્ઝ છે.

ઓસ્ટ્રેલ્યા મેડલ ટેબલ પર ટોચના સ્થાને

ભારત પાસે હવે રવિવાર 7 ઓગસ્ટે બોક્સિંગ સહિત અન્ય ઘણી ઈવેન્ટ્સમાં ગોલ્ડ જીતવાની તક છે. જેના કારણે ટીમ ઈન્ડિયા ચોથા સ્થાને પહોંચી શકે છે. જો ટોપરની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા નંબર વન પર છે. તેની પાસે 59 ગોલ્ડ સહિત 155 મેડલ છે. આ સાથે જ યજમાન ઈંગ્લેન્ડે પણ ગોલ્ડ મેડલની પચાસ પૂરી કરી લીધી છે.

Next Article