CWG 2022 Day 6: લવપ્રીતે જીત્યો બ્રોન્ઝ મેડલ, જાણો ભારતને આજે કેટલા મેડલ મળ્યા

|

Aug 03, 2022 | 10:58 PM

CWG 2022 : પેરા ટેબલ ટેનિસમાં પણ ભાવિના પટેલે તેના અભિયાનની વિજયી શરૂઆત કરી હતી. મહત્વનું છે કે કોમનવેલ્થ ગેમ્સ (CWG 2022)માં લૉન બોલ (Lawn Ball)માં પહેલીવાર મેદાન પર ઉતરેલી ભારતીય મહિલા ટીમે ઐતિહાસીક પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો.

CWG 2022 Day 6: લવપ્રીતે જીત્યો બ્રોન્ઝ મેડલ, જાણો ભારતને આજે કેટલા મેડલ મળ્યા
Commonwealth Games 2022 (PC: PTI)

Follow us on

કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022)ના છઠ્ઠા દિવસે લવપ્રીત સિંહે (Lavpreet Singh) વેઈટલિફ્ટિંગમાં ભારતને વધુ એક મેડલ અપાવ્યો. આ સાથે ભારતના 14 મેડલ છે. આ સાથે જ જુડો અને બોક્સિંગમાં પણ ભારતનો મેડલ નિશ્ચિત થઈ ગયો છે. સ્ક્વોશમાં પણ ભારતીય મિક્સ્ડ ડબલ્સની જોડી આગળ વધી છે. પેરા ટેબલ ટેનિસમાં પણ ભાવિના પટેલે તેના અભિયાનની વિજયી શરૂઆત કરી હતી. મહત્વનું છે કે કોમનવેલ્થ ગેમ્સ (CWG 2022)માં લૉન બોલ (Lawn Ball)માં પહેલીવાર મેદાન પર ઉતરેલી ભારતીય મહિલા ટીમે ઐતિહાસીક પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો.

 

  1. ભારતના લવપ્રીત સિંહે દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે મેન્સ 109 કિગ્રામાં 355 કિગ્રા વજન ઉપાડ્યું હતું. ક્લીન એન્ડ જર્કમાં લવપ્રીતે 192 કિલો વજન ઉઠાવીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો હતો.
  2. તુલિકા માન 78 કિલો વજન વર્ગની ફાઈનલમાં પહોંચી છે. આ સાથે જુડોમાં ભારતનો ત્રીજો મેડલ પણ નિશ્ચિત થઈ ગયો છે તો 100 કિલોગ્રામમાં દીપક દેસવાલને ઈંગ્લેન્ડના હેરીના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
  3. લૉન બોલ મેન્સ સિંગલ્સ રાઉન્ડ 2માં મૃદુલ બોરગોહાને ક્રિસ સામે 21-5થી જીત મેળવી હતી.
  4. પેરા ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. તેણે ઓસ્ટ્રેલિયાની ડાનિયા ડી ટોરોને 3-1થી હરાવ્યું.
  5. ભારતીય બોક્સર નીતુ ઘંઘાસે 48 કિગ્રા વર્ગમાં નિકલોસ ક્લાઈડને હરાવીને સેમિ ફાઈનલમાં જગ્યા બનાવી છે. આ સાથે નીતુનો મેડલ પણ નિશ્ચિત થઈ ગયો છે.
  6. ભારતીય મહિલા ટીમે બુધવારે હોકીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગ્રુપ A પૂલ મેચમાં ભારતે રોમાંચક મેચમાં કેનેડાને 3-2થી હરાવ્યું હતું.
  7. સ્ક્વોશમાં સારા કુરુવિલાએ ગુયાનાની મેરી સામે એક તરફી અંદાજમાં 3-0થી મેચ જીતી હતી તો બીજી તરફ જોશન્ના ચિનપ્પા અને હરિન્દર પાલ સિંહની મિક્સ ડબલ્સની જોડીએ શ્રીલંકા સામે 8-11, 11-4, 11-3થી જીત મેળવીને રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ મેળવ્યો હતો.
Next Article