CWG 2022 માં ગંભીર અકસ્માત, ભારતીય ખેલાડીનો આબાદ બચાવ, VIDEO સામે આવ્યો

|

Aug 01, 2022 | 9:33 AM

આ અકસ્માતમાં એક દર્શક પણ ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જોકે ભારતીય ખેલાડીને કોઈ પ્રકારની ઈજા થઈ નથી.

CWG 2022 માં ગંભીર અકસ્માત, ભારતીય ખેલાડીનો આબાદ બચાવ, VIDEO સામે આવ્યો
Vishvajeet Singh (PC: TV9)

Follow us on

બર્મિંગહામમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માં રવિવારનો દિવસ ભારત માટે સારો રહ્યો. ભારતની બેગમાં બે ગોલ્ડ મેડલ આવ્યા. એક તરફ ભારતીય ખેલાડીઓ ઉજવણી કરી રહ્યા હતા ત્યારે મોટી દુર્ઘટના ટળી હતી અને આમાં ભારતીય ખેલાડી પણ સામેલ હતા. ભારતના સાઇકલિસ્ટ વિશ્વજીત સિંહ (Vishvajeet Singh) સાથે મોટી દુર્ઘટના ટળી હતી અને આ અકસ્માતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રવિવારે બપોરે જ્યારે પુરુષોની 15 કિમી સ્ક્રેચ રેસ ચાલી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. રેસનો 10મો લેપ ચાલી રહ્યો હતો ત્યારે સાઇકલ સવારો એકબીજા સાથે અથડાયા હતા.

લંડનના લી વેલી વેલો પાર્કમાં આયોજિત આ રેસમાં આઠ રાઈડર્સ એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં ઈંગ્લેન્ડનો ઓલિમ્પિક ચેમ્પિયન મેટ વોલ્સ પણ સામેલ હતો અને તેને ટાંકા આવ્યા છે. તો કેનેડાના મેટ બોસ્ટોક અને ડેરેક જીને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, આ લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

દર્શકોને પણ ઇજા પહોંચી

આ અકસ્માતમાં માત્ર સાઈકલ સવારને જ ઈજા થઈ નથી. પરંતુ એક દર્શકને પણ ઈજા પહોંચી હતી અને તે વ્હીલચેર પર બેસીને બહાર ગયો હતો. ટીમ ઈન્ડિયાના કોચ દયાલરામ જાટે આ વાતની જણકારી આપી હતી. આ અકસ્માત વિશે વાત કરતાં તેણે વિશ્વજીત વિશે જણાવ્યું કે, તે ઈજાગ્રસ્ત ખેલાડીઓની પાછળ હતો. પરંતુ નિર્ણાયક સમયે તેણે પોતાના મગજનો ઉપયોગ કર્યો અને બ્રેક લગાવી.

લંડનથી ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા જાટે કહ્યું, “આવા મુશ્કેલ સમયમાં યોગ્ય સમયે બ્રેક મારવામાં ઉત્તમ કૌશલ્યની જરૂર પડે છે અને તેણે તે બરાબર કર્યું. તે ખૂબ જ પીડાદાયક હતું. મેં આવો અકસ્માત ક્યારેય જોયો નથી. અમે થોડા સમય માટે ડરી ગયા હતા.”

 

અંતિમ લેપમાં પાછળ રહ્યો વિશ્વજીત

વિશ્વજીતે પ્રથમ વખત આ ગેમ્સની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ફાઈનલ 60 લેપ્સની હતી. વિશ્વજીત સિંહ મજબૂત રીતે આગળ વધી રહ્યા હતા. પરંતુ છેલ્લા લેપમાં તેઓ પાછળ પડ્યા અને પછી દંડ પણ ફટકારવામાં આવ્યો. જેના કારણે તેમના પર ‘Did Not Finish’ નું ટેગ ચોંટી ગયું. કોચે આ વિશે કહ્યું, “પરંતુ એકંદરે હું ખુશ છું કે વિશ્વજીત આ દર્દનાક અકસ્માતમાંથી બચી ગયો અને ફાઇનલમાં પહોંચ્યો.”

Next Article