CWG 2022: કોમનવેલ્થ દરમિયાન 10 ખેલાડીઓ ગાયબ થઈ ગયા, બ્રિટનમાં વસવાટ કરવાની વેતરણમાં દેશ છોડવા તૈયાર

|

Aug 08, 2022 | 8:17 PM

આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકા (Sri lanka) ના ખેલાડીઓ ભાગ્યે જ બર્મિંગહામ (Birmingham) પહોંચી શક્યા હતા, જોકે હવે તેઓ પાછા ફરવા તૈયાર નથી.

CWG 2022: કોમનવેલ્થ દરમિયાન 10 ખેલાડીઓ ગાયબ થઈ ગયા, બ્રિટનમાં વસવાટ કરવાની વેતરણમાં દેશ છોડવા તૈયાર
નવ એથ્લેટ્સ અને એક મેનેજર સ્વદેશ પરત નથી ફર્યા

Follow us on

આર્થિક સંકટ વચ્ચે કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022) માં ભાગ લેવા ગયેલા શ્રીલંકાના 10 ખેલાડીઓ ગુમ છે. શ્રીલંકા (Sri lanka) ના એક ટુકડીના અધિકારીએ જણાવ્યું હતું કે નવ એથ્લેટ્સ અને એક મેનેજર તેમની સંબંધિત ઇવેન્ટ્સ સમાપ્ત થયા પછી ગુમ થયા હતા. તેણે કહ્યું કે આ ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં રહેવાના ઈરાદાથી ગાયબ થઈ ગયા છે કારણ કે તેઓ દેશમાં પાછા ફરવા માંગતા નથી. આ તમામની શોધખોળ માટે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી.

શ્રીલંકા મહિનાઓથી આર્થિક સંકટ અને રાજકીય અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે અને દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની અછત છે. શ્રીલંકામાં ખરાબ સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ત્યાંના લોકોને પોતાની કારમાં ઈંધણ ભરવા માટે  ઘણા દિવસો સુધી રાહ જોવી પડે છે. આમ  શ્રીલંકાના વર્તમાન માહોલને લઈને ખેલાડીઓ પણ પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન ખેલાડીઓ હવે દેશ છોડવા તૈયાર થઈ ગયા છે.

ખેલાડીઓ બર્મિંગહામમાં રહેવા માંગે છે

ગયા અઠવાડિયે, જુડો ખેલાડી ચમિલા દિલાની સાથે તેના મેનેજર એસેલા ડી સિલ્વા અને કુસ્તીબાજ શનિથ ગયે જોડાયા હતા. જે બાદ શ્રીલંકન ટીમના અધિકારીઓએ રિપોર્ટ ફાઈલ કર્યો હતો, ત્યારથી વધુ સાત ખેલાડીઓ ગુમ થઈ ગયા છે. શ્રીલંકન ટીમના મેનેજમેન્ટે 160 સભ્યોનો પાસપોર્ટ પોતાની પાસે રાખ્યો હતો, જેથી પરત ફરવામાં કોઈ મુશ્કેલી ન પડે, પરંતુ કેટલાક ખેલાડીઓ તેના માટે તૈયાર નથી. હવે પોલીસ અધિકારીઓએ આ પાસપોર્ટ માંગ્યો છે જેથી તે કોઈ કાર્યવાહી કરી શકે. પોલીસ ખેલાડીઓને શોધીને તેઓ સુરક્ષિત છે તેની ખાતરી કરવા માંગે છે. આ સિવાય તેમણે કોઈ નિવેદન આપ્યું નથી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

શ્રીલંકાના ખેલાડીઓ આ પહેલા પણ ગાયબ થઈ ગયા છે

આ પહેલીવાર નથી જ્યારે શ્રીલંકાના ખેલાડીઓ વિદેશમાં ગુમ થયા હોય. આ પહેલા ગયા વર્ષે ઓસ્લોમાં રેસલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન ટીમના મેનેજર જાણ કર્યા વગર ગાયબ થઈ ગયા હતા. તે જ સમયે, 2014 માં એશિયન ગેમ્સ દરમિયાન શ્રીલંકાના બે ખેલાડી ગુમ થયા હતા, જેના વિશે કોઈ માહિતી મળી નથી. વર્ષ 2004માં રાષ્ટ્રીય હેન્ડબોલ ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જર્મની ગઈ હતી અને ગાયબ થઈ ગઈ હતી.

Published On - 8:13 pm, Mon, 8 August 22

Next Article