કોચ વિવાદમાં Lovlina Borgohainને મોટી રાહત, ઓલિમ્પિક મેડાલિસ્ટ હવે બર્મિગહામમાં દમ દેખાડશે

|

Jul 26, 2022 | 5:33 PM

CWGમાં મેડલની દાવેદાર લવલીના બોરગોહેને 25 જુલાઈના રોજ એક નિવેદન બહાર પાડી માનસિક ત્રાસનો આરોપ લગાડ્યો હતો. જેણે ખેલ મંત્રાલયને પણ હચમચાવી દીધું હતું.

કોચ વિવાદમાં Lovlina Borgohainને મોટી રાહત, ઓલિમ્પિક મેડાલિસ્ટ હવે બર્મિગહામમાં દમ દેખાડશે
કોચ વિવાદમાં Lovlina Borgohain મોટી રાહત, ઓલિમ્પિક મેડાલિસ્ટ હવે બર્મિગહામમાં દમ દખાડશે
Image Credit source: Lovlina Borgohain

Follow us on

CWG 2022: ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડાલિસ્ટ બોક્સર લવલીના બોરગોહેને (Lovlina Borgohain) મોટી રાહત મળી છે. લવલીના બોરગોહેનની કોચ અને ટોક્યોમાં તેની મેડલ જીતવામાં મદદ કરનાર કોચ સંધ્યા ગુરુંગ કોમનવેલ્થ ગેમ 2022માં એન્ટ્રી મળી ગઈ છે. એક દિવસ પહેલા જ લવલીનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક નિવેદન બહાર પાડ્યું હતુ. લવલીના(Lovlina Borgohain)એ કહ્યું હતું કે, તેના કોચને સાથે ન મોકલવાને કારણે તેની તૈયારીઓ અટકી ગઈ હતી, જેના કારણે તે માનસિક ત્રાસનો સામનો કરી રહી હતી. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારત પોતાની સૌથી મોટી ટીમ 215 સભ્યોને બર્મિંગહામ મોકલી રહી છે.

ટુર્નામેન્ટની શરૂઆત 28 જુલાઈ 2022થી થઈ રહી છે અને 8 ઓગસ્ટ 2022ના રોજ પુરી થઈ રહી છે. આ પહેલા સોમવારે લવલીનાએ એક લાંબુ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા હતા. લવલીનાએ આરોપ લગાવ્યો હતો કે છેલ્લી ઘડીએ તેનો કોચ બદલાઈ જાય છે, જેના કારણે તેની ટ્રેનિંગ પર અસર પડે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

BFI અને IOAએ સ્પષ્ટતા કરી

લવલીના બોરગોહેન આરોપો અંગે ખુલાસો કરતા BFIએ પણ એક નિવેદન જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે નિયમો હેઠળ દરેક રમત સાથે જોડાયેલી ટીમમાંથી માત્ર 33 ટકા જ સપોર્ટ સ્ટાફ મોકલી શકાય છે અને બોક્સિંગના કિસ્સામાં 12 બોક્સર દીઠ માત્ર 4 સપોર્ટ સ્ટાફ હતો. ફેડરેશને એમ પણ કહ્યું હતું કે બોક્સિંગમાં કોચિંગ સ્ટાફની મોટી ભૂમિકાને કારણે તેઓએ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને તેને વધારવા માટે વિનંતી કરી હતી, ત્યારબાદ સપોર્ટ સ્ટાફની સંખ્યા વધારીને 8 કરવામાં આવી હતી. જેમાં સંધ્યા ગુરુંગ પણ સામેલ હતી

 

 

 

મંગળવાર 26 જુલાઈના રોજ ભારતીય બોક્સિંગ ફેડરેશને આ મામલે નિરાકરણ આવ્યા હોવાની જાણકારી આપી હતી. BFI એક નિવેદન જાહેર કરીને આ ઘટના વિશે જાણકારી આપી હતી. IOAએ પણ આ મામલે મોડી રાત્રે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે વિશેષ માંગ બાદ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ ઓર્ગેનાઈઝિંગ કમિટી સાથે એક બેઠક યોજાઈ હતી, જેમાં લવલીનાના કોચ માટે માન્યતાને પ્રાથમિકતા આપવા આગ્રહ કરવામાં આવ્યો હતો.

 

ભારતના 215 જેટલા ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પર પણ નજર રહેશે, જેનું લક્ષ્ય T20 ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ જીતવાનું અને ભારત માટે કોમનવેલ્થ ગેમ્સમાં સૌ પ્રથમ વાર ક્રિકેટમાં ગોલ્ડ જીતવાનું છે.

Next Article