Tokyo Olympics 2020નો આજે સમાપન સમારોહ, ભારત તરફથી બજરંગ પૂનિયા હશે ધ્વજવાહક

|

Aug 08, 2021 | 5:55 PM

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સના (Tokyo Olympics) સમાપન સમારોહમાં જેટલા ઇચ્છે તેટલા ભારતીય ખેલાડીઓ ભાગ લઈ શકે છે, પરંતુ તેમાં માત્ર 10 અધિકારીઓ જ ભાગ લઈ શકશે

Tokyo Olympics 2020નો આજે સમાપન સમારોહ, ભારત તરફથી બજરંગ પૂનિયા હશે ધ્વજવાહક
Bajrang Punia

Follow us on

રવિવારે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સના (Tokyo Olympics) સમાપન સમારોહમાં (Closing ceremony) જેટલા ઇચ્છે તેટલા ભારતીય ખેલાડીઓ ભાગ લઈ શકે છે, પરંતુ તેમાં માત્ર 10 અધિકારીઓ જ ભાગ લઈ શકશે. ખેલાડીઓએ ઉદ્ઘાટન સમારોહમાં પરંપરાગત પોશાક પહેર્યો હતો, જ્યારે તેઓ સમાપન સમારોહ માટે ટ્રેક સુટ પહેરેલા દેખાશે.

 

ભારતીય સમયાનુસાર સાંજે 4:30 વાગ્યે શરૂ થનારા સમારોહમાં મોટાભાગના હોકી અને કુસ્તીના ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. શનિવારે બ્રોન્ઝ મેડલ જીતેલા કુસ્તીબાજ બજરંગ પુનિયા (Bajrang Punia) સમાપન સમારોહમાં ભારતીય ટુકડીનું નેતૃત્વ કરશે.ઓલિમ્પિક સંઘ (IOA)ના પ્રોટોકોલ અનુસાર સ્વર્ણ પદક વિજેતા નીરજ ચોપડા એશિયાઇ રમતો અને રાષ્ટ્રમંડળ રમતો સહિત ભવિષ્યની રમત પ્રતિયોગિતાઓમાં દેશના ધ્વજવાહક બનશે આપને જણાવી દઇએ કે પુરુષ હૉકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને મુક્કેબાજ મેરીકોમ ઉદ્દાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક હતા.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

આ પણ વાંચો :Neeraj Chopra ના ગોલ્ડ પર ઝુમી ઉઠ્યા દિગ્ગજ ક્રિકેટરો, ગીત ગાયુ અને ઠુમકા પણ લગાવ્યા, જુઓ

આ પણ વાંચોSurat : ઓલિમ્પિકમાં હારીને પણ લોકોનુ દિલ જીતનાર મહિલા હોકી ટીમના દરેક ખેલાડીને, સવજી ઘોળકીયા 2.50 લાખ આપશે

Published On - 3:26 pm, Sun, 8 August 21

Next Article