રોડ સેફ્ટી વર્લ્ડ ટુર્નામેન્ટ પર સટ્ટા રેકેટ ઝડપાયુ, છત્તીસગઢ પોલીસે જૂનાગઢના બુકી સહિત 6 ની કરી ધરપકડ

|

Mar 10, 2021 | 3:00 PM

છત્તીસગઢના રાયપુરમાં હાલમાં રોડ સેફટી વર્લ્ડ (Road Safety World Series) 20-20 ક્રિકેટ સીરીઝ રમાઇ રહી છે. રાયપુરમાં આવેલા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં વિશ્વના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો તેમાં ભાગ લઇ રહ્યા છે.

રોડ સેફ્ટી વર્લ્ડ ટુર્નામેન્ટ પર સટ્ટા રેકેટ ઝડપાયુ, છત્તીસગઢ પોલીસે જૂનાગઢના બુકી સહિત 6 ની કરી ધરપકડ
ગુજરાતના જૂનાગઢમાં રહેનાર પાર્થ કંસારા ઉપરાંત આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્રના બુકીઓ પણ પોલીસે ઝડપ્યા છે.

Follow us on

છત્તીસગઢના રાયપુરમાં હાલમાં રોડ સેફટી વર્લ્ડ (Road Safety World Series) 20-20 ક્રિકેટ સીરીઝ રમાઇ રહી છે. રાયપુરમાં આવેલા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં વિશ્વના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો તેમાં ભાગ લઇ રહ્યા છે. સિરીઝ દરમ્યાન શ્રીલંકા (Sri Lanka) અને દક્ષિણ આફ્રિકા (South Africa) ની ટીમો વચ્ચે રમાઇ રહેલી મેચમાં લાખ્ખો રુપિયાનો સટ્ટો (Cricket Betting) રમાતો હોવાનુ રેકેટ સ્થાનિક પોલીસે ઝડપ્યુ છે. ટેલીબંધાની એક હોટલના રુમમાંથી છ બુકીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ઝડપાયેલા બુકીમાં ગુજરાતના જૂનાગઢ (Junagadh) નો રહેવાસી બૂકી પણ સામેલ છે. આ ટુર્નામેન્ટમાં સચિન તેંદુલકર, યુવરાજ સિંહ, બ્રાયન લારા, કેવિન પિટરસન, તિલકરત્ને દિલશાન જેવા ક્રિકેટના મહાન પૂર્વ ખેલાડીઓ રમી રહ્યા છે.

ગુજરાતના જૂનાગઢમાં રહેનાર પાર્થ કંસારા ઉપરાંત આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્રના બુકીઓ પણ પોલીસે ઝડપ્યા છે. તેઓ ભારત અને વિદેશમાં રમાતી મેચ માટે ઓનલાઇન પધ્ધતી થી સટ્ટો રમાડી રહ્યા છે. તેમની પાસેથી રોકડ ઉપરાંત 7 મોબાઇલ, લેપટોપ, બેંક ખાતાની વિગતો અને ઓનલાઇન સટ્ટેબાજીના આઇડી પણ મળી આવ્યા છે. સાથે જ તેમની પાસે થી આગામી મેચની એડવાન્સ ટિકીટ પણ મળી આવી હતી. પોલીસે તેમની આખરી પૂછપરછ હાથ ધરી છે, અને તેમને દેશ વ્યાપી નેટવર્કના તાર મળવાની આશા વર્તાઇ રહી છે.

રાયપુર જિલ્લાના એસએસપી અજય યાદવે જણાવ્યું હતું કે, રાયપુરમાં યોજાનારી ક્રિકેટ મેચમાં સટ્ટાબાજી પર નજર રાખવા તમામ પોલીસ પ્રભારીને સૂચના આપવામાં આવી હતી. ગત સોમવારે રાત્રે, ટેલીબંધા પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી. જે મુજબ શ્રીલંકા વિરુદ્ધ સાઉથ આફ્રિકાની ટીમની વચ્ચે રમાયેલી મેચમાં લાખોનો દાવ લગાવ્યો હોવાના અહેવાલ મળ્યા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને દરોડો પાડીને સટ્ટોડીયાઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જે મુજબ ગુજરાતના જુનાગઢના (1) પાર્થ કંસારા, (2) રઘુ વર્મા રેડ્ડી, રહે. કોઠા પેલેસ દાત્સી, જી. પ્રકાશન. આંધ્રપ્રદેશ. (3) કે. ઓબુલા રેડ્ડી સારેડી, કોઠા પલ્લમ, ગેંગવર રોડ ધરમી, આંધ્રપ્રદેશ. યુસુફ ગુવા (4) શ્રીકૃષ્ણનગર, જી. હૈદરાબાદ, તેલંગાણાં. (5) રામકૃષ્ણ છિંતા, ખૈરલાબાદ (5) સીમા રવિશંકર, લેટાપાલી દેવઉની જી. કડ઼પા, આંધ્રપ્રદેશ (6) અમન પૌનીકર, વર્ધમાનનગર, નાગપુર, મહારાષ્ટ્ર. ની ધરપકડ કરવામાં આવી હતી. તેમની વિરુદ્ધમાં જુગારધારાનો ગુન્હો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Article