BWF: વર્લ્ડ નંબર વન તાઇઝૂ યિંગ સામે પીવી સિંધુ ટકરાશે, કિદાંબી ડેન્માર્કના ખેલાડી સામે ટક્કર લેશે

|

Jan 27, 2021 | 5:05 PM

બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) વર્લ્ડ ટૂર ફાઇનલ્સની શરુઆત આજ થી બેંગકોકમાં શરુ થઇ રહી છે. ટુર્નામેન્ટમાં ભારતના 2 ખેલાડીઓ જેમાં ભાગ લઇ રહ્યા છે. વુમન્સ સિંગલ્સમાં પીવી સિંધુ (PV Sindhu) અને મેન્સ સિંગલ્સમાં કિદાંબી શ્રીકાંત (Kidambi Srikkanth) ટીમ ઇન્ડીયાના પ્રતિનિધ્વ કરશે.

BWF: વર્લ્ડ નંબર વન તાઇઝૂ યિંગ સામે પીવી સિંધુ ટકરાશે, કિદાંબી ડેન્માર્કના ખેલાડી સામે ટક્કર લેશે
PV Sindhu-Kidambi Srikkanth

Follow us on

બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) વર્લ્ડ ટૂર ફાઇનલ્સની શરુઆત આજ થી બેંગકોકમાં શરુ થઇ રહી છે. ટુર્નામેન્ટમાં ભારતના 2 ખેલાડીઓ જેમાં ભાગ લઇ રહ્યા છે. વુમન્સ સિંગલ્સમાં પીવી સિંધુ (PV Sindhu) અને મેન્સ સિંગલ્સમાં કિદાંબી શ્રીકાંત (Kidambi Srikkanth) ટીમ ઇન્ડીયાના પ્રતિનિધ્વ કરશે. પ્રથમ રાઉન્ડમાં આજે સિંધુનો મુકાબલો ચીનની વર્લ્ડ નંબર વન તાઇઝૂ યિંગ (Taizu Ying) સાથે થશે. શ્રીકાંત ડેન્માર્કના એંડર્સ એટોન્સેન થી ટકરાશે. એટોન્સેન ટોયટા થાઇલેન્ડ (Toyota Thailand Open) માં પહોચ્યો હતો. જ્યાં તેણે હાન્સ કિશ્વિનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

વર્લ્ડ નંબર-07 પીવી સિંધુ ને વુમન્સ સિંગલ્સના ગૃપ-બીમાં રાખવામાં આવી છે. જેને ગૃપ ઓફ ડેથ પણ માનવામાં આવે છે.આ ગૃપમાં સિધુ અને તાઇઝૂ યિંગ ઉપરાંત થાઇલેન્ડની રાતચાનોક ઇંતાનોન અને પોર્નપાવી ચોતુવોંગ છે. સિંધુ ને પાછળની ટુર્નામેન્ટ ટોયોટા થાઇલેન્ડ ઓપનમાં ઇંતાનોનની સામે ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

મેન્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર 14 ભારતના શ્રીકાંતને આસાન ગૃપ મળ્યુ છે. તેના ગૃપમાં ડેનમાર્કના એંડર્સ એક માત્ર એવો ખેલાડી છે જે હાલમાં ફોર્મમાં ચાલી રહ્યો છે. શ્રીકાંત ભારતનો ટોપ મેન્સ બેડમિન્ટન પ્લેયર છે. જેણે હાલમાં જ યોજાયેલ યોનેક્સ થાઇલેન્ડ ઓપન અને ટોયોટા થાઇલેન્ડ ઓપનમાં કંઇક ખાસ કરી શક્યો નહોતો. ચીન અને જાપાનના કેટલાક શટલરોએ કોરોનાને લઇને થાઇલેન્ડ ઓપન થી પોતાની નામ પરત લીધુ હતુ. આ કારણ થી શ્રીકાંત ટોપ-8 રેન્કિંગમાં બની રહેવામાં સફળ રહ્યો હતો અને ફાઇનલ્સ માટે પણ ક્વોલીફાઇ સરળ રહ્યુ હતુ.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વિશ્વ ચેમ્પિયન્સ પીવી સિંધુ BWF ફાઇનલ્સમા સ્થાન બનાવવામાં સફળ રહી હતી. સિંધુ વિશ્વ રેકિન્ગમાં 7 અને ટૂર રેન્કિંગમાં 10 છે. સિંધુને નસિબે પણ સાથ આપ્યો છે. ટૂર રેન્કિંગ ના ટોપ-8 માં થાઇલેન્ડની 3 અને જાપાનની નોઝોમી ઓકુહારા છે. બીBWF ફાઇનલ્સમા એક દેશમાંથી ફક્ત 2 જ ટોપ ખેલાડી ક્વોલીફાઇ કરી શકે છે. ઓકુહારા પહેલા થી જ BWF ફાઇનલ્સ થી પોતાનુ નામ પરત ખેંચી ચુકી છે. આ કારણ થી પણ સિંધુ ફાઇનલ્સ માટે ક્વોલીફાઇ કરવામાં સફળ રહી હતી. સિંધુ યોનેક્સ થાઇલેન્ડ ઓપનના પ્રથમ રાઉન્ડ અને ટોયોટા થાઇલેન્ડ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર થઇ ગઇ હતી.

વુમન્સ સિંગલ્સ ગૃપ-એઃ સ્પેનની કરોલિના મરીન, સાઉથ કોરિયાની આન યે યંગ, કેનાડાની મિશેલ લી અને રશિયાની ઇવગેનિયા કોસેત્સકેયા નો સમાવેશ થાય છે.
વુમન્સ સિંગલ્સ ગૃપ-બીઃ ભારતની સ્ટાર ખેલાડી પીવી સિંધુ, ચીનની તાઇઝૂ યિંગ, થાઇલેન્ડની રાતચાનોક ઇંતાનોન અને પોર્નપાવી ચોતુવોંગ નો સમાવેશ છે.

મેન્સ સિંગલ્સ ગૃપ-એઃ ડેન્માર્કનો વિકટર એક્સેલસન, ચીન નો ચાઉ તિએન ચેન, મલેશિયાના લી ઝી ઝિયા અને હોંગકોંગ ના એંથોની ગિંટિંગ નો સમાવેસ કરાયો છે.
મેન્સ સિંગલ્સ ગૃપ-બીઃ ભારતના કિદાંબી શ્રીકાંત, ડેન્માર્કના એંડર્સ એટોન્સેન, ચીનના વાંગ ત્ઝૂ વેઇ અને હોંગકોંગના એંગ કા લોંગ નો સમાવેશ થાય છે.

Next Article