
વૈભવ સૂર્યવંશીએ પોતાના નાનાકડા કરિયરમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે. પરંતુ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં યુએઈ વિરુદ્ધ મેચમાં વૈભવે જે ધમાલ મચાવી હતી. તે કદાચ ક્યારેય પહેલા જોવા મળી નથી. વૈભવ સૂર્યવંશીએ એકલા દમ પર યુએઈના બોલરે ધોય નાંખ્યા હતા. તેમણે સદી અને બેવડી સદીના રેકોર્ડ તોડી નાંખ્યા છે. વૈભવ સૂર્યવંશીએ માત્ર 53 બોલમાં પોતાની ઈનિગ્સથી રેકોર્ડ બુક બદલી નાંખી હતી. પરંતુ તેમ છતાં હજુ કેટલાક એવા રેકોર્ડ છે. જે હજુ તેમણે તોડવાના બાકી છે. વૈભવ સૂર્યવંશીનો આગામી લક્ષ્ય આ રેકોર્ડ હશે.
વૈભવ સૂર્યવંશીએ યુએઈ વિરુદ્ધ પોતાની સૌથી ફાસ્ટ સદીનો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે 28 બોલમાં સદી ફટકારી તેનો રેકોર્ડ તોડ્યો છે. તેમણે 40 બોલમાં 150 રન પુરા કરતા પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. ત્યારબાદ સિક્સ ફટકારી 52 બોલમાં બેવડી સદી ફટકારી ઈતિહાસ રચ્યો હતો. હવે વાત તેના આગામી લક્ષ્યની કરીએ. વૈભવ સૂર્યવંશીને જે રેકોર્ડ તોડવાનો છે. તે લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ 250 રન અને આ ફોર્મેટમાં સૌથી મોટો સ્કોર છે.
જો તમે વિચારી રહ્યા છો કે, આ રેકોર્ડ રોહિત શર્માના નામ પર છે. તો એવું નથી. આ બંને રેકોર્ડ એક ભારતીયના નામ છે પરંતુ તે હિટમેન રોહિત શર્મા નથી. આ રેકોર્ડ તમિલનાડુના બેટ્સમેન નારાયણ જગદીશનના નામે છે. વિજય હજારે ટ્રોફીમાં જગદીશને એક ઈનિગ્સમાં આ બંને રેકોર્ડ કર્યા છે. જગદીશને નવેમ્બર 2022માં અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ માત્ર 124 બોલમાં 250 રન બનાવ્યા હતા. જે લિસ્ટ એમાં સૌથી ફાસ્ટ 250 રનનો રેકોર્ડ છે. આ ઈનિગ્સમાં જગદીશને 277 રન બનાવ્યા છે. જે લિસ્ટ એમાં સૌથી મોટો સ્કોરનો રેકોર્ડ પણ છે.
UAE સામે વૈભવે જે પ્રકારની બેટિંગ કરી અને તેની લાંબી કારકિર્દી હજુ બાકી છે તે જોતાં, આ બંને રેકોર્ડ જોખમમાં છે અને ગમે ત્યારે તૂટી શકે છે. આટલું જ નહી વૈભવ લિસ્ટ એ ક્રિકેટમાં પેહલી ત્રેવડી સદી ફટકાવનાર બની જાય તો નવાઈ નહી. હાલમાં વૈભવની સામે સેમિફાઈનલની નજર છે. જ્યાં ઈન્ડિયા એનો સામનો શ્રીલંકા સાથે થશે. હાલ ફાઈનલમાં ખિતાબ જીતવાનો ટાર્ગેટ છે.
Published On - 7:28 am, Wed, 25 November 26