Breaking News: વૈભવ સૂર્યવંશી આ વર્ષે નહીં આપે બોર્ડ એક્ઝામ, પિતાએ કર્યો મોટો ખૂલાસો

સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી આ વર્ષે તેની 10માની બોર્ડ એક્ઝામ નહીં આપી શકે. પરીક્ષા ન આપવા માટે તેના પિતાએ મોટો ખૂલાસો પણ કર્યો છે.

Breaking News: વૈભવ સૂર્યવંશી આ વર્ષે નહીં આપે બોર્ડ એક્ઝામ, પિતાએ કર્યો મોટો ખૂલાસો
| Updated on: Feb 16, 2026 | 6:47 PM

અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે તોફાની ઈનિંગ રમનારા સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી આ વર્ષે તેની ધોરણ 10ની બોર્ડની પરીક્ષા નહીં આપી શકે. બિહારના તાજપુરના રહેનારા વૈભવને 17 ફેબ્રુઆરી થી 11 માર્ચ સુધી બિહાર બોર્ડની પરીક્ષામાં બેસવાનું હતુ, પરંતુ છેલ્લા ઘણા સમયથી તેના આંતરરાષ્ટ્રીય પ્રવાસો અને આગામી IPL ની વ્યસ્તતાઓના કારણે તે પરીક્ષાની પૂરતી તૈયારી નથી કરી શક્યો. વૈભવના કોચ મનિષ ઓઝાએ સોમવારે તેની પુષ્ટિ કરી છે.

ધોરણ 10ની પરીક્ષા નહીં આપે વૈભવ સૂર્યવંશી

વૈભવના કોચ મનિષ ઓઝાએ હિંદુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યુ, “વૈભવ 10માની પરીક્ષા નહીં આપે, તે હાલ નાગપુરમાં આગામી IPL ની તૈયારી કરી રહ્યો છે. તેમણે પ્રી-સીઝન કેંપ માટે રાજસ્થાન રોયલ્સ જોઈન કરી લીધી છે.” ઉલ્લેખનિય છે કે IPL 2026 ની શરૂઆત 26 માર્ચ થી થવાની છે અને રાજસ્થાન રોયલ્સની ટીમમાં વૈભવ એક મુખ્ય ખેલાડીના રૂપે જોવામાં આવી રહ્યો છે.

સ્કૂલ પ્રશાસનના જણાવ્યા અનુસાર વૈભવના પરીક્ષા ફોર્મ પણ ભરાઈ ચુક્યા છે અને તેનુ એડમિટ કાર્ડ પણ જારી કરી દેવાયુ હતુ. તેમનુ પરીક્ષા કેન્દ્ર પોદ્દાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં આવ્યુ છે. વૈભવના પિતા સંજીવ સૂર્યવંશીએ પણ તેના નિર્ણયનું સમર્થન કર્યુ છે અને તેમણે જણાવ્યુ કે તેનુ સમગ્ર ધ્યાન હાલ ક્રિકેટ પર છે. તેમણે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યુ, “વૈભવનું સમગ્ર ધ્યાન ક્રિકેટ પર છે. તે ટ્રેનિંગમાં વ્યસ્ત છે અને 17 ફેબ્રુઆરીથી શરૂ થનારી પરીક્ષામાં તે નહીં આપી શકે. તે આવતા વર્ષે બોર્ડ એક્ઝામ આપશે.

રાજસ્થાન રૉયલ મુખ્ય ખેલાડી છે વૈભવ

ગત વર્ષે રાજસ્થાન રોયલ્સમાં જોડાયો ત્યારથી વૈભવ સૂર્યવંશી ચર્ચામાં છે. તેણે ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં સદી ફટકારી, IPL ઇતિહાસનો સૌથી ઝડપી સદી ફટકારનાર અને સૌથી યુવા ખેલાડી બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો. હાલમાં જ સમાપ્ત થયેલા અંડર-19 વર્લ્ડ કપન ફાઈનલમાં વૈભવે ઈંગલેન્ડ સામે માત્ર 80 બોલમં 175 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી. જેમા 15 ચોગ્ગા અને 15 છગ્ગા સામેલ હતા. તેની આ ઈનિંગના કારણે ભારતને 411 રનોનો વિશાળ સ્કોર બનાવવામાં મદદ મળી અને ટાઈટલ પોતાને નામ કર્યુ.

જે ભારતીય ટીમનો સૌથી ઝડપી સદી ફટકારનાર અને IPL ઇતિહાસનો સૌથી યુવા ખેલાડી બન્યો. તાજેતરમાં જ પૂર્ણ થયેલા અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં, વૈભવે ઇંગ્લેન્ડ સામે માત્ર 80 બોલમાં 175 રનની અવિશ્વસનીય ઇનિંગ રમી, જેમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગાનો સમાવેશ થાય છે. તેની ઇનિંગે ભારતને 411 રનનો વિશાળ સ્કોર બનાવવામાં અને ટાઇટલ જીતવામાં મદદ કરી.

ICC T20 WC: ભારત સામે હાર્યા બાદ શોએબ અખ્તરે PCB ચિફ મોહસિન નક્વીને લીધો આડેહાથ, સરેઆમ ઉતારી ઈજ્જત

Published On - 6:43 pm, Mon, 16 February 26