
Rishabh Pant Century : વેલિંગ્ટનમાં ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં રિષભ પંતે શાનદાર સદી ફટકારી હતી. પંતે ટેસ્ટ મેચના ચોથા દિવસના પ્રથમ સત્રમાં પોતાની સદી પૂરી કરી હતી. ડાબા હાથના ભારતીય વિકેટકીપર-બેટ્સમેનએ સદી સુધી પહોંચવા માટે 135 બોલનો સામનો કર્યો હતો, જેમાં નવ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. આ રિષભ પંતની ટેસ્ટ કારકિર્દીમાં નવમી સદી છે અને ન્યુઝીલેન્ડ સામેની તેની પ્રથમ સદી છે. આ સદીએ વેલિંગ્ટન ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત બનાવી છે.
133 બોલમાં 95 રન બનાવનાર રિષભ પંતે પોતાની સદી પૂરી કરી. તેણે આગામી બે બોલમાં એક ચોગ્ગો અને પછી એક છગ્ગો ફટકાર્યો. આમ, તેણે 135 બોલમાં પોતાની સદીનો સીમાચિહ્ન પાર કર્યો. ચોથા દિવસના પહેલા સત્રના છેલ્લા બોલ પર રિષભ પંતનો ઇનિંગનો અંત આવ્યો. તે રચિન રવિન્દ્રનો શિકાર બન્યો. તેની ઇનિંગમાં કુલ153 બોલમાં 128 રન હતા, જેમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે.
પંતની આ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ અને ન્યુઝીલેન્ડમાં પહેલી ટેસ્ટ સદી છે. તે પણ SENA દેશમાં ટેસ્ટ સદી ફટકાવનાર ભારતનો જ નહી પરંતુ એશિયાનો પણ પહેલો વિકેટકીપર બેટ્સમેન છે. પંતે 2018માં ઈંગ્લેન્ડ, 2019માં ઓસ્ટ્રેલિયા અને 2022માં સાઉથ આફ્રિકા અને હવે 2026માં ન્યુઝીલેન્ડમાં સદી ફટકારી છે.
પંતે તમામ SENA દેશો ટેસ્ટ સદી ફટકાવનાર છઠ્ઠો ભારતીય બેટ્સમેન બન્યો છઠે. આ લિસ્ટમાં તેની પહેલા મોહમ્મદ અઝહરુદ્દીન, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વિરાટ કોહલી અને કે.એલ રાહુલનું નામ જોડાય ચૂક્યું છે. આ સફળતા વેલિગ્ટંનમાં ચાલી રહેલી ટેસ્ટમાં હાસિલ કરી છે.
વેલિંગ્ટન ટેસ્ટમાં, ભારતે 720/9 પર પોતાની પહેલી ઈનિગ્સ જાહેર કરી છે. ભારતે પ્રથમ દાવમાં 352 રનની લીડ મેળવી. ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 368 રન બનાવ્યા હતા. આ સમાચાર લખાય રહ્યા છે. ત્યાં સુધીમાં ન્યુઝીલેન્ડનો સ્કોર 11/1 વિકેટ છે.બુમરાહે બીજી ઇનિંગમાં પણ ટોમ લેથમને ખાતું ખોલવા દીધું ન હતું. પહેલી ઈનિગ્સમાં પણ ટોમ બુમરાહાના હાથે આઉટ થયો હતો.
Published On - 7:22 am, Sun, 22 November 26