Breaking News: રાજસ્થાન રોયલ્સે રાહુલ દ્રવિડની જગ્યાએ 103 સદી ફટકારનાર ખેલાડીને બનાવ્યો નવો હેડ કોચ

IPL 2026 મીની ઓક્શન પહેલા રાજસ્થાન રોયલ્સે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજસ્થાન રોયલ્સે રાહુલ દ્રવિડની જગ્યાએ 103 સદી ફટકારનાર દિગ્ગજ ખેલાડીને IPL 2026 માટે ટીમનો હેડ કોચ નિયુક્ત કર્યો છે. આ દિગ્ગજ પહેલા પણ RR ટીમનો ક્રિકેટ ડિરેક્ટર પણ રહી ચૂક્યો છે.

Breaking News: રાજસ્થાન રોયલ્સે રાહુલ દ્રવિડની જગ્યાએ 103 સદી ફટકારનાર ખેલાડીને બનાવ્યો નવો હેડ કોચ
Rajasthan Royals
Image Credit source: X/RR
| Updated on: Nov 17, 2025 | 4:02 PM

રાજસ્થાન રોયલ્સે IPL 2026 પહેલા ઘણા ચોંકાવનારા નિર્ણયો લીધા છે. પહેલા તેમણે સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સમાં ટ્રેડ કર્યો અને હવે ટીમે તેના હેડ કોચને પણ બદલી નાખ્યો છે. રાજસ્થાન રોયલ્સે રાહુલ દ્રવિડના સ્થાને કુમાર સંગાકારાને હેડ કોચ તરીકે નિયુક્ત કર્યો છે.

સંગાકારા રાજસ્થાન રોયલ્સનો નવો હેડ કોચ

કુમાર સંગાકારા IPL 2024 માં પણ હેડ કોચ હતો, પરંતુ રાહુલ દ્રવિડે તેની જગ્યાએ લીધી હતી. હવે, રાહુલ દ્રવિડે માત્ર એક સિઝન પછી ટીમ છોડી દીધી છે, જેના કારણે સંગાકારાને ફરી કોચ બનાવવામાં આવ્યો છે. સંગાકારા ટીમનો ક્રિકેટ ડિરેક્ટર પણ છે.

 

સંગાકારા પાસે કોચિંગનો બહોળો અનુભવ

કુમાર સંગાકારા ફક્ત તેના સમયનો દિગ્ગજ ખેલાડી જ નથી, પરંતુ તેની પાસે કોચિંગનો પણ જબરદસ્ત અનુભવ પણ છે. તેણે શ્રીલંકન ક્રિકેટ ટીમ ઉપરાંત અન્ય ટીમો સાથે પણ કામ કર્યું છે. તે લાંબા સમયથી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલો છે. સંગાકારાની કારકિર્દીની વાત કરીએ તો તેણે 134 ટેસ્ટ મેચોમાં 12,400 રન બનાવ્યા છે, જેમાં 38 સદીનો સમાવેશ થાય છે. તેના નામે ODIમાં 14,234 રન અને 25 સદી છે. તેણે ફર્સ્ટ-ક્લાસ અને લિસ્ટ A ક્રિકેટ બંનેમાં મળીને કુલ 103 સદી ફટકારી છે.

 

કોચ તરીકે સંગાકારાની સિદ્ધિઓ

સંગાકારા 2021 માં રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો હતો. ટીમે IPL 2021 માં સારું પ્રદર્શન કર્યું ન હતું, પરંતુ IPL 2022 માં રાજસ્થાન રોયલ્સ ફાઈનલમાં પહોંચ્યું હતું, જોકે ટીમ ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ સામે હારી ગઈ હતી. કુમાર સંગાકારાને 2024 માં ટીમ ઈન્ડિયાના હેડ કોચ પદની પણ ઓફર કરવામાં આવી હતી, પરંતુ મર્યાદિત સમય હોવાથી તેણે ઈનકાર કરી દીધો હતો.

સંગાકારા સામે આ પડકારો

કુમાર સંગાકારા માટે સૌથી મોટો પડકાર રાજસ્થાન રોયલ્સ માટે નવા કેપ્ટનની નિમણૂક કરવાનો છે. ટીમમાં યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ અને ધ્રુવ જુરેલ જેવા ખેલાડીઓ છે. પ્રશ્ન એ છે કે તે કોના પર દાવ લગાવશે. સંગાકારાએ ટીમની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન પણ જલ્દી નક્કી કરવી પડશે, કારણ કે ટીમે સંજુ સેમસન જેવા અનુભવી અને રાજસ્થાન માટે સૌથી વધુ મેચ જીતનાર બેટ્સમેનને બહાર કર્યો છે. હવે, એ જોવાનું રહે છે કે સંગાકારા રાજસ્થાન રોયલ્સ ટીમને કેવી રીતે આકાર આપે છે.

આ પણ વાંચો: IPL 2026 : આન્દ્રે રસેલ રિલીઝ, મેક્સવેલ-પથિરાના પણ બહાર, જાણો કોને-કોને રિલીઝ કરવામાં આવ્યા?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 3:56 pm, Mon, 17 November 25