IPL 2026 Points Table: CSK નું પોઈન્ટ ટેબલમાં જોરદાર કમબેક, KKR નું ખરાબ પ્રદર્શન સતત યશાવત

ચેન્નઈ સુપર કિંગ્સે IPL 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે શાનદાર જીત મેળવી અને પોઈન્ટ્સ ટેબલમાં આગળ વધ્યું, જ્યારે KKR હજુ જીત માટે સંઘર્ષ કરી રહ્યું છે.

IPL 2026 Points Table: CSK નું પોઈન્ટ ટેબલમાં જોરદાર કમબેક, KKR નું ખરાબ પ્રદર્શન સતત યશાવત
Breaking News IPL 2026 Points Table CSK Climbs Up After Big Win Against KKR, Kolkata Struggles Continue
Image Credit source: Social Media
| Updated on: Apr 15, 2026 | 8:37 AM

IPL 2026ની 22મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે એકતરફી જીત મેળવીને પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે. એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલ આ મુકાબલામાં ચેન્નઈએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 192 રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. ટીમના બેટ્સમેનોએ સંયમિત અને આક્રમક રમત બતાવી, જેના કારણે ટીમ મોટા સ્કોર સુધી પહોંચી શકી.

જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ લક્ષ્યનો પીછો કરતી વખતે દબાણમાં આવી ગઈ હતી. તેઓ નિયમિત અંતરે વિકેટ ગુમાવતા રહ્યા અને આખી ટીમ 160 રન સુધી જ સીમિત રહી. પરિણામે ચેન્નઈએ આ મેચ 32 રનથી જીતી લીધી. આ જીત CSK માટે ખાસ મહત્વપૂર્ણ છે કારણ કે ટીમે સીઝનની શરૂઆત સતત ત્રણ હારથી કરી હતી, પરંતુ હવે સતત બે જીત સાથે મજબૂત વાપસી કરી છે.

પોઈન્ટ ટેબલમાં CSKની સ્થિતિ

કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવ્યા બાદ ચેન્નઈ સુપર કિંગ્સને પોઈન્ટ્સ ટેબલમાં પણ ફાયદો થયો છે. ચેન્નઈ સુપર કિંગ્સ હવે 8મા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે તે અગાઉ 9મા સ્થાને હતી. 5 મેચોમાં 2 જીત અને 3 હાર સાથે ચેન્નઈ પાસે હવે કુલ 4 પોઈન્ટ્સ છે. જોકે ટીમનો નેટ રન રેટ હજુ પણ -0.846 છે, જે ટીમ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. નેટ રન રેટને પોઝિટિવ બનાવવા માટે ચેન્નઈ સુપર કિંગ્સને આવનારી મેચોમાં મોટી જીત મેળવવાની જરૂર છે.

બીજી તરફ, કોલકાતા નાઇટ રાઇડર્સ માટે આ સીઝન અત્યાર સુધી નિરાશાજનક સાબિત થયું છે. 5 મેચોમાં ટીમને એક પણ જીત મળી નથી અને તે પોઈન્ટ્સ ટેબલમાં સૌથી છેલ્લે સ્થાને છે. કોલકાતાએ આ 5માંથી 4 મેચમાં હારનો સામનો કર્યો છે, જ્યારે 1 મેચ વરસાદને કારણે રદ થઈ હતી. જેના કારણે KKR પાસે માત્ર 1 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ -1.383 છે, જે આ સીઝનમાં બાકીની ટીમોની સરખામણીએ સૌથી ખરાબ છે.

આ ટીમો ટોપના સ્થાનો પર મજબૂત સ્થાન ધરાવે છે

ટોચની ટીમોની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સ 5માંથી 4 જીત સાથે ટોચ પર છે. પંજાબ કિંગ્સ બીજા નંબર પર છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ત્રીજા સ્થાને છે. આ સિવાય સનરાઇઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ મધ્યમ સ્થાનો પર છે.

આગામી મેચો CSK અને KKR બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, જ્યાં CSK પોતાની લય જાળવી રાખવા માગશે અને KKR જીતની શોધમાં મેદાનમાં ઉતરશે.

15 એપ્રિલના મહત્વના સમાચાર : રાજ્યમાં ગરમી સાથે પ્રિ-મોન્સૂન વરસાદની અંબાલાલ પટેલની આગાહી, 20થી 22 એપ્રિલ દરમિયાન હવામાનમાં પલટો થવાની આગાહી

Follow Us