Breaking News: ભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહ બન્યો પિતા, પોસ્ટ કરી બાળકના નામની કરી જાહેરાત
ભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહ પિતા બન્યો છે. બુમરાહની પત્ની સંજના બુમરાહે પુત્રને જન્મ આપ્યો છે. ત્યારે તે અંગેની જાણકારી ખુદ બુમરાહે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આપી છે અને પોસ્ટમાં બાળકના નામનો ખુલાસો પણ પણ કર્યો છે.
ભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહ પિતા બન્યો છે. બુમરાહની પત્ની સંજના બુમરાહે પુત્રને જન્મ આપ્યો છે. ત્યારે તે અંગેની જાણકારી ખુદ બુમરાહે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આપી છે અને પોસ્ટમાં બાળકના નામનો ખુલાસો પણ પણ કર્યો છે. જેમાં તેણે પોતાના બાળકનું નામ અંગદ જસપ્રિત બુમરાહનું નામ પણ જાહેર કર્યું.
ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ તેના નવજાત બાળકના જન્મમાં હાજરી આપવા માટે સોમવારે નેપાળ સામેની ભારતની એશિયા કપની મેચ પહેલા કેન્ડીથી મુંબઈ પરત ફર્યો હતો. જે બાદ સોમવારે બુમરાહે તેના નવજાત બાળકની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી. ચિત્રમાં, તમે બાળકની આંગળીઓ જોઈ શકો છો અને તે ખૂબ જ સુંદર છે. આ પોસ્ટ પહેલેથી જ પ્રેમ મેળવી રહી છે અને વાયરલ થઈ રહી છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે: “અમારું નાનું કુટુંબ વિકસ્યું છે. આજે સવારે અમે અમારા નાના બાળક અંગદ જસપ્રિત બુમરાહનું દુનિયામાં સ્વાગત કર્યું છે. અમે જાણે કે સાતમા આસમાનમાં છીએ અને અમારા જીવનનો આ નવો અધ્યાય છેનું કેપ્શન લખી પોસ્ટ કરી હતી.
View this post on Instagram
બુમરાહ શનિવારે પાકિસ્તાન સામે ભારતીય ટીમનો ભાગ હતો. તેણે 14 બોલ રમ્યા અને 16 રન બનાવ્યા પરંતુ તેને બોલિંગ કરવાની તક મળી ન હતી.ચ જેની દરેકને અપેક્ષા હતી. કારણ કે પાકિસ્તાન ભારે વરસાદને કારણે બેટિંગ કરી શક્યું ન હતું. પરિણામે, મેચ રદ કરવામાં આવી હતી અને બંને ટીમોએ એક-એક પોઈન્ટ વહેંચવો પડ્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલરે લગભગ એક વર્ષ પછી આંતરરાષ્ટ્રીય સ્તરે પુનરાગમન કર્યું છે કારણ કે ઝડપી બોલર જસપ્રિત પીઠ દર્દની ઈન્જરીના કારણે ઘણી મેચ રમી શક્યો ન હતો