
ક્રિકેટમાં આશ્ચર્યજનક કેચના અસંખ્ય ઉદાહરણો છે. પરંતુ ગોલમાં ગિલનો કેચ પણ ઓછો નથી. તમે કેચ જોવા માટે ગમે તેટલા કેમેરા એંગલ ફેરવો, તમારા મોઢામાંથી ફક્ત એક જ શબ્દ નીકળશે. વાહ. ભારતીય કેપ્ટને કુલદીપ યાદવની બોલિંગ પર ગોલમાં એક અદભુત કેચ લીધો. આ કેચ શ્રીલંકાના બેટ્સમેન કમિન્ડુ મેન્ડિસેનો લીધો હતો. હવે પ્રશ્ન એ છે કે ગિલે કેચ ક્યારે અને કેવી રીતે લીધો?
શ્રીલંકાની પહેલી ઈનિગ્સની 17મી ઓવર ચાલી રહી હતી. કુલદીપ યાદવ બોલિંગ કરી રહ્યો હતો. કુલદીપ યાદવે આ ઓવરના પહેલા બોલ પર મેન્ડિસ આગળ ડ્રાઈવ કરી, હવામાં કેચ પકડ્યો હતો. આવું કઈ રીતે થયું સમગ્ર વીડિયો જુઓ.
WHAT A CATCH BY CAPTAIN SHUBMAN GILL.️#INDvsSL pic.twitter.com/QWqnnW7CKS
— Indian Cricket (@Indiancric1cm) August 17, 2026
મેડિસના શોર્ટ રમતા જ ગિલે એક લાંબી છલાંગ લગાવી હતી. તેમણે એક હાથથી કેચ પકડ્યો હતો. ગિલના આ કેચે બધાને ચોંકાવી દીધા હતા. આ કેચના 2 ફાયદા થયા હતા. એક તો કુલદીપ યાદવના ખાતામાં પહેલી વિકેટ આવી હતી. બીજું ગોલ ટેસ્ટની પહેલી ઈનિગ્સમાં શ્રીલંકાને ચોથો ઝટકો લાગ્યો હતો.
What a great catch ❤️This is not first time you took most of the brilliant catches before, Flying shubersss ❤️we are so proud of you pic.twitter.com/HFTL3IzROb
— srissy77❤️ (@gillelegance77) August 17, 2026
કામિન્ડુ મેડિસ 14 રન બનાવી આઉટ થયો હતો. ગિલના કેચના કારણે મેડિસ આઉટ થઈ પવેલિયન પરત ફર્યો હતો. તે સમયે શ્રીલંકાનો સ્કોર 59 રન હતો. શુભમન ગિલે માત્ર આ શાનદાર કેચ પકડ્યો જ નહી પરંતુ ગેલ ટેસ્ટમાં પણ તે પોતાના બોલરોનો ખૂબ જ ચતુરાઈથી ઉપયોગ કરતો જોવા મળ્યો હતો.
ગાલે ટેસ્ટના ત્રીજા દિવસનું પહેલું સેશન એટલે કે લંચ સુધીની રમત સમાપ્ત થઈ ગઈ છે. લંચ સમયે શ્રીલંકાનો સ્કોર 5 વિકેટે 99 રન છે. માનવ સુથારે આ પાંચ વિકેટમાંથી બે વિકેટ લીધી, જ્યારે સિરાજ, જાડેજા અને કુલદીપે એક-એક વિકેટ લીધી છે.