IND A vs SL A Final: વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકાને બેટથી વળતો જવાબ આપ્યો, સૌથી ઝડપી ફિફ્ટીનો વિશ્વ રેકોર્ડ તોડ્યો

Vaibhav Sooryavanshi : વૈભવ સૂર્યવંશી હવે લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે એક બોલથી પાછલો વિશ્વ રેકોર્ડ તોડી નાખ્યો.

IND A vs SL A Final: વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકાને બેટથી વળતો જવાબ આપ્યો, સૌથી ઝડપી ફિફ્ટીનો વિશ્વ રેકોર્ડ તોડ્યો
Image Credit source: AI
| Updated on: Jun 21, 2026 | 11:24 AM

World Record by Vaibhav Sooryavanshi :શ્રીલંકા A સામે ત્રિકોણીય સીરિઝની ફાઇનલમાં વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. તે હવે લિસ્ટ A ક્રિકેટમાં અડધી સદી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો છે. વૈભવ સૂર્યવંશીએ પાછલો વિશ્વ રેકોર્ડ એક બોલથી તોડી નાખ્યો હતો. અગાઉ, આ રેકોર્ડ શ્રીલંકાના બેટ્સમેન કૌશલ્યા વીરરત્નેના નામે હતો, જેમણે 12 બોલમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ 11 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.

શ્રીલંકાને આપ્યો જડબાતોડ જવાબ

શ્રીલંકા એના ખેલાડીઓની સાથે ગત્ત મેચમાં થયેલી લડાઈ બાદ ટ્રાય સીરિઝની ફાઈનલમાં તેના વિરુદ્ધ વૈભવ સૂર્યવંશીની પહેલી મેચ હતી. જે રીતે વૈભવે શ્રીલંકાના બોલરને હંફાવી દીધા. આનાથી માત્ર વર્લ્ડ રેકોર્ડ તોડ્યો નથી પરંતુ જડબાતોડ જવાબ પણ આપ્યો છે. આ જવાબ વૈભવ સૂર્યવંશીએ પોતાના બેટથી આપ્યો હતો.વૈભવ સૂર્યવંશીએ પોતાની અડધી સદી 11 બોલ પર પુરી કરી છે. જેમાં 5 ચોગ્ગા અને 5 સિક્સ સામેલ છે. સૌથી ફાસ્ટ અડધી સદી પુરી કરતી વખતે વૈભવ સૂર્યવંશીએ સૌથી પહેલા શ્રીલંકા એના બોલર હંફાવી દીધા હતા.

ફાઈનલમાં ટીમની જીત પાક્કી

શ્રીલંકા એ વિરુદ્ધ ટ્રાઈ સીરિઝની ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ પોતાની પહેલી સદીથી ચુકી ગયો હતો પરંતુ વૈભવ સૂર્યવંશીએ 29 બોલમાં 94 રન બનાવ્યા હતા. જેમાં 10 ચોગ્ગા અને 8 સિક્સ સામેલ હતી.ભારતીય ટીમ માટે મોટો સ્કોર બનાવવા મદદ કરી હતી.ભારતીય ટીમનો બેટ્સમેન માત્ર 15 વર્ષનો છે પરંતુ ક્રિકેટમાં દરરોજ નવા નવા રેકોર્ડ બનાવી રહ્યો છે.આઈપીએલ 2026માં પણ વૈભવ સૂર્યવંશી ધમાલ મચાવી ચૂક્યો છે. આઈપીએલની વાત કરીએ તો તેમણે 5 મોટા રેકોર્ડ પોતાને નામ કર્યા હતા. જેમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ સિવાય ઓરેન્જ કેપ, સૌથી વધારે સિક્સ, ઈમર્ઝિંગ પ્લેયર અને સૌથી વધારે સ્ટ્રાઈક રેટની સાથે બેટિંગ કરનાર ખેલાડી હતો.

બીસીસીઆઈએ શ્રીલંકા ત્રિકોણીય શ્રેણીમાં ભારત એ માટે રમી રહેલા વૈભવ સૂર્યવંશી અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વૈભવ સૂર્યવંશી હવે એકલા વિદેશ પ્રવાસ પર મુસાફરી કરશે નહીં. અહેવાલો અનુસાર, બીસીસીઆઈ હવે તેને તેના માતાપિતા સાથે આયર્લેન્ડ પ્રવાસ પર મોકલશે.

આઈપીએલ 2026માં વૈભવ સૂર્યવંશીએ અનેક રેકોર્ડ તોડ્યા, પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

 

Published On - 11:02 am, Sun, 21 June 26

Follow Us