
અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાઈ રહેલી 3 મેચની વનડે સીરિઝમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. શરુઆતની બંન્ને મેચ જીતી ટીમ ઈન્ડિયાએ લીડ બનાવી લીધી છે. હવે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ 20 જૂનના રોજ ચેન્નાઈના એમ ચિંદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા ભારતીય ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લીધો છે. તેમણે ફાસ્ટ બોલર હર્ષિત રાણાને મેન સ્કવોડમાં સામેલ કર્યો છે. પહેલી 2 વનડેમાં ગુરનુર બ્રાર શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તો પ્રિન્સ યાદવને બીજી વનડેમાં તક મળી હતી.
બીસીસીઆઈએ જાહેરાત કરી કે, હર્ષિત રાણાને ત્રીજી અને છેલ્લી વનડે માટે ભારતીય ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે. તે ઈજામાંથી સ્વસ્થ થઈ ચૂક્યો છે. તેમણે બેંગ્લુરુના બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલેસમાં પોતાનું રિહૈબિલિટેશન પૂર્ણ કર્યું છે. તેમજ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ ચેન્નાઈમાં ભારતીય ટીમ સાથે જોડાયો છે. તમને જણાવી દઈએ કે, હર્ષિત રાણા જાન્યુઆરી 2026માં કોઈ ઈન્ટરનેશલ મેચ રમી નથી. ઈજાના કારણે આઈપીએલ 2026નો ભાગ બન્યો ન હતો.
Update
Harshit Rana added to #TeamIndia squad for Chennai ODI.
More details | #INDvAFG | @IDFCFIRSTBank https://t.co/zB84OUHo9x
— BCCI (@BCCI) June 19, 2026
હર્ષિતા રાણાને આ મહિનાના અંતમાં આયરલેન્ડ પ્રવાસ અને ત્યારબાદ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટી20 ટીમમાં પસંદગી કરવામાં આવી છે. જેમાં હર્ષિત રાણાને આ મોટી મેચ પહેલા મેદાનમાં વાપસી કરવાની મોટી તક મળી છે. શુભમન ગિલની કેપ્ટનશીપમાં આ યુવા અને અનુભવી ખેલાડીની ટીમમાં હર્ષિત રાણા આવ્યા બાદ બોલિંગ માટે વિકલ્પ વધી ગયો છે. હર્ષિત રાણા ટીમ ઈન્ડિયા માટે અત્યારસુધી 14 વનડે મેચ રમી ચૂક્યો છે. જેમાં કુલ 26 વિકેટ લીધી છે.
શુભમન ગિલ, રોહિત શર્મા, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન,નીતિશ કુમાર રેડ્ડી,વોશિગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ,પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ,ગુરનુર બ્રાર,હર્ષ દુબે,યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણા
Published On - 9:36 am, Fri, 19 June 26