દિગ્ગજ બોક્સર Manny Pacquiao ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ બનશે ! 8 વખતના વિશ્વ વિજેતાએ ચૂંટણી લડવાની કરી જાહેરાત

|

Sep 20, 2021 | 5:11 PM

Pacquiao પહેલીવાર 2010માં રાજકારણમાં જોડાયો હતો. તેમણે ટૂંક સમયમાં જ સેનેટરની ચૂંટણી જીતીને દેશની સંસદમાં સ્થાન બનાવ્યું. હવે તેમનું આગળનું લક્ષ્ય રાષ્ટ્રપતિ બનવાનું છે.

દિગ્ગજ બોક્સર Manny Pacquiao ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ બનશે ! 8 વખતના વિશ્વ વિજેતાએ ચૂંટણી લડવાની કરી જાહેરાત
Manny Pacquiao

Follow us on

Manny Pacquiao : સુપ્રસિદ્ધ બોક્સર Manny Pacquiao એ ફિલિપાઇન્સ (Philippines)ના રાષ્ટ્રપતિ પદ માટે આગામી વર્ષે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. રવિવારે મૌનીએ પીડીપી લાબાન પાર્ટી (PDP–Laban Political Party)ના રાષ્ટ્રીય અધિવેશનમાં આ જાહેરાત કરતા નામાંકન સ્વીકાર્યું. તેમણે ફંક્શનમાં કહ્યું કે, તેઓ તે લોકો માટે લડવા માંગે છે જે દેશની સરકારમાં પરિવર્તન ઇચ્છે છે.

બોક્સિંગની દુનિયામાં મેનીને પેકમેન તરીકે ઓળખવામાં આવે છે. તે આઠ વખતનો વિશ્વ ચેમ્પિયન છે. તે પાંચ વખત Lineal Championship ટાઇટલ જીતનાર પ્રથમ બોક્સર હતો. ચાર દાયકામાં વર્લ્ડ ચેમ્પિયનશિપ (World Championship)નો ખિતાબ જીતનાર તે એકમાત્ર બોક્સર છે. તે ફ્લાયવેઇટ, ફેધરવેઇટ, લાઇટવેઇટ અને વેલ્ટરવેઇટની સીરિઝમાં ટાઇટલ જીતનાર પ્રથમ બોક્સર (Boxer) પણ છે. વર્ષ 2019 માં, તેણે વેલ્ટરવેટ કેટેગરીમાં ટાઇટલ જીત્યું. તે આવું કરનાર સૌથી વૃદ્ધ ખેલાડી બન્યો. તેણે વર્ષ 2015માં ફ્લોયડ મેદવેદર સામે સદીની સૌથી મોંઘી લડાઈ રમી હતી, જેમાં તે હારી ગયો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Pacquiao 2010 થી રાજકારણમાં સામેલ છે

Pacquiao પહેલીવાર 2010માં રાજકારણમાં જોડાયો હતો. તેમણે ટૂંક સમયમાં જ સેનેટરની ચૂંટણી જીતીને દેશની સંસદમાં સ્થાન બનાવ્યું. હવે તેમનું આગળનું લક્ષ્ય રાષ્ટ્રપતિ બનવાનું છે. તેમના નામાંકનની જાહેરાત કરતા, તેમણે ફિલિપાઇન્સ (Philippines)ના લોકોની નિષ્ઠાપૂર્વક સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી. તેણે કહ્યું કે ‘હું ફાઇટર છું, અને હું હંમેશા રિંગની અંદર અને બહાર ફાઇટર રહીશ.

નિવૃત્તિ લેવાનો વિચાર

Pacquiao ઉપરાંત, સેનેટર Aculino PDP-Laban પાર્ટીના પ્રમુખ છે. અગાઉ, પાર્ટીએ ઉપાધ્યક્ષ માટે રોડ્રિગો દુતેર્તેની વરણી કરી હતી. જોકે, તેમના માટે વિજયનો માર્ગ સરળ રહેશે નહીં. તેણે તાજેતરમાં એલજીબીટીક્યુ લોકોને પ્રાણીઓ કરતા પણ ખરાબ ગણાવ્યા હતા, જેના કારણે લોકોએ તેને ખૂબ ટ્રોલ કર્યો હતો.

તાજેતરમાં, manny pacquiao યોર્ડેનિસ ઉગાસના હાથે નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તેણે બોક્સિંગમાંથી નિવૃત્તિ તરફ ઈશારો કર્યો હતો. તેમણે કહ્યું, ‘ભવિષ્યમાં, તમે manny pacquiao ને ફરીથી રિંગમાં લડતા જોશો નહીં. મને ખબર નથી પણ મેં જે પ્રાપ્ત કર્યું તેનાથી હું ખુશ છું.

 

આ પણ વાંચો : IPL 2021: KKR માટે જીત ખૂબ મહત્વની, તો RCB નો મજબૂત પડકાર રહેશે

Next Article