Beach handballમાં હવે બિકીની પહેરવી ફરજિયાત નથી, ટોક્યો ઓલિમ્પિકમાં વિવાદ બાદ ફેડરેશને લીધો નિર્ણય

|

Nov 02, 2021 | 2:14 PM

ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympic)માં, હેન્ડ બીચબોલ ટીમોએ બિકીની પહેરવાના નિયમ સામે અવાજ ઉઠાવ્યો હતો. આ પછી હવે હેન્ડબોલ ટીમોએ તેનો વિરોધ કર્યો હતો.

Beach handballમાં હવે બિકીની પહેરવી ફરજિયાત નથી, ટોક્યો ઓલિમ્પિકમાં વિવાદ બાદ ફેડરેશને લીધો નિર્ણય
બીચ હેન્ડબોલના નિયમોમાં ફેરફાર

Follow us on

Handball Federation : ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic) દરમિયાન તમામ વિવાદો બાદ બીચ હેન્ડબોલ ફેડરેશને (Handball Federation) તેના ડ્રેસ કોડમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમો અનુસાર હવે ખેલાડીઓ માટે બિકીની પહેરવી ફરજિયાત રહેશે નહીં. મહિલા ખેલાડીઓને હવે શોર્ટ ટાઈટ પેન્ટ પહેરવાની છૂટ મળશે. આ તમામ વિવાદ યુરોપિયન ચેમ્પિયનશિપ(European Championship) થી શરૂ થયો હતો.

સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત IHF ફેડરેશને 3 ઓક્ટોબરે તેના નવા નિયમમાં ફેરફાર કર્યો છે. અગાઉ નિયમોને ભેદભાવપૂર્ણ ગણવામાં આવતા હતા. જૂના નિયમો અનુસાર મહિલાઓને બોડી ફીટ કપડાં પહેરવાનું કહેવામાં આવતું હતું, જ્યારે પુરુષોને ઢીલા ન હોય તેવા કપડાં પહેરવાનું કહેવામાં આવતું હતું. ઓલિમ્પિક દરમિયાન નોર્વેની બીચ વોલીબોલ ટીમે તેની સામે અવાજ ઉઠાવ્યો હતો. નોર્વેના ફેડરેશને તેના ખેલાડીઓને બિકીની ન પહેરવા બદલ દંડ ફટકાર્યો હતો.

ટોક્યો ઓલિમ્પિકમાં નોર્વેની ટીમે સવાલો ઉઠાવ્યા હતા

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

નોર્વેની મહિલા બીચ વોલીબોલ ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં બિકીનીને બદલે શોર્ટ્સ પહેરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આ નિર્ણયને કારણે તેણે દંડ ભરવો પડ્યો હતો. ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ પહેલા, નોર્વેની મહિલા બીચ વોલીબોલ ટીમે યુરોપિયન હેન્ડબોલ ફેડરેશનને બિકીની બોટમ્સને બદલે શોર્ટ્સ પહેરવાની પરવાનગી માંગી. તેણે કહ્યું કે, બિકીની બોટમના કારણે તે ખૂબ જ સેક્સ્યુઅલાઈઝ છે. પરંતુ ફેડરેશને ઇનકાર કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, શોર્ટ્સ પહેરવાથી દંડ થશે. પરંતુ નોર્વેની ટીમે તેનો વિરોધ કર્યો અને માત્ર શોર્ટ્સ પહેરી.

નોર્વેની ટીમને દંડ ફટકારવામાં આવ્યો

થોડા સમય પહેલા યુરોપિયન હેન્ડબોલ એસોસિએશને નોર્વેની બીચ હેન્ડબોલ ટીમને 1,500 યુરોનો દંડ ફટકાર્યો હતો. પોપ સ્ટાર પિંકે ટીમના નિર્ણયને ટેકો આપ્યો હતો અને તેમનો દંડ ચૂકવવાની ઓફર કરી હતી. પુરુષોના બીચ હેન્ડબોલ ખેલાડીઓ દસ સેન્ટિમીટર સુધીના શોર્ટ્સ પહેરી શકે છે. તેના વિશે એક જ નિયમ છે કે, શોર્ટ્સ ઘૂંટણની ઉપર હોવી જોઈએ

કેટલાક ખેલાડીઓ શોટ પહેરવાના વિરોધમાં પણ છે

કેટલાક ખેલાડીઓ એવા પણ છે જેમણે બિકીની ન પહેરવા પર સવાલ ઉઠાવ્યા હતા. વોલીબોલ સ્ટાર્સ કાર્લા બોર્ગર અને જુલિયા સુદે કતારમાં ફેબ્રુઆરીમાં યોજાનારી ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ ટુર્નામેન્ટમાં વોલીબોલ ખેલાડીઓને બિકીની પહેરવાની મનાઈ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, ખેલાડીઓએ રમત દરમિયાન શર્ટ અને લાંબી ટ્રાઉઝર પહેરવી જોઈએ. કાર્લા અને જુલિયાએ ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરતા કહ્યું કે કતાર એકમાત્ર એવો દેશ છે જ્યાં ખેલાડીઓને કોર્ટ પર બિકીની પહેરવાની મનાઈ છે. રવિવારે બોર્ગરે રેડિયો સ્ટેશન Deutschlandfunk ને કહ્યું, ‘અમે ત્યાં અમારું કામ કરીશું, પરંતુ અમને અમારા કામ માટે જરૂરી કપડાં પહેરવાથી રોકવામાં આવી રહ્યાં છે.’

આ પણ વાંચો : Anil Deshmukh: ખંડણી અને મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ

Next Article