Big Bash: એન્ડ્ર્યુ ટાયે વાઇડ બોલ નાખી જેમ્સ વિંસને શતક ચુકાવી દીધુ, ગુસ્સાથી લાલચોળ થયો જેમ્સ, જુઓ Video

|

Jan 31, 2021 | 12:28 PM

બિગ બેશ લીગ (Big Bash League) ની ક્વોલીફાયર મેચમાં સિડની સિક્સર (Sydney Sixers) ની ટીમ એક તરફી મેચમાં પર્થ સ્કોચર્સની ટીમને 9 વિકેટ થી હરાવીને ફાઇનલ પ્રવેશ કર્યો છે.

Big Bash: એન્ડ્ર્યુ ટાયે વાઇડ બોલ નાખી જેમ્સ વિંસને શતક ચુકાવી દીધુ, ગુસ્સાથી લાલચોળ થયો જેમ્સ, જુઓ Video
Big Bash League

Follow us on

બિગ બેશ લીગ (Big Bash League) ની ક્વોલીફાયર મેચમાં સિડની સિક્સર (Sydney Sixers) ની ટીમ એક તરફી મેચમાં પર્થ સ્કોચર્સની ટીમને 9 વિકેટ થી હરાવીને ફાઇનલ પ્રવેશ કર્યો છે. પર્થ સ્કોચર્સ (Perth Scorchers) ની ટીમએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકશાન પર 167 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો હતો. જેના જવાબમાં સિડની ટીમએ જેમ્સ વિંસ (James Vince) ની 98 રનની અણનમ પારીના દમ પર આ લક્ષ્યને 17 ઓવરમાં જ પાર કરી લીધુ હતુ. જોકે એન્ડ્ર્યુ ટાય (Andrew Tye) એ જેમ્સ વિંસને તેનુ શતક પુરુ નહી કરવા દીધુ અને બોલને વાઇડ કરવામાં આવ્યો હતો. વાઇડ બોલ નાંખવાને લઇને વિંસ ખૂબ જ ગુસ્સામાં દેખાયો હતો.

સિડનીની પારીની 18મી ઓવર શરુ થઇ હતી અને ટીમને જીત માટે એક જ રનની જરુર હતી જેમ્સ વિંસ તે સમયે 98 રન પર બેટીંગ કરી રહ્યો હતો. તેની રમત જોઇને લાગી રહ્યુ હતુ કે, તે શતક પુરુ કરી લેશે. પરંતુ એન્ડ્રયુ ટાયએ ઓવરની પ્રથમ બોલ જ વાઇડ ફેંકી દીધી હતી. આમ વિંસ પોતાની સદી નોંધાવતા ચુકી ગયો હતો. ત્યાર બાદ વિંસ ક્રિઝ પર જ લાલચોળ થઇ ગયો હતો અને ટાય તરફ ગુસ્સાની નજરથી તાકવા લાગ્યો હતો. જોકે ત્યાર બાદ ટાયની સાથે હાથ મિલાવ્યો હતો અને પર્થના સાથીઓએ પણ તેની તારીફ કરી હતી.

https://twitter.com/BBL/status/1355476900160761858?s=20

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સિડની ટીમ લગાતાર બીજી વાર બિગ બેશ લીગની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. પાછળના વર્ષની સિઝનમાં ટીમ આ ટ્રોફીને પોતાના નામે કરી હતી. પર્થ સ્કોચર્સની તરફથી જોશ ઇંગ્લીંશે 69 રનની રમત રમી હતી. ટીમના કેપ્ટન ટર્નરે એ પણ અંતિમ ઓવરોમાં 22 બોલમાં 33 રનની રમત દાખવી હતી.

Next Article