ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ દરમ્યાન જ ભારતીય યુવકે ઓસ્ટ્રેલીયન યુવતીને પ્રપોઝ કર્યુ, જાણો યુવતીએ શું કહ્યું

|

Nov 29, 2020 | 6:38 PM

ક્રિકેટનું સ્ટેડિયમ આમ તો ક્રિકેટરોને માટે ખૂબ જ ખૂબસુરત જગ્યા હોય છે, પરંતુ કેટલાક ક્રિકેટ પ્રેમીઓ એવા પણ હોય છે કે જેઓ સ્ટેડીયમને પોતાના ખૂબસુરત પળોનું સાક્ષી બનાવવા માટે પસંદ કરે છે. આવુ જ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઈ રહેલી સિડની વન ડે દરમ્યાન સ્ટેડીયમમાં જોવા મળ્યુ હતુ. એક ભારતીય ક્રિકેટ ફેને ઓસ્ટ્રેલીયન ક્રિકેટ ટીમની […]

ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ દરમ્યાન જ ભારતીય યુવકે ઓસ્ટ્રેલીયન યુવતીને પ્રપોઝ કર્યુ, જાણો યુવતીએ શું કહ્યું

Follow us on

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ખૂબસુરત પળને જોઈને ઓસ્ટ્રેલિયાની ટીમના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ સહિત તમામ ખેલાડીઓએ પણ તાળીઓ પાડી હતી. આ દરમ્યાન લાંબા સમય સુધી આ કપલે એક બીજાને હગ કરી રાખ્યુ હતુ, હગ કરીને બંનેએ કીસ પણ કરી હતી. યુવક અને યુવતીને જોઈને જોકે એમ લાગી રહ્યુ હતુ કે બંને એકબીજાના જાણીતા હશે અને બંને આ અગાઉ પણ મિત્રો હોઇ શકે જે હવે એકબીજાના પાર્ટનર બનવા આગળ વધી રહ્યા છે. આ બંને વચ્ચેની આ પળોને કોઈએ તસ્વીર પણ ના લેવી પડી કે ના તો વિડીયો પણ બનાવવા પડ્યા હતા. કારણ કે મેદાન પર ક્રિકેટને લઈને લાઈવ પ્રસારણના કેમેરા પણ અઢળક હતા. બે ઓવરોની વચ્ચે ના સમયમાં જ આ દ્રશ્ય હોઈ પુરતો સમય પણ કેમેરાના લેન્સને પણ તેમની પર ફોકસ કરવા માટે મળી રહ્યો હતો.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article