કોરોનાના દર્દીઓની મદદ માટે આગળ આવી BCCI, કરી આ મોટી સહાય આપવાની જાહેરાત, જાણો

|

May 24, 2021 | 6:20 PM

કોરોનાના આ મુશ્કેલ સમયમાં ભારતીય ક્રિકેટ બોર્ડ પણ મદદ માટે આગળ આવ્યું છે. બોર્ડે કોરોના વાયરસ સામે લડતા લોકોની મદદ કરવા માટે ઓક્સિજન કોન્ટ્રેસેન્ટર્સ આપવાની જાહેરાત કરી છે.

કોરોનાના દર્દીઓની મદદ માટે આગળ આવી BCCI, કરી આ મોટી સહાય આપવાની જાહેરાત, જાણો
BCCI એ 2000 ઓક્સિજન કોન્સેન્ટર્સ આપવાની કરી જાહેરાત

Follow us on

કોરોનાએ ભારતમાં આતંક ફેલાવ્યો છે. આવામાં દરેક ક્ષેત્રના લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. આ વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડે પણ કોરોના વાયરસ સામે લડતા લોકોની મદદ કરવા માટે ઓક્સિજન કોન્ટ્રેસેન્ટર્સ આપવાની જાહેરાત કરી છે. BCCI દ્વારા 10 લિટરના 2000 કોન્ટ્રેસેન્ટર્સ આપવામાં આવશે. આ કોન્ટ્રેસેન્ટર્સનું આગામી કેટલાક મહિનામાં આખા ભારતમાં વિતરણ કરવામાં આવશે.

બોર્ડે એક નિવેદન બહાર પાડીને આ જાહેરાત કરી છે, સાથે કહ્યું છે કે એવી અપેક્ષા છે કે આનાથી જરૂરી તબીબી સહાય મળશે અને જરૂરીયાતમંદ દર્દીઓને મદદ થશે. BCCI એ આશા વ્યક્ત કરી છે કે રોગચાળાને કારણે થતી મુશ્કેલી પણ ઓછી થશે. ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરને કારણે ઘણું નુકસાન થયું છે. આને કારણે તબીબી ઓક્સિજનની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. ઓક્સિજનને કારણે ઘણા લોકોના મોત થયાના સમાચાર પણ પ્રાપ્ત થયા છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

BCCI નાપ્રેસીડેન્ટ સૌરવ ગાંગુલીએ આ વિશે જણાવ્યું હતું કે “આ સમયે તબીબી અને આરોગ્ય સેવાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓએ આગળ આવીને લડ્યા છે અને લોકોને બચાવવા માટે તેમણે બધું જ કર્યું છે. ભારતીય બોર્ડ આરોગ્ય અને સલામતીને પણ મહત્વ આપે છે અને તે માટે પ્રતિબદ્ધ છે. ઓક્સિજન કોન્સેન્ટર્સથી કોરોના પીડિત લોકોને રાહત મળશે અને તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ જશે.”

હાર્દિક અને ક્રુનાલ પંડ્યા પણ કરી રહ્યા છે મદદ

આ સમયે BCCI એ મોટી જાહેરાત કરી છે ત્યારે હાર્દિક પંડ્યા અને કુણાલ પંડ્યા પણ કોરોના મહામારી સામે લડી રહેલા લોકોની મદદ કરી રહ્યા છે. તેઓ પણ કોરોના દર્દીઓ માટે ઓક્સિજન કોન્સેન્ટર્સ મોકલી રહ્યા છે. ભારત તરફથી T-20 રમી ચૂકેલા કુણાલ પંડ્યાએ સોમવારે ટ્વિટર દ્વારા આ માહિતી શેર કરી હતી. કૃણાલે આ તસવીર સાથે ટિ્‌વટ કર્યું હતું કે, ‘કોવિડ સેન્ટરોમાં દરેક જલ્દીથી સાજા થાય તેવી પ્રાર્થના સાથે ઓક્સિજન કોન્સેન્ટર્સની નવી કન્સાઇનમેન્ટ મોકલવામાં આવી રહી છે.’

https://twitter.com/hardikpandya7/status/1396725881540734981

200 ઓક્સિજન કોન્સેન્ટર્સનું દાન

હાર્દિકે સોશ્યલ મીડિયા પર એમ પણ કહ્યું હતું કે સાથે મળીને આ મહામારી સામે જંગ જીતી શકાય એમ છે. હાર્દિકે કહ્યું કે, “આપણે મુશ્કેલ લડત લડી રહ્યા છીએ અને સાથે મળીને આપણે તેની સામે વિજય મેળવી શકીશું.” આ મહિનાની શરૂઆતમાં હાર્દિકે જાહેરાત કરી હતી કે તેના ભાઈ કુણાલ સહિત આખા પરિવાર સાથે મળીને દેશના ગ્રામીણ વિસ્તારોમાં મહામારી સામે લડવા માટે 200 ઓક્સિજન કોન્સેન્ટર્સનું દાન કરશે.

 

આ પણ વાંચો: મેચ બાદ ગુંદરથી ચોંટાડવા પડે છે ઝિમ્બાબ્વેના ક્રિકેટરને જૂતા, આ કંપની મદદ માટે આવી આગળ

આ પણ વાંચો: દાઉદની ગેંગ પણ અરુણ ગવલીની દગડી ચાલમાં આવતા ડરતી હતી, જાણો આ ચાલ વિશે રોચક માહિતી

Next Article