મેચ બાદ ગુંદરથી ચોંટાડવા પડે છે ઝિમ્બાબ્વેના ક્રિકેટરને જૂતા, આ કંપની મદદ માટે આવી આગળ

ઝિમ્બાબ્વેના (Zimbabwe) ક્રિકેટર રયાન બર્લે (Ryan Burl) તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની એક સમસ્યા શેર કરી અને મદદની વિનંતી કરી છે.

મેચ બાદ ગુંદરથી ચોંટાડવા પડે છે ઝિમ્બાબ્વેના ક્રિકેટરને જૂતા, આ કંપની મદદ માટે આવી આગળ
મેચ બાદ ગુંદરથી ચોંટાડવા પડે છે ઝિમ્બાબ્વેના ક્રિકેટરને જૂતા

દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે સંઘર્ષ જરૂરી છે. ફિલ્મી કલાકારો અને ક્રિકેટરોના મોઢે આપણે ઘણી વાર તેમના સંઘર્સની વાત સાંભળી છે. કોઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકે પછી એના પાછળના સંઘર્ષની કહાણી બહાર આવતી હોય છે. કારકિર્દીની શરૂઆતમાં ખેલાડીએ કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, તેણે કેવી રીતે આંતરરાષ્ટ્રીય સ્તર મેળવ્યું તે દરેક બાબતોનો આમાં સમાવેશ થાય છે.

ક્રિકેટમાં (Cricket) હવે ટી 20 લીગના આગમનની સાથે ખેલાડીઓએ આર્થિક મદદ પણ મળવાની શરૂઆત થઇ છે. જોકે ઘણા એવા દેશો છે જ્યાં ક્રિકેટ બહુ લોકપ્રિય નથી અને ત્યાંના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય તબક્કે પહોંચ્યા પછી પણ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

આવી જ ઝિમ્બાબ્વેના (Zimbabwe) ક્રિકેટર રયાન બર્લના (Ryan Burl) હાલ પણ આવા જ કંઇક છે. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર પોતાની એક સમસ્યા શેર કરી છે અને મદદની વિનંતી કરી છે. રયાન બર્લે (Ryan Burl) તેના ટ્વિટર એકાઉન્ટ પર તેના ફાટેલા જૂતાનો ફોટો પોસ્ટ કર્યો. અને લખ્યું હતું કે અમને કોઈ સ્પોન્સર મળી શકે?

બર્લે લખ્યું હતુ કે “અમને કોઈ સ્પોન્સર મળે તેવી ચાન્સ ખરો? જેથી અમારે દરેક શ્રેણી બાદ અમારા શૂઝને ફરીથી ગુંદર લગાવવાની જરૂર ના પડે.”

https://twitter.com/ryanburl3/status/1396137203894468609

આ બાદ બર્લની આ ટ્વિટ ખુબ વાયરલ થવા લાગી. તેની આ પોસ્ટનો જવાબ આપતા પુમા ક્રિકેટએ લખ્યું કે “હવે ગુંદરને દુર મૂકી દેવાનો સમય આવી ગયો છે. અમે તમને કવર કરીશું.” પુમાએ આગળ આવીને સ્પોન્સર કરવાની જવાબદારી લીધી છે. અને પુમાનો આ જવાબ પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે, તેમજ ક્રિકેટ પ્રેમીઓ કંપનીના વખાણ કરી રહ્યા છે.

2017 માં ઝિમ્બાબ્વે તરફથી ડેબ્યૂ કરનાર બર્લ અત્યાર સુધી 3 ટેસ્ટ, 18 વનડે અને 25 ટી 20 મેચ રમ્યો છે. હાલમાં જ પાકિસ્તાન સામેની ટી -20 શ્રેણીમાં તે ઝિમ્બાબ્વેની ટીમનો પણ ભાગ હતો.

 

આ પણ વાંચો: દાઉદની ગેંગ પણ અરુણ ગવલીની દગડી ચાલમાં આવતા ડરતી હતી, જાણો આ ચાલ વિશે રોચક માહિતી

આ પણ વાંચો: Mucormycosis: ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને ઈન્જેક્શન ફાળવવામાં તંત્ર સદંતર નિષ્ફળ

Click on your DTH Provider to Add TV9 Gujarati