BCCI: આગામી મે માસના અંતમાં એજીએમ મળશે, ટી20 વિશ્વકપના આયોજનને લઇને મહત્વની ચર્ચા કરાશે

|

May 19, 2021 | 3:22 PM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની વાર્ષિક સાધારણ સભા (AGM) આગામી 29 મેના રોજ યોજાનારી છે. જેમાં T20 વિશ્વકપ (T20 World Cup) ના આયોજનથી લઇને IPL ટુર્નામેન્ટને પૂર્ણ કરવાની પણ ચર્ચા કરવામાં આવી શકે છે.

BCCI: આગામી મે માસના અંતમાં એજીએમ મળશે, ટી20 વિશ્વકપના આયોજનને લઇને મહત્વની ચર્ચા કરાશે
BCCI

Follow us on

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની વાર્ષિક સાધારણ સભા (AGM) આગામી 29 મેના રોજ યોજાનારી છે. જેમાં T20 વિશ્વકપ (T20 World Cup) ના આયોજન થી લઇને IPL ટુર્નામેન્ટને પૂર્ણ કરવાની પણ ચર્ચા કરવામાં આવી શકે છે. આઇસીસી T20 વિશ્વકપને BCCI ભારતમાં જ યોજવા અંગે પ્રતિબદ્ધ છે. જોકે IPL 2021 ને કોરોના સંક્રમણને લઇને રોકી દેવામાં આવતા વિશ્વકપના આયોજનને લઇને સંકટ વર્તાવા લાગ્યુ હતુ.

મીડિયા રિપોર્ટનુસાર આગામી 29 મે એ બીસીસીઆઇની AGM મળનારી છે. જેમાં વિશ્વકપના આયોજનને લઇને ચર્ચા થશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ સાથે બીસીસીઆઇ જૂન માસમાં એક બેઠક પણ યોજનાર છે. જાણકારી મુજબ આઇસીસી સાથે થનારી બેઠક પહેલા બીસીસીઆઇ ભારતમાં આ વર્ષે થનારી આગામી T20 વિશ્વકને લઇને જ વિશેષ સામાન્ય સભા યોજનાર છે.

રિપોર્ટ મુજબ એક સુત્રએ કહયુ છે કે, એક જૂને આઇસીસી સાથે બેઠક યોજાનારી છે. તેના પહેલા જ અમે અમારી બેઠકમાં આ વાત પર ખાસ ચર્ચા કરીશુ, કે કોરોના મહામારી દરમ્યાન T20 વિશ્વકપનુ આયોજનની તૈયારીઓ કેવી રીતે કરીશુ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઓક્ટોબર અને નવેમ્બર મહિના દરમ્યાન રમાનારા ટી20 વિશ્વકપ માટે બીસીસીઆઇ એ નવ સ્થળોને પસંદ કર્યા છે. જેમાં અમદાવાદ, મુંબઇ, કલકત્તા, નવી દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નાઇ, ધર્મશાળા અને લખનૌ સામેલ છે. બોર્ડની બેઠકમાં અગાઉ પણ તમામ રાજ્યોને સૂચિત કરવામાં આવ્યા હતા કે, તૈયારીઓને જારી રાખે. T20 વિશ્વ કપ ઉપરાંત સુત્ર મુજબ એજીએમમાં મહિલા ક્રિકેટના સંદર્ભે પણ ચર્ચા થશે.

Next Article