BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ખેલાડીઓનો માન્યો આભાર, કહ્યુ તમારા માટે પણ હતી ઘણી મુશ્કેલીઓ

|

Nov 12, 2020 | 8:21 AM

દુબઇ આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ પર ગત મંગળવારે મુંબઇ ઇન્ડિયન્સે ટાઇટલ જીતી લેવા સાથે ટી-20 લીગની 13 મી સિઝનનો શાનદાર અંત થયો હતો. આ સિઝન અનેક રીતે ખાસ રહી છે, લાંબા સમય સુધી ક્રિકેટરોથી લઇને પ્રશાસકો ને ફેંસમાં વસી રહેશે. કોરોના વાયરસની મહામારીને લઇને આ ટુર્નામેન્ટ મુશ્કેલીઓ વચ્ચે સફળતા પુર્વક આયોજન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પાર પાડ્યુ […]

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ખેલાડીઓનો માન્યો આભાર, કહ્યુ તમારા માટે પણ હતી ઘણી મુશ્કેલીઓ

Follow us on

દુબઇ આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ પર ગત મંગળવારે મુંબઇ ઇન્ડિયન્સે ટાઇટલ જીતી લેવા સાથે ટી-20 લીગની 13 મી સિઝનનો શાનદાર અંત થયો હતો. આ સિઝન અનેક રીતે ખાસ રહી છે, લાંબા સમય સુધી ક્રિકેટરોથી લઇને પ્રશાસકો ને ફેંસમાં વસી રહેશે. કોરોના વાયરસની મહામારીને લઇને આ ટુર્નામેન્ટ મુશ્કેલીઓ વચ્ચે સફળતા પુર્વક આયોજન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પાર પાડ્યુ હતુ. ખેલાડીઓએ પણ જેને લઇને અનેક મુશ્કેલીઓ વેઠી હતી, આમ બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બધા જ ખેલાડીઓનો અને ટીમોથી જોડાયેલા તમામ લોકોનો આભાર માન્યો હતો.

યુએઇમાં લગભગ છ સપ્તાહ સુધી ચાલેલ આઇપીએલ 2020 ના દરમ્યાન ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને અધીકારીઓ સહિત આયોજકોને બાયો સિક્યોર બબલમાં રહેવુ પડ્યુ હતુ, જે તમામને માટે નવા પડકાર સમાન હતુ. જેને સફળ બનાવવા માટે અને સહયોગ આપવા માટે પણ બીસીસીઆઇ અધ્યક્ષે બધા ખેલાડીઓનો આભાર માન્યો હતો. ટુર્નામેન્ટ ખતમ થવાના બાદ હવે બુધવારે ગાંગુલીએ ટ્વીટ કરીને કહ્યુ હતુ, બીસીસીઆઇ અધિકારીઓ અને પોતાના તરફથી વ્યક્તિગત રીતે પણ તમામ ટીમોના ખેલાડીઓને ધન્યવાદ આપુ છુ. કે જેમણે ચુસ્ત બાયો-બબલથી પસાર થઇ આ ટુર્નામેન્ટને સફળ બનાવી હતી. આ માનસિક રીતે ખુબ જ મુશ્કેલ હતુ અને આપ લોકોની પ્રતિબદ્ધતા જ ભારતીય ક્રિકેટને ખાસ બનાવે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ વર્ષે 29 માર્ચમાં શરુ થનારા આઇપીએલ ની 13 મી સિઝન કોરોના વાયરસના લોકડાઉન ને લઇને અનિશ્વિત કાળ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. ભારતમાં લગાતાર વધી રહેલા કોરોના મામલાઓને બાદ આ ટુર્નામેન્ટના આયોજન પર આશંકાના વાદળ ઘેરાયા હતા. માનવામાં આવી રહ્યુ હતુ કે, બીસીસીઆઇ દુનિયાના સૌથી મોટા ટી-20 ટુર્નામેન્ટને આ વર્ષે રદ કરવો પડી શકે છે. જોકે, ઓસ્ટ્રેલીયામાં પ્રસ્તાવિત ટી-20 વર્લ્ડકપ ના ટળી જવાના બાદ બીસીસીઆઇએ તેના સફળ આયોજન માટે પુરો દમ લગાવી દીધો હતો. યુએઇની સાથે પોતાના સારા સંબંધોના આધાર પર બીસીસીઆઇએ દેશની બહાર પુરા ટુર્નામેન્ટને આયોજીત કરવાનો નિર્ણય કર્યો હતો. ફક્ત ત્રણ સ્ટેડીયમોમાં આઇપીએલ 2020 ની તમામ 60 મેચ અને વિમેન્સ ટી-20 ચેલેન્જની ચાર મેચ સફળતા પુર્વક આયોજીત કરવામાં આવી હતી.

લગભગ 50 દીવસો સુધી ચાલેલી આ ટુર્નામેન્ટમાં કોઇ પણ પ્રકારની ફરીયાદ કે ક્ષતીની બાબત સામે આવી નહોતી. કોઇ પણ પ્રકારની મુશ્કેલીઓ વિના યાદગાર સિઝનના સફળ આયોજન બદલ દુનિયાભરના ક્રિકેટ એક્સપર્ટથી લઇ ચાહકે સૌરવ ગાંગુલી અને બીસીસીઆઇ ને પણ ધન્યવાદ પાઠવ્યા હતા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article