વિકલાંગ ક્રિકેટરો માટે સારા સમાચાર, BCCI એ વિકલાંગ ક્રિકેટરો માટે કમિટી બનાવી, સૌ કોઈ કરી રહ્યા છે વખાણ

|

Dec 14, 2021 | 12:57 PM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દેશના વિકલાંગ ક્રિકેટરો માટે એક સમિતિની રચના કરી છે, જેનાથી તેમને BCCI હેઠળ રમવાનો માર્ગ મોકળો થશે.

વિકલાંગ ક્રિકેટરો માટે સારા સમાચાર, BCCI એ વિકલાંગ ક્રિકેટરો માટે કમિટી બનાવી, સૌ કોઈ કરી રહ્યા છે વખાણ
Differently Abled Cricket Council of India

Follow us on

BCCI : આ વર્ષે એપ્રિલમાં, BCCI (Board of Control for Cricket in India)ની એપેક્સ કાઉન્સિલે ક્રિકેટ કાઉન્સિલ ફોર ડિસેબિલિટીઝ ઓફ ઈન્ડિયા (DCCI) ને શારીરિક રીતે અશક્ત બહેરા, દૃષ્ટિહીન અને વ્હીલચેર સહભાગીઓ વચ્ચે ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે એકમાત્ર એન્ટિટી તરીકે માન્યતા આપવાનો નિર્ણય કર્યો હતો. બોર્ડે હવે એક પગલું આગળ વધાર્યું છે, જેનાથી વિકલાંગ ક્રિકેટરો (Cricketers)ને ફાયદો થશે.

બીસીસીઆઈ (Board of Control for Cricket in India)ના એક અધિકારીએ જાણીતી સમાચાર સંસ્થાને કહ્યું, “હા, અમે ઔપચારિક રીતે એક સમિતિની રચના કરી છે, જે વિકલાંગ ક્રિકેટરોના ક્રિકેટની તપાસ કરશે. આ હવે BCCIની સબ-કમિટી હશે. ભારતની વિકલાંગ ટીમ હવે BCCIના નેજા હેઠળ રમશે.હવે, બોર્ડ એક ડગલું આગળ વધ્યું છે, જે અલગ-અલગ-વિકલાંગ ક્રિકેટરોને મોટું પ્રોત્સાહન પૂરું પાડે છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આ પગલાની ભારતીય મહિલા ODI અને ટેસ્ટ ટીમની કેપ્ટન મિતાલી રાજ અને DCCI દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી હતી.ડીસીસીઆઈ (Differently Abled Cricket Council of India)એ ટ્વીટ કર્યું, “અમે ડીસીસીઆઈ ડિસેબલ ક્રિકેટ કમિટી (DCCI Disabled Cricket Committee)ની રચના કરવા માટે જય શાહ, સૌરવ ગાંગુલી, અરુણ ધૂમલ અને બીસીસીઆઈના તમામ રાજ્ય અને માન્ય એકમોના આભારી છીએ. આ પહેલીવાર છે જ્યારે BCCIએ વિકલાંગ ક્રિકેટરોને માન્યતા આપી છે અને અમને તેમની સાથે જોડ્યા છે.’

આવતા વર્ષે માર્ચમાં અફઘાનિસ્તાન (Afghanistan) ની ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે અને બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે (Afghanistan Cricket Board) તેનો ફ્યુચર ટૂર પ્રોગ્રામ જાહેર કર્યો છે, જે મુજબ માર્ચમાં ભારત અને અફઘાનિસ્તાન (India Vs Afghanistan) વચ્ચે ODI શ્રેણી રમાશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત પોતાની B ટીમને અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતારશે. ટીમ ઈન્ડિયા (Team India) નું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે અને અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીમાં સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે. અફઘાનિસ્તાન સામે સારું પ્રદર્શન કરી રહેલા ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad), વેંકટેશ અય્યર (Venkatesh Iyer) જેવા ખેલાડીઓને તક મળી શકે છે.

આ પણ વાંચો : કોંગ્રેસે સિદ્ધુને સોંપી ચૂંટણીની કમાન, કેપ્ટને કહ્યું- આવા અપમાન કરતાં સારું, ચન્ની રાજીનામું આપો, શું તે માત્ર દલિત મતો મેળવવા માટે છે ?

Next Article