રાહુલ દ્રવિડ ફરીથી બન્યા ટીમ ઈન્ડિયાનો કોચ, BCCIએ આપી મહત્વની માહિતી
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા રાહુલ દ્રવિડને ફરી એકવાર ટીમ ઈન્ડિયાનો કોચ બનાવવામાં આવ્યો છે. ODI વર્લ્ડ કપ 2023 પછી તેનો કરાર સમાપ્ત થઈ ગયો હતો.

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા રાહુલ દ્રવિડને ફરી એકવાર ટીમ ઈન્ડિયાનો કોચ બનાવવામાં આવ્યો છે. ODI વર્લ્ડ કપ 2023 પછી તેનો કરાર સમાપ્ત થઈ ગયો હતો.બુધવારે એક મોટી જાહેરાત કરતા BCCIએ રાહુલ દ્રવિડને મુખ્ય કોચ તરીકે જાળવી રાખ્યો છે. તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ વર્લ્ડ કપ ફાઈનલ બાદ પૂર્ણ થઈ ગયો હતો. એવી અટકળો ચાલી રહી હતી કે રાહુલ દ્રવિડની જગ્યાએ વીવીએસ લક્ષ્મણને કોચ બનાવવામાં આવી શકે છે પરંતુ એવું બન્યું નહીં.
રાહુલ દ્રવિડ હવે ટીમ ઈન્ડિયા સાથે સાઉથ આફ્રિકાના પ્રવાસે જશે
રાહુલ દ્રવિડની આગેવાનીમાં ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023 જીતી શકી નથી. તેમ છતાં બીસીસીઆઈએ બીજી વખત દ્રવિડને હોડ કોચ બનાવ્યા છે. બીસીસીઆઈએ તેના સિવાય ટીમ ઈન્ડિયાના બીજા સપોર્ટ સ્ટાફનો કોન્ટ્રાક્ટ વધારી દીધો છે.
NEWS -BCCI announces extension of contracts for Head Coach and Support Staff, Team India (Senior Men)
More details here – https://t.co/rtLoyCIEmi #TeamIndia
— BCCI (@BCCI) November 29, 2023
રાહુલ દ્રવિડે કહ્યું વિશ્વાસ માટે આભાર
રાહુલ દ્રવિડે હોડ કોચની જવાબદારી બીજી વખત મળતા ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું બીસીસીઆઈનો આભાર માન્યો છે. રાહુલ દ્રવિડે કહ્યું વર્લ્ડ કપ બાદ તેની સામે અનેક પડકારો આવશે અને તેનો સામનો કરવા માટે તૈયાર છે.
દ્રવિડને ફરીથી મુખ્ય કોચની જવાબદારી કેમ મળી?
બીસીસીઆઈના અધ્યક્ષ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહે પણ ટીમ ઈન્ડિયા સાથે હોવા બદલ રાહુલ દ્રવિડનો આભાર માન્યો હતો. જય શાહે કહ્યું કે દ્રવિડનો કાર્યકાળ શાનદાર રહ્યો છે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ સતત 10 મેચ જીતીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી અને તેમાં રાહુલ દ્રવિડની મોટી ભૂમિકા હતી. જય શાહે કહ્યું કે આ પ્રદર્શનને કારણે રાહુલ દ્રવિડ ફરીથી મુખ્ય કોચ બનવાને લાયક હતા. BCCI પ્રમુખે એમ પણ કહ્યું કે રાહુલ દ્રવિડને આગળ વધવા માટે દરેક સંભવ મદદ કરવામાં આવશે.
આ પણ વાંચો : 17 દિવસ પછી ટનલમાંથી બહાર આવ્યા બાદ શ્રમિકોનો સૌથી પહેલો પ્રશ્ન, કહ્યું, ભારતે વર્લ્ડકપ જીત્યો?
