ટર્નિગ પિચ પર બેટ્સમેનોની પછડાટને લઇને અઝહરની નારાજગી, બેટ્સમેનોને આપી કિંમતી ટીપ્સ

|

Feb 27, 2021 | 8:19 AM

પૂર્વ ભારતીય કેપ્ટન અને સ્પિનર ની સામે શાનદાર પ્રદર્શન કરનારા મહંમદ અઝહરુદ્દીન (Mohammed Azharuddin) એ સ્પિન મદદગાર પિચ પર બેટ્સમેનોના વલણ પ્રત્યે સવાલ ઉઠાવ્યા છે.

ટર્નિગ પિચ પર બેટ્સમેનોની પછડાટને લઇને અઝહરની નારાજગી, બેટ્સમેનોને આપી કિંમતી ટીપ્સ
Mohammad Azharuddin

Follow us on

પૂર્વ ભારતીય કેપ્ટન અને સ્પિનરની સામે શાનદાર પ્રદર્શન કરનારા મહંમદ અઝહરુદ્દીન (Mohammed Azharuddin) એ સ્પિન મદદગાર પિચ પર બેટ્સમેનોના વલણ પ્રત્યે સવાલ ઉઠાવ્યા છે. તેમણે બેટીંગ દરમ્યાન બેટ્સમેનોના શૂઝને પસંદ કરવાને લઇને પણ સવાલ કર્યા હતા. મહંમદ અઝહરુદ્દીનનુ માનવુ છે કે, મોટેરા જેવી ટર્નીંગ પિચ પર રબરના તળીયા એટલે કે સોલ ધરાવતા શૂઝ પહેરવા જોઇએ. જેનાથી સુનિશ્વિત ફુટવર્ક અને શોટની ઉચિત પસંદગી બેટ્સમેનોની સફળતાની ચાવી રુપ હોય છે. અઝહર એ ભારતની ઇંગ્લેંડ સામેની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસની મોટી જીત બાદ એક પછી એક પછી એક કેટલાક ટ્વીટ કરીને સ્પિન સામે રમાવની ટીપ્સ આપી હતી. 58 વર્ષીય પૂર્વ ક્રિકેટરએ કહ્યુ હતુંં કે, સ્પાઇક વાળા શૂઝ (Spikes Shoes) ના બદલે રબરના તળીયા ધરાવતા શૂઝ પહેરવા એ શ્રેષ્ઠ વિકલ્પ છે.

અઝહરુદ્દીન એ ટ્વીટર કર્યુ હતુંં, બેટીંગ કરતા સમયે સ્પાઇક્સ પહેરવાનો કોઇ મતલબ હોતો નથી. રબરના તળીયા ધરાવતા શૂઝ બેટ્સમેનની ક્ષમતાને ઓછી નથી કરતા. મેં ટેસ્ટ ક્રિકેટમાં મુશ્કેલ પિચો પર કેટલીક શાનદાર ઇનીંગ જોઇ છે, જેમાં બેટ્સમેન રબર સોલના શૂઝ ઉપયોગ કરતા હોય છે. એ તર્ક પણ આપવામાં આવે છે કે, બેટ્સમેન વિકેટો વચ્ચે દોડ લગાવતા સમયે લપસીપડી શકે છે. પરંતુ વિંબલડનમાં તમામ ટેનિસ પ્લેયર રબરના સોલ વાળા જ શૂઝ પહેરીને રમતા હોય છે. ભારત તરફથી 1985 થી 2000 વચ્ચે 99 ટેસ્ટ મેચ અને 334 વન ડે રમવા વાળા અઝહર એ કહ્યુ કે, જેમના નામ યાદ આવે છે તેમાં, સુનિલ ગાવાસ્કર, મોહિંદર અમરનાથ અને દિલીપ વેંગસ્કર જેવા ભારતીય ખેલાડી જ નહી પણ વિવિયન રિચર્ડસ, માઇક ગેંટિંગ, એલન બોર્ડર, ક્લાઇવ લોયડ પણ સામેલ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અઝહરે ત્રીજી ટેસ્ટ મેચમાં બેટ્સમેનોએ આસાનીથી ઘુટણ ટેકવા પર નિરાશા દર્શાવી હતી. તેમણે કહ્યુ હતુંં કે, અમદાવાદ ટેસ્ટ મેચમાં બેટ્સમેનોને ઘુંટણ ટેકવતા જોવા એ નિરાશાજનક હતુંં. આ પ્રકારની સુકી અને ટર્નિગ વિકેટો પર શોટ પસંદગી અને સુનિશ્વીત ફુટવર્ક સફળતાની ચાવી બની શકે છે. આ પહેલા અઝહર એ અમદાવાદ ટેસ્ટ દરમ્યાન રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલની બોલીગ પર ખુશી દર્શાવી હતી. તેમણે કહ્યુ હતુ કે, તેમને જોઇને 1993ની શ્રેણીમાં અનિલ કુંબલે અને વેંકટપતિ રાજૂની બોલીંગની યાદ આવી ગઇ હતી.

ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારત હવે 2-1 થી આગળ છે. અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચને ટીમ ઇન્ડીયાએ બે દિવસમાં જ નિપટાવી લીધી હતી. અક્ષર અને અશ્વિનની જોડી આગળ અંગ્રેજ બેટ્સમેનો લાચાર જોવા મળ્યા હતા. મહેમાન ટીમ બંને પારી દરમ્યાન એક પણ વાર 150 રનના સ્કોર સુધી પહોંચી શકી નહોતી. તેમની 20 માંથી 19 વિકેટ સ્પિનર્સે ઝડપી હતી. સિરીઝની આખરી ટેસ્ટ મેચ પણ અહી જ રમાનારી છે.

Next Article