IND vs ENG : આ તો હદ થઈ ગઈ, ભારતીય ટીમને હરાવવા પર વિદેશી અમ્પાયરે લગાવ્યું એડી ચોટીનું જોર, લોર્ડ્સ ટેસ્ટમાં ખોટા નિર્ણયથી મચી ધમાલ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાય રહેલી લોર્ડ્સ ટેસ્ટ મેચ ખુબ રોમાંચક થઈ ગઈ છે. આ મેચમાં અમ્પાયરે પૉલ રાઈફલે કોઈ એવો નિર્ણય લીધો, જેને જોઈ ચાહકો સહિત દિગ્ગજો પણ હેરાન રહી ગયા હતા.

IND vs ENG :  આ તો હદ થઈ ગઈ, ભારતીય ટીમને હરાવવા પર વિદેશી અમ્પાયરે લગાવ્યું એડી ચોટીનું જોર, લોર્ડ્સ ટેસ્ટમાં ખોટા નિર્ણયથી મચી ધમાલ
| Updated on: Jul 14, 2025 | 2:11 PM

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટ ખુબ રોમાંચક મોડ પર પહોંચી છે. ચોથા દિવસની રમત પૂર્ણ થયા બાદ ભારતીય ટીમે 193 રનનો ટાર્ગેટનો પીછો કરતા 4 વિકેટ ગુમાવી 58 રન બનાવી લીધા છે. ટીમ ઈન્ડિયા હજુ જીતથી 135 રનથી દુર છે. મેચના ચોથા દિવસ અમ્પાયરિંગનું ખરાબ સ્તર જોવા મળ્યું હતુ. જ્યાં ઓસ્ટ્રિલાયના અમ્પાયર પૉલ રાઈફલે અનેક વખત ટીમ ઈન્ડિયા વિરુદ્ધ અનેક ખોટા નિર્ણય આપ્યા હતા.

LBW આઉટ થવાથી માંડ માંડ બચ્યો

લોર્ડ્સ ટેસ્ટમાં અમ્પાયરિંગ અંગે ઘણો વિવાદ ચાલી રહ્યો છે. રમતના ત્રીજા દિવસે, જો રૂટ મોહમ્મદ સિરાજના બોલ પર LBW આઉટ થવાથી માંડ માંડ બચી ગયો હતો. અમ્પાયર પોલ રાઇફલે ભારતની અપીલ ફગાવી દીધી હતી. DRSમાં પણ બોલ સ્ટમ્પને થોડો સ્પર્શતો જોવા મળ્યો હતો. આ પછી, સોશિયલ મીડિયા પર અમ્પાયરના નિર્ણયો પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા. બાદમાં વોશિંગ્ટન સુંદરે રૂટને તરત જ આઉટ કર્યો, પરંતુ અમ્પાયરના ખરાબ અહેવાલોએ મેચને વધુ વિવાદાસ્પદ બનાવી દીધી.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોડ્સ ટેસ્ટ મેચ ચાલી રહી છે. આ મેચમાં અમ્પાયરિંગને લઈ અનેક ખોટા નિર્ણયો લેવાયા હતા. આ નિર્ણયો પર હાલમાં ખુબ ચર્ચા થઈ રહી છે. ઘણા લોકોએ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા. લોકોએ કહ્યું કે ,DRS હોવા છતાં ખોટો નિર્ણય કેવી રીતે લઈ શકાય. કેટલાક લોકોએ DRSની પદ્ધતિ પર જ સવાલ ઉઠાવ્યા. અમ્પાયર પોલ રાઈફલના નિર્ણય પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા. લોકોએ કહ્યું કે, તેમણે ભારતની અપીલને ગંભીરતાથી લેવી જોઈતી હતી.

ગિલને પોલ રાઈફલે ખોટો આઉટ કર્યો

આટલું જ નહી. દિવસની રમત પૂર્ણ થતાં પહેલા શુભમન ગિલને પણ અમ્પાયરે પોલ રાઈફલે ખોટો આઉટ કર્યો હતો. બ્રાયડન કાર્સની એક બોલ શુભમન ગિલના બેટ પાસે ગઈ. ઈગ્લેન્ડના ખેલાડીઓએ અપીલ કરી તો અમ્પાયર રાઈફલે કાંઈ પણ વિચાર્યા વગર આઉટ કર્યો હતો. ત્યારે ગિલે રિવ્યું લીધો.રિવ્યુમાં જાણ થઈ કે, બોલ ગિલના બેટથી ખુબ દુર હતો. ત્યારબાદ તેને નોટ આઉટ આપ્યો હતો.

ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો