ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન 13મી નવેમ્બરથી સિડનીમાં ભારતીય ટીમ પ્રેકટીસ શરુ કરશે

|

Nov 08, 2020 | 10:45 PM

એ વાતને લઈને અનેક વાર ચર્ચાઓ થઈ ચુકી છે કે, શું ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન ટીમ ઈન્ડીયાને ક્વોરન્ટાઈનમાં રાહત મળશે કે કેમ, વિરાટ કોહલી અને તેની ટીમના માટે એ વાતને લઈને સારા સમાચાર સામે આવ્યા છે કે, એક વખત જો કોવિડ-19 રિપોર્ટ નેગેટીવ આવી જશે તો ત્યારબાદ ખેલાડી સીધા જ ટ્રેનીંગમાં સામેલ થઈ શકશે. સુત્રો મુજબ […]

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન 13મી નવેમ્બરથી સિડનીમાં ભારતીય ટીમ પ્રેકટીસ શરુ કરશે

Follow us on

એ વાતને લઈને અનેક વાર ચર્ચાઓ થઈ ચુકી છે કે, શું ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન ટીમ ઈન્ડીયાને ક્વોરન્ટાઈનમાં રાહત મળશે કે કેમ, વિરાટ કોહલી અને તેની ટીમના માટે એ વાતને લઈને સારા સમાચાર સામે આવ્યા છે કે, એક વખત જો કોવિડ-19 રિપોર્ટ નેગેટીવ આવી જશે તો ત્યારબાદ ખેલાડી સીધા જ ટ્રેનીંગમાં સામેલ થઈ શકશે. સુત્રો મુજબ ટીમ 12 નવેમ્બરે જ ઓસ્ટ્રેલિયા પહોંચી જશે. ટીમના તમામ સભ્યોએ ઓસ્ટ્રેલિયા પહોંચીને કોવિડ-19નું પરીક્ષણ કરાવવુ પડશે, ત્યારબાદ પરીક્ષણ પરીણામ નેગેટીવ આવ્યા બાદ ખેલાડીઓ 13 નવેમ્બરથી નિયત કરવામાં આવેલ ટ્રેનિંગ કરી શકશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતીય ખેલાડીઓ બાયો-બબલ મેદાન પર જ મેચ રમી શકશે, ભારતીય ટીમ યુએઈમાં લગભગ 60 દિવસ વિતાવ્યા બાદ ઓસ્ટ્રેલીયાના પ્રવાસ પર પહોંચશે. કેપ્ટન વિરાટ કોહલી દુબઈમાં ભારતીય ખેલાડીઓ માટે કોરોનાથી સુરક્ષિતતા માટે બનાવવામાં આવેલા સુરક્ષિત માહોલમાં શુક્રવારે મેચ રમી ચુક્યો છે. મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા અને હનુમાન વિહારી જેવા ખેલાડીઓ તૈયારીઓમાં લાગી ચુક્યા છે.

 

આ પણ વાંચો: સુરત-અમદાવાદ હાઈવે પર કિમ નજીક ટ્રેકટરે પલ્ટી મારી, 5થી 6 કિલોમીટર સુધી ટ્રાફિક જામ

ભારતીય ટીમને એડીલેડમાં ડે-નાઈટ ટેસ્ટ પણ રમવાની છે. આ મેચ ગુલાબી બોલથી રમવામાં આવશે. ભારતીય બેટ્સમેનોની મદદ માટે સલાહકારો સાથે ચાર વધુ બોલરો કમલેશ નાગરકોટી, કાર્તિક ત્યાગી,ઈશાન પોરેલ અને ટી નટરાજન પણ ઓસ્ટ્રેલિયા જશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન ડે, ત્રણ ટી-20 અને ચાર ટેસ્ટ મેચ પણ રમાનાર છે. ટેસ્ટ મેચ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન્સશિપ અંતર્ગત રમવામાં આવશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન્સશિપમાં હાલમાં નંબર એક અને નંબર બે સ્થાન પર છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આપને બતાવી દઈએ કે, ટીમ ઈન્ડીયા યુએઈમાં રમાઈ રહેલી ટી-20 લીગના સમાપન બાદ ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે સીધી જ રવાના થનાર છે. ટીમ ઈન્ડિયા પહેલા ત્રણ મેચોની વન ડે અને ટી-20 સીરીઝ રમશે. ત્યારબાદ ચાર ટેસ્ટ મેચની ટેસ્ટ સીરીઝ પણ રમાનાર છે. જોકે ચાર મેચોની ટેસ્ટ સીરીઝ માટે કહેવામાં આવી રહ્યુ છે કે વિરાટ કોહલી અંતિમ બે ટેસ્ટ મેચ નહીં રમી શકે. કારણ કે એ સમયગાળા દરમ્યાન વિરાટ કોહલી પિતા બનવાની સંભાવના વર્તાઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article