Australia Open: નોવાક જોકોવિચએ ખૂબસુરત યુવતીના બેબીબંપ પર આપ્યો ઓટોગ્રાફ

|

Feb 23, 2021 | 3:40 PM

9 વખત ઓસ્ટ્રેલીયન ઓપન (Australia Open) ચેમ્પિયન નોવાક જોકોવિચ (Novak Djokovic)ને ઓટોગ્રાફ્સ આપતા રહેવાની ટેવ છે. પરંતુ તેને એક મહિલા દ્વારા વિચિત્ર રિકવેસ્ટ કરવામાં આવી હતી.

Australia Open: નોવાક જોકોવિચએ ખૂબસુરત યુવતીના બેબીબંપ પર આપ્યો ઓટોગ્રાફ
Novak Djokovic

Follow us on

9 વખત ઓસ્ટ્રેલીયન ઓપન (Australia Open) ચેમ્પિયન નોવાક જોકોવિચ (Novak Djokovic)ને ઓટોગ્રાફ્સ આપતા રહેવાની ટેવ છે. પરંતુ તેને એક મહિલા દ્વારા વિચિત્ર રિકવેસ્ટ કરવામાં આવી હતી. એક ખૂબસુરત યુવાન ગર્ભવતી ફેન્સે વિશ્વના નંબર વન પુરૂષ ટેનિસ ખેલાડી પાસે પહોંચી હતી. મહિલાએ જોકોવિચને તેના ગર્ભ ધરાવતા પેટ પર ઓટોગ્રાફ આપવા કહ્યું હતુ. જોકોવિચે એ તેની વિનંતીને સ્વિકારી હતી. જોકોવિચે બેબી બંપ પર ઓટોગ્રાફ (Babybump Autograph) આપતાં પહેલાં પેટ પર લવ હાર્ટ પણ બનાવ્યા હતા.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

જોકોવિચ પોતે પણ બે બાળકોના પિતા છે. તેણે તેના પરિવારના મહત્વ પર વાત કરી હતી. સાથે જ તેણે બતાવ્યુ હતુ કે પ્રવાસને લઈને સતત પરિવારથી દુર રહેવાને લઈને તેની પર અસર પડી રહી છે. તેણે કહ્યુ હતુ કે, આનાથી અનેકવાર મારુ દિલ તુટી જાય છે. વર્ષ 2021ની ઓસ્ટ્રેલિયા ઓપનને લઈને તમામ પ્રકારે આશંકાઓ વચ્ચે તેનુ આયોજન થયુ હતુ. તેમજ પરિણામ પણ એ રહ્યુ છે કે જેની આશા હતી. વિશ્વના નંબર એક ખેલાડી જોકોવિચે મેલબોર્ન પાર્કમાં પોતાનુ નવમું ઓસ્ટ્રેલીયન અને કેરિયરનું 18મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યુ હતુ. જોકોવિચને ટ્રોફી જીતવાથી કોઈ રોકી ના શક્યુ, એટલે સુધી કે તેને ટુર્નામેન્ટની વચ્ચે જ એબડોમિનલમાં ઈજા પહોંચી એમ છતાં પણ. આ જીતનો જશ્ન મનાવવા માટે જોકોવિચે બીચ પર પોતાની ઓસ્ટ્રેલિયન ઓપન ટ્રોફી સાથે તસ્વીર ખેંચાવી હતી.

 

આ પણ વાંચો: IPL 2021: શરાબ, તમાકુ કે ફાસ્ટફુડ સહિત સટ્ટા આધારીત વિજ્ઞાપનોથી દુર રહેશે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો

Next Article