ઓસ્ટ્રેલીયાની ભારત સામે ઘરઆંગણે જ કંગાળ હાલત, 133 વર્ષમાં સૌથી ખરાબ બેટીંગ

|

Jan 03, 2021 | 9:38 AM

ભારત અને ઓસ્ટ્રેલીયા (Australia) વચ્ચે 4 ટેસ્ટ મેચોની ટેસ્ટ સીરીઝ હાલમાં 1-1 ની બરાબરી પર છે. ઓસ્ટ્રેલીયાએ એડિલેડ ટેસ્ટ (Adelaide Test) માં ભારતને 8 રને હરાવ્યુ હતુ ટીમ ઇન્ડીયા (Team India) એ મેલબોર્ન ટેસ્ટ (Melbourne Test) માં જવાબમાં ઓસ્ટ્રેલીયાને 8 વિકેટે હરાવ્યુ હતુ. સીરીઝમાં બંને મેચોમાં ભારત અને ઓસ્ટ્રેલીયાના બોલરોએ સૌથી વધારે પ્રભાવિત કર્યા છે. […]

ઓસ્ટ્રેલીયાની ભારત સામે ઘરઆંગણે જ કંગાળ હાલત, 133 વર્ષમાં સૌથી ખરાબ બેટીંગ

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા (Australia) વચ્ચે 4 ટેસ્ટ મેચોની ટેસ્ટ સીરીઝ હાલમાં 1-1 ની બરાબરી પર છે. ઓસ્ટ્રેલીયાએ એડિલેડ ટેસ્ટ (Adelaide Test) માં ભારતને 8 રને હરાવ્યુ હતુ ટીમ ઇન્ડીયા (Team India) એ મેલબોર્ન ટેસ્ટ (Melbourne Test) માં જવાબમાં ઓસ્ટ્રેલીયાને 8 વિકેટે હરાવ્યુ હતુ. સીરીઝમાં બંને મેચોમાં ભારત અને ઓસ્ટ્રેલીયાના બોલરોએ સૌથી વધારે પ્રભાવિત કર્યા છે. જ્યારે બંને પક્ષે હાલમાં બેટીંગ ની ચિંતા વર્તાઇ રહી છે. ટીમ ઇન્ડીયાએ જોકે, મલબોર્નમાં સારુ પ્રદર્શન કર્યુ હતુ. જેની સામે ઓસ્ટ્રેલીયાની હાલત ખરાબ થત જઇ રહી છે. ઓસ્ટ્રેલીયાના બેટ્સમેનોની ખરાબ બેટીંગથી ટીમના પૂર્વ દિગ્ગજ પણ ખૂબ નારાજ અને નિરાશ જોવા મળી રહ્યા છે. આ સ્થિતી ભારતીય બોલરોએ સર્જી છે. કારણ કે ઓસ્ટ્રેલીયાની બેટીંગના જે આંકડા સામે આવ્યા છે, તેમની ટીમના માટે ખૂબજ શરમજનક છે.

ઓસ્ટ્રેલીયાએ આ સીરીઝમાં 4 ઇનીંગમાં 3 પારી પુરી રમી છે. એડિલેડમાં બીજી પારીમાં માત્ર 90 રન બનાવવાના હતા. આવામાં તે ઇનીંગને છોડીને બાકીની ત્રણ ઇનીંગ પર નજર નાંખીએ, તો ઓસ્ટ્રેલીયા તેના ઘરઆંગણે પણ 200 રનના આંકડાને પાર કરી શકી નથી. એડિલેડમાં પ્રથમ ઇનીંગ 191, મેલબોર્ન ટેસ્ટમાં પ્રથમ ઇનીંગ 195 અને બીજી ઇનીંગ ફક્ત 200 રન પર પુરી થઇ હતી. આમ કંગાળ બેટીંગને લઇને ઓસ્ટ્રેલીયાએ 133 વર્ષનો સૌથી ખરાબ રેકોર્ડ બનાવી લીધો છે.

ઓસ્ટ્રેલીયાની ચેનલ ફોક્સ ક્રિકેટ (Fox Cricket) દ્રારા, ઓસ્ટ્રેલીયાની ટીમનો સીરીઝમાં રન પ્રતિ વિકેટનો આંકડો ખૂજ શરમજનક અને ચોંકાવનારો છે. રિપોર્ટના મુજબ આ સીરીઝમાં ઓસ્ટ્રેલીયાની ટીમે 21.50 રન પ્રતિ વિકેટે બનાવ્યા છે. એટલે કે 21.50 રન પર ઓસ્ટ્રેલીયાએ એક વિકેટ ગુમાવી છે. ઘર આંગણે ક્યારેય ક્રિકેટ સીઝનમાં ઓસ્ટ્રેલીયાએ વિતેલા 133 વર્ષમાં આ સૌથી ખરાબ પ્રદર્શન નોંધાવ્યુ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

છેલ્લે 1887-88મં ઓસ્ટ્રેલીયાએ ઘરેલુ ક્રિકેટ સીઝનમાં 9.35 રન પ્રતિ વિકેટ બનાવ્યા હતા. ત્યાર બાદ ઓસ્ટ્રેલીયાએ ક્યારેય આટલા નીચે નહોતુ પડવુ પડ્યુ. ઓસ્ટ્રેલીયાની ટીમની ખરાબ બેટીંગને લઇને ઓસ્ટ્રેલીયાના પૂર્વ કેપ્ટન રિકી પોંન્ટીંગે પણ ખૂબ આલોચના કરી હતી. મેલબોર્ન ટેસ્ટ બાદ પોન્ટીંગે કહ્યુ હતુ કે, જે રીતે બેટીંગ ધીમી અને નાના સ્કોર બનાવી રહી છે ટીમ તેને લઇને જ હાર મળી રહી છે. પોન્ટીંગે એટલી હદ શુધી કહ્યુ હતુ કે, આખી સીરીઝમાં જેટલા પુલ શોટ ઓસ્ટ્રેલીયાની આખી ટીમે લગાવ્યા છે એટલા તો અજીંક્ય અને ગીલે જ લગાવી દીધા છે. ઓસ્ટ્રેલીયાની દુર્દશા એ રહી હતી કે મેલબોર્નમાં તો એક પણ શતક પણ એકેય બેટ્સમેન તેમના વતી ફટકારી શક્યો નથી.

Next Article