AUS vs WI: ઓસ્ટ્રેલીયાના ઓલરાઉન્ડરે માનસિક તણાવને લઇને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો બ્રેક લીધો

|

May 18, 2021 | 1:03 PM

ઓસ્ટ્રેલીયા એ વેસ્ટઇન્ડીઝ ( Australia vs West Indies) સામેની રમાનારી પાંચ T20 અને ત્રણ વન ડે શ્રેણી માટે ટીમનુ એલાન કરી દીધુ છે. 23 સદસ્યો ધરાવતી ટીમની પસંદગી આ માટે કરવામાં આવી છે. આ પ્રવાસ માટે ઓસ્ટ્રેલીયન ટીમમાં કેટલાક દિગ્ગજો પણ ટીમમાં પરત ફર્યા છે.

AUS vs WI: ઓસ્ટ્રેલીયાના ઓલરાઉન્ડરે માનસિક તણાવને લઇને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો બ્રેક લીધો
Daniel Sams

Follow us on

ઓસ્ટ્રેલીયાએ વેસ્ટઇન્ડીઝ ( Australia vs West Indies) સામેની રમાનારી પાંચ T20 અને ત્રણ વન ડે શ્રેણી માટે ટીમ નુ એલાન કરી દીધુ છે. 23 સદસ્યો ધરાવતી ટીમની પસંદગી આ માટે કરવામાં આવી છે. આ પ્રવાસ માટે ઓસ્ટ્રેલીયન ટીમમાં કેટલાક દિગ્ગજો પણ ટીમમાં પરત ફર્યા છે. તો વળી ટીમની પસંદગી વેળા પસંદગીકારો સામે ઓલરાઉન્ડર ડેનિયલ સેમ્સ (Daniel Sams) એ પોતાને ટીમમાં નહી સામેલ કરવામાં સામેથી માંગ કરી હતી. માનસિક તણાવ ને લઇને તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી બ્રેક લેવાનુ નક્કી કરીને આ પ્રકારે પોતાને ટીમને બહાર રાખવા માંગ કરી હતી.

ડેનિયલ સેમ્સ ઓસ્ટ્રેલીયાના પહેલા પ્રથમ ક્રિકેટર નથી કે, જેણે બોર્ડ સામે ક્રિકેટ થી બ્રેક માંગ્યો હોય. તેના પહેલા ગ્લેન મેક્સવેલ, વિલ પુકોવસ્કી અને નિક મેડિસન પણ માનસિક તણાવને લઇને બ્રેક લઇ ચુક્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ સોમવારે વેસ્ટઇન્ડીઝ સામેની શ્રેણી માટે ઓસ્ટ્રેલીયન ટીમ જાહેર કરી હતી. જેમાં આઇપીએલ ટુર્નામેન્ટ સ્થગીત થવા બાદ પરત ફરેલા ખેલાડીઓને પણ સ્થાન અપાયુ છે.

ઓસ્ટ્ર્લીયન ખેલાડી ગ્લેનમોર્ગન તરફ થી ઇગ્લેંડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહેલા બેટ્સમેન માર્નસ લાબુશેનએ વેસ્ટઇન્ડીઝ પ્રવાસ થી દુર રહેવુ પડશે. હાલમાં બ્રિટનમાં પ્રવાસ પ્રતિબંધ અને તેના સંબંધીત ક્વોરન્ટાઇન પ્રક્રિયાઓને લઇને તેણે વેસ્ટઇન્ડીઝ પ્રવાસ ગુમાવવો પડશે. ઓસ્ટ્રેલીયાની ટીમ જૂન માસના અંતમાં વેસ્ટ ઇન્ડીઝ માટે રવાના થશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આઇપીએલ ટુર્નામેન્ટ કોરોના વાયરસ ખેલાડીઓને સંક્રમિત કરવાના સામે આવેલા મામલાઓને લઇને સ્થગીત કરી દેવામા આવી હતી. જોકે આ પહેલા ઓસ્ટ્રેલીયન સરકાર દ્રારા ભારત સાથેનો વિમાન વ્યવહાર બંધ કરી દેવાયો હતો. જેને લઇને ખેલાડીઓએ ભારતથી માલદિવ અને ત્યાર બાદ તેઓ ગત રવિવારે પરત સિડની પહોંચ્યા હતા.

 

Next Article