AUSvIND T20: ઓસ્ટ્રેલીયા સામે શ્રેણીની અંતિમ મેચ ભારતે 12 રને ગુમાવી, ભારતનો 2-1થી શ્રેણીમાં વિજય

|

Dec 08, 2020 | 6:11 PM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચોની ટી20 મેચની સીરીઝની આખરી મેચ સિડનીમાં રમાઇ રહી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. ઈજાના બાદ આરામ માટે ગત મેચમાં મેદાનની બહાર રહેલા આરોન ફીંચ આજે રમતમાં આવ્યા હતા. ઓસ્ટ્રેલીયાએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં પાચ વિકેટ ગુમાવીને 186 રન કર્યા […]

AUSvIND T20: ઓસ્ટ્રેલીયા સામે શ્રેણીની અંતિમ મેચ ભારતે 12 રને ગુમાવી, ભારતનો 2-1થી શ્રેણીમાં વિજય

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચોની ટી20 મેચની સીરીઝની આખરી મેચ સિડનીમાં રમાઇ રહી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. ઈજાના બાદ આરામ માટે ગત મેચમાં મેદાનની બહાર રહેલા આરોન ફીંચ આજે રમતમાં આવ્યા હતા. ઓસ્ટ્રેલીયાએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં પાચ વિકેટ ગુમાવીને 186 રન કર્યા હતા. જેના જવાબમાં ભારતે 174 રન 7 વિકેટ ગુમાવીને કરતા ભારતે મેચને ગુમાવી હતી. ભારતે જો કે ટી-20 શ્રેણી 2-1થી જીતી લીધી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતની બેટીંગ

વિરાટ કોહલીએ 61 બોલમાં 85 રનની પારી રમી હતી. પરંતુ તેનો આ પ્રયાસ એળે ગયો હતો. ભારતે શૂન્ય રન પર જ પ્રથમ વિકેટ કેએલ રાહુલના સ્વરુપમાં ગુમાવી દીધી હતી. આમ પહેલો ઝટકો બેટીંગ ઈનીંગના બીજા જ બોલે મળ્યો હતો. જો કે ત્યારબાદ શિખર ધવન અને વિરાટ કોહલીએ ઈનીંગને સંભાળવા પ્રયાસ કર્યો હતો. પરંતુ શિખર ધવન પણ 21 બોલમાં 28 રન કરીને આઉટ થયો હતો. સંજુ સેમસને 10 રન કરી વિકેટ ગુમાવી હતી. જ્યારે હાર્દીક પંડ્યાએ બે છગ્ગા અને એક ચોગ્ગા સાથે 20 રનની ઈનીગ રમી હતી, પરંતુ તેણે પણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે તે ક્રિઝ પર હોવા સુધી આશા વર્તાઈ રહી હતી. પરંતુ ત્યારબાદ વોશીંગ્ટન સુંદર  7 રને આઉટ થયો હતો. શાર્દુલ ઠાકુરે અંતમાં 7 બોલમાં 17 રન કર્યા હતા, આ દરમ્યાન બે છગ્ગા પણ લગાવ્યા હતા.

ઓસ્ટ્રેલીયાના બોલીંગ

મિશેલ સ્વેપસને આજે કમાલ કરી દેખાડી હતી. તેણે જાણે કે મેચનું પાસુ જ નહી પરંતુ ઓસ્ટ્રેલીયાને વ્હાઇટ વોશથી પણ બચાવતુ પ્રદર્શન કરી દેખાડ્યુ હતુ. મિશેલે ત્રણ વિકેટ ઝડપી હતી. 4 ઓવરમાં તેણે 23 રન જ આપ્યા હતા. જે મોટા લક્ષ્યાંક માટે ભારતને મુશ્કેલ બોલર સાબિત થયો હતો. આ ઉપરાંત ગ્લેન મેક્સવેલ, સીન એબોટ્ટ, એનડ્રયુ ટ્યે અને એડમ ઝંપાએ એક એક વિકેટ ઝડપી હતી. ડેનિયલ સેમ્સ 14.50 અને એબોટ્ટે 12.25ની ઈકોનોમીથી રન ગુમાવ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઓસ્ટ્રેલીયાની બેટીંગ

ઈજા બાદ મેદાનમાં પરત ફરેલા આરોન ફીંચ આજે ખાતુ ખોલ્યા વગર જ પેવેલિયન પરત ફરવુ પડ્યુ હતુ. ફીંચે કિપર વેડે સાથે ઓપનીંગમાં ઉતર્યા હતા. વેડેએ આજે ફરી એકવાર સારી રમત રમી હતી. મેથ્યુ વેડે સીરીઝમાં બીજી અડધીસદી લગાવી હતી. તેણે 34 બોલમાં જ સાત ચોગ્ગાની મદદ સાથે અડધીસદી પુરી કરી હતી. 53 બોલમાં 80 રન કરીને એલબીડબલ્યુ આઉટ થયો હતો. ગ્લેન મેક્સવેલે પણ આજે ઝડપી સદી લગાવી હતી. તેણે ફીફીટ પુરી કરવા દરમ્યાન ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા લગાવ્યા હતા. સ્ટીવ સ્મિથે 23 બોલમાં 24 રન કર્યા હતા, જો કે તે વોશિગ્ટન સુંદરના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. 

ભારતની બોલીંગ

વોશીંગ્ટન સુંદરે આજે સારી બોલિંગનું પ્રદર્શન કર્યુ હતુ. તેણે આરોન ફીંચને શૂન્ય પર જ આઉટ કરી દીધો હતો. બાદમાં સ્મિથને ક્લીન બોલ્ડ કર્યો હતો. સુંદરે 34 રન આપીને બે વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુરે ચાર ઓવરમાં એક વિકેટ ઝડપી હતી. જ્યારે યુઝવેન્દ્ર ચહલને આજે વિકેટ મળી શકી નહોતી તેણે 10.20ની ઈકોનોમીથી 41 રન ગુમાવ્યા હતા. દિપક ચહરે ચાર ઓવરમાં 34 રન આપ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article